3 Apr 2016

હળહળતું નથી

Posted by sapana

dead-flowers_10-feng-shui-tips-for-your-home

એકધારુ જીવન કદી હોતું નથી
ફૂલ કરમાઈ જાય એ ખીલતું નથી

વાળ તડકે ધોળા કર્યા લાગે છે મેં
અટપટુ જીવન સાલું સમજાતુ નથી

રાત કાળી ડીબાંગ છે ને હું રડું
ડૂસકાથી પણ કોઈ સળવળતું નથી

ઓહ દુનિયા ક્યાં છે અસર તુજ ઝહેરમાં
જીવુ છું તારું ઝહેર હળહળતું નથી

રોજ ‘સપના’જોઉં ભરી આંસું નયન
કોઈ સપનું આંસુંથી પીગળતું નથી.

સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “હળહળતું નથી”

  1. સારી રચના.. ગઝલ થતાં સહેજમાં રહી ગઈ.. 🙂

     

    અશોક જાની 'આનંદ'

  2. ઓહ દુનિયા ક્યાં છે અસર તુજ ઝહેરમાં
    જીવુ છું તારું ઝહેર હડહડતું નથી…
    સાવ સાચુ કહ્યુ આપે..
    ક્યારેક એમ થાય ક્યાંક આવું તો નહિં હોયને !
    તું તેમને તડકો બનીને દઝાડે છે.જેથી તેઓ વૃક્ષ નીચે છાંયો બનીને ઉભેલા તારી એકદમ નજીક આવતા રહે !
    એકધારુ જીવન કદી હોતું નથી
    ફૂલ કરમાઈ જાય એ ખીલતું નથી
    ખરી વાત ! જીવનના શોટમાં રીટેક નથી હોતો !
    અહીં કઈં કહેવાની રજા લઊં ?
    ફોરમ મહેકી ને પહેચાન થઈ પુષ્પોની !
    આ ગુલાબનીં…આ મોગરાનીં…આ જૂઈ મહેકી !
    અરે ! સુગંધ જ જીવન છે પુષ્પોનું !
    કરમાવું કંઈ મૃત્યુ નથી !
    રોજ ‘સપના’જોઉં ભરી આંસું નયન
    કોઈ સપનું આંસુંથી પીગળતું નથી.
    અરેરે ! એમ આંસુંથી સપનું પીગળી જતું હોય અને સાકાર થઈ જતું હોય તો આ જગતમાં બિજું જોઈએ શું ?
    એક વેદના આવી પણ છે…
    તારી સન્મુખ આવ્યો ને આંખમાંથી અશ્રુધારાઓ વહી નીકળી…તારી પાસે શું માંગું હું નાથ ! તું, હું, ને આ સાનિધ્ય…હવે જગત છોને વિસ્મૃત થાય !
    અભીનંદન !

     

    PARESH G. JOSHI

Leave a Reply

Message: