15 May 2014

નડીને શું કરું

Posted by sapana

Tear of Gratitude

પ્રેમ ના હો તો નડીને શું કરું?
ને સમય સાથે લડીને શું કરું?

મુલ્ય આંસુંનું અહીં પાણી જ છે
લોક સામે હું રડીને શું કરું?

ઓળખી હું ના શકી જો જાતને
આખી દુનિયાને જડીને શું કરું?

મન ભટકતું હોય જ્યાં ત્યાં મારું તો
બોલ સજદામાં પડીને શું કરું?

આવવાનું કોઈ વચન આપ્યું નથી
રોજ સપને આખડીને શું કરું?
સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “નડીને શું કરું”

  1. મુલ્ય આંસુંનું અહીં પાણી જ છે
    લોક સામે હું રડીને શું કરું?

    વાહ !
    ખુબ સરસ !
    ગમ્યું !
    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar.
    Posts on HEALTH…Inviting all to read them !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સરસ લખ્યું છે, સપના. “આવવાનું કોઈ વચન્… વિશેષ ગમ્યું.
    સરયૂ

     

    SARYU PARIKH

  3. સરસ ગઝલ… મત્લાના એક જ કાફિયા માટે ચુસ્ત કાફિયાનો મોકો જવા દીધો..?!! કૈક શોધી કાઢો ને…

     

    અશોક જાની 'આનંદ'

  4. આવાવાનું કોઈ વચન આપ્યું નથી
    રોજ સપનામાં લડીને શું કરું?
    સપના વિજાપુરા

    ધારદાર ગઝલની મજા માણી.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  5. મન ભટકતું હોય જ્યાં ત્યાં મારું તો
    બોલ સજદામાં પડીને શું કરું?

    આવાવાનું કોઈ વચન આપ્યું નથી
    રોજ સપને આખડીને શું કરું?
    સપના વિજાપુરા

    ઉમદા ગઝલ…વેદનાઓને વાચા આપતી રચનાઓ અંતરના ઊંડાણથી વહેછે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: