30 Apr 2014

સૂરજને ને મારે આડું પડ્યું

Posted by sapana

images

સૂરજને ને મારે આડું પડ્યું
વ્હાલાએ આવવાનું  પાછું ઠેલ્યું
કાળુ વાદળું એવું ધમ ધમ વરસ્યું
માળુ જાણે માથે આભલું પડ્યું
સૂરજને ને મારે આડું પડ્યું

અંતર કાંપે મારું પાંદડું જાણે
મન મારું વળ્યું કોકડું જાણે
વાદળાની આંખમાં તણખું પડ્યું
સૂરજને ને મારે આડું પડ્યું

વ્હાલો એવો મારો ગયો સીમમાં
સૂરજ નખ્ખોદિયો દેખાણો આભમાં
વ્હાલાને મારે ભવનું છેટું પડ્યું
સૂરજને ને મારે આડું પડ્યું.
સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “સૂરજને ને મારે આડું પડ્યું”

  1. સરસ. તમને લખવાની મજા આવી હશે. સરયૂ

     

    SARYU PARIKH

  2. સરસ.

     

    urvashi parekh

  3. Real Nice Enjoyed

     

    Shenny Mawji

  4. સૂરજ સાથે આદ -વેર સારું નહીં , કાયમ અંધારે અટવાવું પડે… સરસ ગીત.

     

    અશોક જાની 'આનંદ'

  5. સરસ ….ખુબ સરસ !
    ચંદ્રવદન
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  6. કાળુ વાદળું એવું ધમ ધમ વરસ્યું
    માળું જાણે માથે આભલું પડ્યું
    સૂરજને ને મારે આડું પડ્યું.

    ઉત્કૃષ્ટ કલ્પના !

     

    Valibhai Musa

  7. વાદળાની આંખમાં તણખું પડ્યું
    સૂરજને ને મારે આડું પડ્યું

    વાહ! નવલી રજૂઆત..ગમી જાય એવી કૃતિ

    રમેશ પટેલ(આકાશદીપ).

     

    Ramesh Patel

Leave a Reply

Message: