25 Nov 2015

દશા યાદ

Posted by sapana

12189825_973908269346954_8996551607949082429_n

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજું તો બધું ઠીક છે આવ્યો ન ખુદા યાદ (મરીઝ)

હર એક કદમ પર છે તમારી જ નિશાની
આવી ન મને આજ તો મારી જ દશા યાદ

મારાં જ તો મૃત્યુ પછી મારી થઈ ચર્ચા
જીવનમાં ન જાણી, છે એને મારી કઝા યાદ

આવીને પથારી કને રડતાં જો હશે એ
કોઈ ના દુઆ કે ન રહેશે કો’ દવા યાદ

આંસું ભરી આંખે એ જો મય્યતમાં પધાર્યા
સોગંદ ખુદાના ન રહી કોઈ ખતા યાદ

આવી એ ઘડી છે કે ન સપના રહી સપના
ભૂલી એ ગઈ દુનિયાને, રહ્યો બસ એ ખુદા યાદ
સપના વિજાપુરા

Subscribe to Comments

3 Responses to “દશા યાદ”

  1. આંસું ભરી આંખે એ જો મય્યતમાં પધાર્યા
    સોગંદ ખુદાના ન રહી કોઈ ખતા યાદ.. વાહ ખૂબ સરસ

     

    અશોક જાની 'આનંદ'

  2. Very nice and Happy Thanksgiving.
    Love, Saryu

     

    Saryu Parikh

  3. આભાર સર્યુબેન અને અશોકભાઈ!!

     

    sapana

Leave a Reply

Message: