11 Mar 2016

દરિયો બોલાવે

Posted by sapana

12523171_1023828207688293_5054138681297782794_n

રહી રહીને મને દરિયો બોલાવે
હાથ ફેલાવી મને દરિયો આવકારે

ચાંદ રૂપેરી જાળ બીછાવે
પ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળે
બુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળુ
આંખો મારી પ્રેમ વરસાવે
રહી રહીને મને દરિયો સંભારે

ચાલું હું વ્હાલા દરિયા ઉપર
ના ડુબું ના તરું દરિયા ઉપર
ગળે વ્હાલા દરિયાને લગાડું
વ્હાલનો હાથ ફેરું દરિયા ઉપર
રહી રહીને મને દરિયો પંપાળે

છે મારાં પાલવમાં શંખલા
કે છે નાના નાના ‘સપનાં’
આંખોનાં આ સપનાં સમેટું
છે આ અવસર કે ઘટના
રહી રહીને મને દરિયો મમળાવે

સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “દરિયો બોલાવે”

  1. સરસ ગીત

     

    અશોક જાની 'આનંદ'

  2. છે મારાં પાલવમાં શંખલા
    કે છે નાના નાના ‘સપનાં’
    આંખોનાં આ સપનાં સમેટું
    છે આ અવસર કે ઘટના
    રહી રહીને મને દરિયો મમળાવે
    અદભુત વાત… કંઈક આવી જ કે નહિં ?
    ઓ સમુદ્ર ! તમારી ગહનતાનું કોઈતો રહસ્ય જણાવો ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈતો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકિને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલીને જોઈ… બાપરે ! સિંપમાં એક સુંદર મોતિ છુપાયેલું હતું અને મોતિમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !

     

    PARESH G. JOSHI

Leave a Reply

Message: