ધડકન વધે

ધડકન વધે

નામ તારું સાંભળી ધડકન વધે,
પ્રેમની આ આગમાં બળતણ વધે

આ જમાનો તો છે દુશ્મન પ્યારનો
પ્યાર જ્યાં જ્યાં બસ વધે અડચણ વધે.

ખૂનથી મેં સાફ કર્યુ છે આ હ્રદય
એ છતાં આ ઉર મહી રજકણ વધે.

માન ને અપમાન ભૂલી જા સજન,
હેત પ્રિતથી સર્વના સગપણ વધે.

આ મિલનનો અંત આવે ના કદી,
આજ તો અલ્લા કરે, આ ક્ષણ વધે.

પ્રેમનો એવો ને એવો રંગ છે,
વયની સાથોસાથ બસ સમજણ વધે.

થાય સપનાં આપણાં સાકાર તો,
નાનું અમથું મારું આ આંગણ વધે.

સપના વિજાપુરા

9 thoughts on “ધડકન વધે

 1. vishwadeep

  આ મિલનનો અંત આવે ના કદી,
  આજ તો અલ્લા કરે, આ ક્ષણ વધે.

  રચના ગમી..

 2. Natver Mehta, Lake Hopatcong,NJ, USA

  આ તો સહુ સાહિત્યના બ્લોગની મજા છે
  જેટલું સર્ફ કરીએ એટલું એનું વળગણ વધે.

  છંદની સહુને એમ ગતાગમ તો નથી પડતી
  આવડે છઁદ અને રાગ તો ગઝલનું ગળપણ વધે

 3. bharat suchak

  પ્રેમનો એવો ને એવો રંગ છે,
  વયની સાથોસાથ બસ સમજણ વધે.

  બહુ સરસ

 4. Raj patel

  પ્રેમનો એવો ને એવો રંગ છે,
  વયની સાથોસાથ બસ સમજણ વધે.

  ખુબ જ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.