22 Jun 2009

ગળતી હશે

Posted by sapana


ગળતી હશે

યાદ દિલમાં આજ સળ વળતી હશે,
આંખ એની આજ પીગળતી હશે.

સાંભળી પગરવ એ આવે દોડતી,
બાર ણે આંખો ફરી વળતી હશે.

બેલડી સારસ તણી જોતા ક્ષણિક,
એકલી એ આગમાં બળતી હશે.

શું ટપાલી ને નીકળતો જોઈને,
ચૂંદડી આશા થકી ઢળતી હશે?

આવશે દરિયો બની મનમીત,ને,
એ નદીની જેમ ખળખળતી હશે.

એકલાં તારા નયન ભીનાં નથી,
આજ સપના આંખથી ગળતી હશે.

છંદઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

સપના

Subscribe to Comments

6 Responses to “ગળતી હશે”

  1. સારા વિચરો કાવ્ય ગમિ

     

    zohair

  2. ખૂબ સરસ ગઝલ. છંદ વિધાનનું મને જ્ઞાન નથી. પણ દરેક શેર ગમ્યા.

     

    Heena Parekh

  3. આવશે દરિયો બની મનમીત,ને,
    એ નદીની જેમ ખળખળતી હશે……

    વાહ ! ખૂબ સુંદર !
    બધા જ શેર સરસ થયા છે.
    છંદ પણ સુપેરે નિભાવ્યો છે.
    અભિનંદન !

     

    P Shah

  4. સુંદર અને પ્રેમાળ ગઝલ.

     

    kirankumar chauhan

  5. ખુબ જ સુંદર ગઝલ થઈ છે…
    અભિનંદન

     

    રાજીવ

  6. ખુબ જ સરસ !

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

Leave a Reply

Message: