20 Jun 2014

એક સપનું

Posted by sapana

Tear of Gratitude

એક સપનું વાસી!!
કરમાયેલા ફૂલ જેવું
ખીંટીં પર લટકતાં
વપરાયેલા રૂમાલ જેવું
વપરાયેલાં સાબુની પતરી જેવું
ફ્રીજમાં રાખેલી વાસી રોટલી જેવું
વીતી ગયેલા દિવસ જેવું
કેલેન્ડરનાં ગઈ કાલનાં
ડૂચા કરેલાં કાગળ જેવું
ડસ્ટબીનમાં પડી
ડૂસકા લે છે…
સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “એક સપનું”

  1. એક સ્વપ્નું,
    ભુતકાળનું સ્વપ્નું,
    વાસી થયેલ…..
    પણ, આજે અચાનક કેમ ફરી ?
    અરે ! આ તો હકિકત…નથી સ્વપ્નું !

    સપનાબેન….સરસ પોસ્ટ છે !
    …..ચ્ંદ્રવદન્
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. ખુબ સર્ સ તમારિ કલ્પ્ના શક્તિનુ શુ કહેવુ?……..

     

    Pragna Dadbhawala

  3. તમારિ કલ્પ્ના શક્તિનુ શુ કહેવુ?……..

     

    Pragna Dadbhawala

  4. સરસ છે,ગમ્યું.

     

    himanshupatel555

  5. સુન્દર રચના

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: