14 Feb 2014

પ્રેમ છે

Posted by sapana

index

ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રેમ ઈશ્વર છે ને ઈશ્વર પ્રેમ છે
છે અમર આત્માને નશ્વર દેહ છે

હર દિવસ હો પ્રેમનો ને રાત પણ
આંખથી જે  ખૂબ  છલકે નેહ છે

વેર દુનિયાથી નથી પણ એ ખુદા
પિંજરામાં  આતમા મુજ  કેદ  છે

આ જગતનો  પ્રેમ મિથ્યા ભ્રમ  છે
પ્રેમ અવિનાશી ને શાશ્વત એજ છે

ઓ ખુદા લે ફૂલનો આ ગુચ્છ તું
તું જ છે વેલેનટાઈન, પ્રેમ છે 

આ જગતની કોણ પરવા પણ કરે?
ઈશ્ક ‘સપના’નો ખુદા ને પ્રેમ છે
સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “પ્રેમ છે”

  1. વેલેનટાઈન ડે માટે આ રચના ગમી.
    એની શરૂઆતમા લખેલા>>>>

    પ્રેમ ઈશ્વર છે ને ઈશ્વર પ્રેમ છે
    છે અમર આત્માને નશ્વર દેહ છે

    બહું જ ગમ્યા !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સુંદર રચના…

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: