1 Mar 2014

આ શહેરમાં

Posted by sapana

Crying-Woman

જિંદગી શરમાય છે આ શહેરમાં
મોત પણ પડઘાય છે આ શહેરમાં

રેતની માફક હતી આ જિંદગી
ક્ષણ ને પળ સરકાય છે આ શહેરમાં

રંગ બે રંગી હતાં ફૂલો જ જ્યાં
પાનખર વરતાય છે આ શહેરમાં

આંગળીનાં ટેરવે મિત્રો હતાં
ત્યાં શત્રુ ભટકાય છે આ શહેરમા

આંસુંના બદલે મળે છે સ્મિત પણ
આમ દુખ વ્હેચાય છે આ શહેરમાં

એકદમ વિશ્વાસનું ખંડન થયું
આજ મન ગભરાય છે આ શહેરમાં

રોજ સપના તૂટવાનાં છે અહીં
ને નવાં સરજાય છે આ શહેરમાં
સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “આ શહેરમાં”

  1. રેતની માફક હતી આ જિંદગી
    ક્ષણ ને પળ સરકાય છે આ શહેરમાં

    અરે વાહ, જૂની રેત-ઘડિયાળને કેવી સરસ મજાની રીતે અહીં સાંકળી લેવાઈ ! સરકતી રેતી સમય બતાવે અને સમય રેતીને સરકાવ્યે જ જાય ! ભીડભાડ અને દોડધામભરી શહેરીજિંદગીની ક્ષણેક્ષણ અને પળેપળ એવી રીતે ખર્ચાતી રહેતી હોય છે કે ખબરેય ન પડે અને એમ જ જિંદગી પૂરી પણ થઈ જાય ! આફરિન !

     

    Valibhai Musa

  2. એકદમ વિશ્વાસનું ખંડન થયું
    આજ મન ગભરાય છે આ શહેરમાં

    રોજ સપના તૂટવાનાં છે અહીં
    ને નવાં સરજાય છે આ શહેરમાં
    સપના વિજાપુરા

    એક એક શેરે , દાદ માગી લીધી.આપની ગઝલની ઊંડાઈ ગમી જાય છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. સરસ ગઝલ ….

     

    અશોક જાની 'આનંદ'

  4. એકદમ વિશ્વાસનું ખંડન થયું
    આજ મન ગભરાય છે આ શહેરમાં

    રોજ સપના તૂટવાનાં છે અહીં
    ને નવાં સરજાય છે આ શહેરમાં
    સપના વિજાપુરા
    સરસ !
    ગમ્યું !
    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. Vahh v nice mom

     

    m Panchal

Leave a Reply

Message: