3 Nov 2016

સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી સાહેબનું બે એરીયામાં સ્વાગત!!

Posted by sapana

img_1670

img_1682

ભારતીય જ્ઞાનપીઠ પારિતોષક વિજેતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીનુ કેલિફોર્નિઆના બે એરીયામાં સ્વાગત અને સંન્માન કરવામાં આવ્યું. ઓકટોબર ૨૩, ૨૦૧૬ ના દિવસે બપોરે એક વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. આ કાર્યક્રમ મહેન્દ્રભાઈ મહેતાના હાથ નીચે સંયોજીત કરવામાં આવેલો.ટહૂકોએ આ કાર્યક્રમને સ્પોન્સર કરેલો. બેઠક,ડગલો,ગ્રંથગોષ્ટી,અને પુસ્તક પરબે આ કાર્યક્રમને સપોર્ટ કરેલો. કાર્યક્રમની શરૂઆત શારદા સ્તૃતિથી થઈ
પછી હેતલ બ્રહ્મભટ્ટે “વૈષ્ણવ જન તો એને રે કહીએ” ભજન ગાયેલું. યારબાદ જ્યશ્રીબેન મરચંટે મહેમાનનું સ્વાગત કર્યુ.કવિ શ્રી બાબુભાઈ સુથારે કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું.સંચાલનની શરૂઆત શ્રી રઘુવીર ચૌધરી સાહેબના દિર્ઘકાવ્ય “બચાવનામુ”માંથી ચાર પંક્તિ
વિતતભર્યો વંટોળ વિશ્વમાં ઝળુંબવાનો,
દીવો થાય ના રાણો, શબધ ધરું હું આડો,
રચું અલ્પ એકાકી સતનું બચાવનામું
અંધકારની અમાસમાં ધ્રુવ તારક પામું”
સત્ય કરતાં અસ્ત્યનું ચલણ’થી શરુઆત થઈ..શ્રી રઘુવીર ચૌધરી સાહેબનો જન્મ બાપુપુરા ગામમાં એક ખેડુત પરિવારમાં થયેલો.હિન્દી ભાષામાં એ ખૂબ જ પ્રવિણ એક આધ્યાપક તરીકે ખૂબ જ આદર પામ્યાં. “અમૃતા”૧૯૬૫ માં એમની પ્રથમ પ્રેમ કવિતા ગદ્યમાં લખાયેલી ખૂબ પ્રખ્યાત થઈ હતી. જેની દસ આવૃતિઓ પ્રકાશિત થઈ છે.શ્રી રઘુવીર ચૌધરી સાહેબની પચાસ નવલકથા,દસ નવલિકાઓ અને સાત કાવ્યસંગ્રહ એ સિવાય એ પ્રવાસ વર્ણનના પુસ્તકો અને વિવેચનના પુસ્તકો, રેખાચીત્ર,સંપાદન અને અનુવાદ આમ કુલ મળીને દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.

૨૦૧૩ માં સાહિત્ય અકાદેમી, દિલ્હી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.દર્શક એવોર્ડ, ઉત્તર પ્રદેશ તરફથી સૌહાર્દ પુરસ્કાર, હિન્દી સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, ક. મા. મુનશી એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે અનેક પુરસ્કારોથી શ્રી રઘુવીર ચૌધરીને નવાજવામાં આવ્યા છે.ગુજરાતી સાહિત્ય પરિષદ, દર્શક ફાઉન્ડેશન, ગ્રામભારતી, લોકભારતી, મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન, આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ જેવી શૈક્ષણિક – સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીપદે કાર્યરત છે. તો ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન રઘુવીર ચૌધરીના અથાગ પ્રયત્નોના ફળસ્વરૂપ છે. આદરણીય સર્જક રઘુવીર ચૌધરીની સાહિત્ય શિક્ષણ અને સમાજ પરત્વેની કાર્યનિષ્ઠા અપ્રતિમ છે.

કાર્યક્રમમાં ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલાં કવિઓ શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ઊમાશંકર જોશી, શ્રી પન્નાલાલ પટેલ અને શ્રી રાજેન્દ્ શાહની કવિતઆઓને સ્વરકંઠ ટહૂકો પરિવારના સુરીલા સભ્યોએ આપ્યો.જેમાં શ્રી રઘુવીર ચૌધરીનું “શબધનો અજવાસ” શ્રીમતી હેતલબેન બ્રહ્મભટ્ટે, ઊમાશંકર જોશીનું “ભોમીયા વિના મારે ભવમવાતા ડુંગરા, નિકુંજ વૈદે “રાજેન્દ્ર શાહનું ” નિરુદેશે સંસારે” આણંદ અંજારીયાએ અને શ્રી રઘુવીર ચૌધરીનું ” આમ રે જુઓ તો અમી થાય,” અચલ અંજારીઆના કંઠમાં ગવાયેલ આ કાવ્ય શ્રી રઘુવીર સાહેબના હ્ર્દયને સ્પર્શી ગયું.હેતલબેન બ્ર્હમભટ્ટે રાજેન્દ્ર શાહનું ” મન મેં તારું જાણ્યું ના,આને છેવટે ચારે સુરીલા ગાયકોએ રાજેન્દ્ર શાહનું “સંગમા રાજી રાજી” આ સરસ સુગમ સંગિતનું નજરાણુ શ્રી રઘુવીર સાહેબને ધરવામાં આવ્યું.

ત્યારબાદ શ્રી રઘુવીર ચૌધરી સાહેબનું સન્માન કરવામાં આવ્યું.જેમાં એમ્બેસેડર શ્રી વેંકટેશન અશોકનો મેસેજ વાંચવામાં આવ્યો. મિલ્પીટસ, કેલિફોર્નીઆના મેયર પધાર્યા હતાં, જેમણે શબ્દોથી શ્રી રઘુવીરભાઈનું બહુમાન કર્યા પછી સીટી ઓફ મીલ્પીટસનો એવોર્ડ અર્પીત કર્યો. જયશ્રીબેન મરચંટે તથા સુરેશભાઈ પટેલે એમને શાલ પહેરાવી બહુમાન કર્યુ. ત્યારબાદ શ્રી રઘુવીર ચૌધરી સાહેબે નાનકડી પણ હ્ર્દયમાં સોંસરવી ઉતરતી સ્પીચ આપી.જેમાં એમણે જણાવ્યું કે માણસથી મોટું કૈંક છે જે સંસાર ચલાવે છે.અને જ્ઞાનપીઠ એવોર્ડના મેળવનારા ચાર સશકત સાથીઓ માટે કહ્યુ કે,” આ અવોર્ડ આપી ગુજરાતી ભાષાનું સન્માન થયું છે.”શ્રી રઘુવીરભાઈની પ્રતિભા એમની યુવાન વય જેવી સ્ફૂરતી અને સફેદ વસ્ત્રોમાં આભા આપતું નૂર અને મધૂર સ્મિત પૂરતાં હતાં સ્ટેજને સજાવવા માટે પણ એમના વકત્વ્યએ મનને હરી લીધું.

૧૦ મિનીટના ૨ વાચીકમ – અભિનય સાથે વાંચન રજૂ કરવામાં આવ્યાં. પહેલા વાચિકમમાં બે ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ શ્રી પન્નાલાલ પટેલ અને શ્રી રઘુવીરભાઈ ચૌધરીની આત્મકથાનક સ્ક્રીપ્ટ અદભૂત રીતે શ્રી બાબુભાઈ સુથારે લખી હતી જેને ખૂબ સુંદર રીતે શિવાની દેસાઈ અને કલ્પના રઘુએ રજુ કરી. બીજું વાચિકમ શ્રી પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા “કંકુ”ને કલામયતાથી શ્રી બાબુભાઈ સુથારે સંક્ષિપ્ત કરી અને દીપલ પટેલ અને પૃથા દેસાઈએ સરસ રીતે રજુ કરી. આ સિવાય શ્રી રઘુવીર ચૌધરી સાહેબની પુસ્તીકા “વિતતભર્યો વંટૉળ”નું સંકલન પણ બાબુભાઈ સુથારે કર્યુ છે. આ સાથે સ્મ્રુતિગ્રંથ સુવેનીઅર પણ બાબુભાઈ સુથારનું સર્જન હતું જે દેશના બીજા રાજ્યોમાં પસંદ કરાયું. શ્રી બાબુભાઈ સુથારે ખૂબ જ ઝીણવટથી જરાપણ કચાશ વગર સુંદર સર્જન કર્યુ.આ સંચાલનની તૈયારી બાબુભાઈ કેટલાક સમયથી કરી રહ્યા હતાં.
શ્રી રઘુવીર સાહેબનું નાટક ” પસંદગી” રાજુભાઈ અને ટીમે ભજવ્યું. આ માર્મિક નાટક પરથી સમાજમાં ફેલાયેલી બદહવાની ઓળખાણ થઈ.છેવટે શ્રી મહેન્દ્રભાઈએ આભાર વિધી કરી.આ કાર્યક્રમ ગુજરાતી લીટરલી એકેડમી ઓફ નોર્થ અમેરિકા અને ટહુકાના સૌજન્યથી – સ્પોન્સરશીપથી આ પ્રોગ્રામનું આયોજન શક્ય બન્યું હતું. બે એરિયાની લોકલ સંસ્થાઓ બેઠક, ડગલો, ગ્રંથગોષ્ટી,અને પુસ્તક પરબના સમર્થન અને સપોર્ટથી આ કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો. આ કાર્યક્રમના દાતાઓએ ઉદારતાથી પોતાનો ફાળૉ આપ્યો જેમાં GCA, ICA, BAYVP, BAPS and JCNC, GCA & અને એના પ્રમુખ મહેશ પટેલે પણ ફાળો આપેલો. ચાર વાગે કાર્યક્રમની સમાપ્તિ થઈ.છેવટે શ્રી રઘુવીર સાહેબના શબ્દો થકી સમાપન કરીશ સંગીત ની કક્ષા ભારત માં સમન્વય સાંભળવા મળતા સંગીત જેવું હતું મારા ગીત ની અચલ ની પ્રસ્તુતી મને સ્પર્શી ગઈ વાચિક્મ નો પ્રયોગ સફળ થયો, બાબુભાઇ ની દોરવણી દોરવણી ને દોરવણી ને કારણે.મારૂ લખેલું નાટક આવા સુંદર અભિનય સાથે ભજવાયું તેથીં આનંદ અને આશ્ચર્ય થયુ. આયોજન બીજી સંસ્થાઓ ને ઈર્ષા થાય તેવું સરસ થયું. અને અંતમા એમની હ્ર્દયની ઈચ્છા ” મારી કવિતા કોઈનાં ભ્રમ, અંધશ્ર્ધ્ધા અસદ અને હિંસા નિવારવામાં સહેજ પન ખપમાં આવે તો જેને હું ફૂલ કહેતો હોઉં એને બીજા ખાતર કહે તો પણ મને વાંધો નથી.”
ઓકટોબર ૨૨, ૨૦૧૬ ના દિવસે પણ સર્જક સાથે સાંજ નો કાર્યક્રમ થયેલો જેમાં લગભગ પચાસ જેટલાં સાહિત્ય રસિકોએ ભાગ લીધેલો,જેમાં હું જઈ શકી ન હતી.
સપના વિજાપુરા

Subscribe to Comments

One Response to “સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી સાહેબનું બે એરીયામાં સ્વાગત!!”

  1. ખુબ સરસ સપનાબેન … પ્રજ્ઞાબેન દાભડાવાલા

     

    sapana

Leave a Reply

Message: