10 Mar 2014

નિહાળુ છું

Posted by sapana

200355364-001

નયનને બંધ રાખીને નિહાળુ છું
ખુદાને એમ મારામાં જ પામું છું

હું સીક્કા પ્રેમનાં બે ચાર રાખું છું
કોઈ ભૂખ્યાને જોઈને ઉછાળું છું

છો ઉગતા સૂર્યની પૂજા કરે લોકો
હું તો બસ ડૂબતા જણ ને બચાવું છું

જખમ ક્યા કેટલા મળ્યા ને કોનાથી
હિસાબ એનો થશે એવું હું માનુ છું

નયનમાં તો રહો સપના તણી વ્હાલા
નજરના નીરમાં ‘સપના’ પલાળું છું
સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “નિહાળુ છું”

  1. નયનને બંધ રાખીને નિહાળુ છું
    ખુદાને એમ મારામાં જ પામું છું
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    સપનાબેન…સરસ શબ્દોરૂપી શરૂઆત.
    જ્યારે પણ પ્રભુનો અનુભવ અંતરથી થાય ત્યારે જાણવું કે તમારી પ્રાર્થના હ્રદયના ઉંડાણમાંથી જ હોય શકે !
    ચંદ્વવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo….Hope to see you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. A nice poem Enjoyed

     

    Shenny Mawji

  3. સરસ રચના. “છો ઉગતા સૂર્યને….” ખાસ ગમી.

     

    SARYU PARIKH

  4. બંધ હોય આંખ તોય નિહાળુછુ ખુબ હુ
    સઘડુ આપ્યું છે મને હાથમાં જાણે રુબરુ

     

    Iqbal Dantreliya

  5. છો ઉગતા સૂર્યની પૂજા કરે લોકો
    હું તો બસ ડૂબતા જણ ને બચાવું છું

    જખમ ક્યા કેટલા મળ્યા ને કોનાથી
    હિસાબ એનો થશે એવું હું માનુ છું

    ખૂબ જ ઉમદા ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  6. સુંદર મત્લા સહીત આખી ગઝલ મજાની થઇ છે.. બધાં જ શે’ર ગમે એવાં …

     

    અશોક જાની 'આનંદ'

  7. સુંદર મત્લા સહિત આખી ગઝલ મજાની થઇ છે, દરેક શે’ર ગમી જાય એવા

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: