30 Mar 2014

હિર્ણકશ્યપ

Posted by sapana

Hirnayakashyap_color

હિર્ણકશ્યપને કઈ જગાએ જઈને મારુ?
એને તો વરદાન મળ્યું
તને કોઈ નહીં મારી શકે
ન ઘરમાં ન બહાર
ન રાતના ન દિવસના
ન તલવારથી ન ભાલાથી
હું મારામાં રહેલા હિર્ણકશ્યપને (ઈગો) શી રીતે મારુ?
ન ઘરમાં ન બહાર
ન દિવસના ના રાતના
ન ભાલાથી ના તલવારથી
હું હરિશચંદ્ર જેવી સત્યવાદી નથી..
શું આ હિર્ણકશ્યપ સદા મારાંમાં જીવશે?
સપના વિજાપુરા

Subscribe to Comments

3 Responses to “હિર્ણકશ્યપ”

  1. આ પોસ્ટ દ્વારા એક સરસ સવાલ પુછાયો છે.
    સત્ય પંથે ચાલતા “હરિશચંદ્ર” તો ના થવાય, પણ “હરિશચંદ્ર જેવા” તો જરૂર થવાય !
    જો, આવું “પરિવર્તન” શક્ય થાય તો, તમો “પ્રહલાદ”જેવા તો બની શકો….અને એવું જો શક્ય થાય તો…..જરૂર તમો તમારા ભિતરના હિર્ણકશ્યપને મારી શકો છો.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Was away..back to Lancaster.
    Hope to see you on my Blog !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સરસ અછાંદસ… ગમ્યું..

     

    અશોક જાની 'આનંદ'

  3. સરસ વિચાર વૈભવ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: