21 Mar 2014

અભિમાન શું?

Posted by sapana

old-age

આપ્યું તને ઈશ્વરે જો રૂપ એમાં વળી અભિમાન શું?
જોબન જવાનું છે ને નહી આવે ફરી અભિમાન શું?

ફીરોન કે રાવણ ઘડીની બાદશાહત એમની
નાનો કે મોટો ધૂળમાં મળશે એક’દી અભિમાન શું?

દોલત હો કે એ શોહરત સાથી છે પળભરની અહીં
કાંઈ કબરમાં સાથ તો આપે નહીં અભિમાન શું?

છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને
એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું?

કાળા મજાના કેશ લહેરાતા સુગંધીદાર છે
એ કાલ ધોળા થઈ, જશે દર્પણ ડસી અભિમાન શું?

ભક્તિ કરે પંડિત અને મસ્જીદ જાયે મોલવી
ખોટો નથી કોઈ ધર્મ ભજ અલ્લાહ હરી અભિમાન શું?

મશહૂર ‘સપના’થઈ ગઈ છે આપની તો પ્રીતમાં
સપનું હતું જે આંખનું ગયું છે ફળી અભિમાન શું?
સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “અભિમાન શું?”

  1. સાચી વાત છે
    ફોટો અને કાવ્ય બંને એકમેક્નાં પુરક થયા છે
    મઝા આવી ગૈ

     

    vijay Shah

  2. આપ્યું તને ઈશ્વરે જો રૂપ એમાં વળી અભિમાન શું?
    જોબન જવાનું છે ને નહી આવે ફરી અભિમાન શું?

    સપનાબેન….એક સત્ય જ કહ્યું !
    જે રીતે કહ્યું એ ગમ્યું !
    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar to read the VARTA

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. જોબનીયું આજ આવ્યું ને કાલ જશે

    જોબનીયું કાલ જતું રહેશે

    બહુ સરસ વાત કરી અભિમાન શું?

     

    Pragna Dadbhawala

  4. વાત સારી છે. જરા મઠારશો તો વધુ સરસ થશે.
    સસ્નેહ, સરયૂ

     

    SARYU PARIKH

  5. સારી ગઝલ…!!

     

    અશોક જાની 'આનંદ

  6. સરસ વાત…વાસ્તવિકતાથી સભર.
    રદિફ પણ સુંદર – અભિનંદન સપનાબેન.

     

    ડૉ.મહેશ રાવલ

Leave a Reply

Message: