31 Jan 2014

સમી સાંજનાં સપનાં

Posted by sapana

DSC_6982_copy

મિત્રો,
સમીસાંજનું એક સપનું સાચું પડ્યું..૨૬ જાન્યુઆરી ૨૦૧૪ મારાં માટે એક યાદગાર પ્રસંગ બની ગયો.એક સપનું આંખોમાં લઈ ભારત આવી હતી. મારા દ્વિતીય સંગ્રહનું વિમોચન..અને સખત મહેનત બાદ ‘સમીસાંજનાં સપનાં’ ને જગત સામે ખૂલા મૂકી દીધા…ખૂલી આંખના સપનાં’ બાદ આ સમીસાંજના સપનાં વિશ્વકોશ ટ્ર્સ્ટ હોલમાં હવામાં પતંગિયાની જેમ લહેરાઈ ગયાં..આ સાથે મારાં મિત્રો જે આવી ના શક્યા એમનાં માટે મારો પ્રતિભાવ અને આભાર રજુ કરું છું..

સૌ પ્રથમ આપ સર્વને પ્રજાસત્તક દિવસની મુબારકબાદ..
તન વસ્યું પરદેશમાં તો શું થયું?
હું હમેશા આંખ ને દિલમાં વતન રાખું..

માનનીય ખલીલ ધનતેજવી સાહેબ,શ્રી રઈશભાઈ મણીયાર, ભાઈ શ્રી કૄષ્નભાઈ દવે,ભાઈ શ્રી હર્ષદ ત્રિવેદી સાહેબ,મારા મિત્ર શ્રી ભરતભાઇ દેસાઈ,મિત્ર શ્રી બેદાર લાજપૂરી સાહેબ તથા મારા પુત્ર સમાન ચંદ્રેશ મક્વાણા
આપ સર્વ કવિગણનો ખૂબ જ હ્રદયપૂર્વક આભાર માનું છું કે આપના અત્યંત બીઝી સ્કેજ્યુલમાંથી સમય કાઢી મારાં સંગ્રહ સમી સાંજનાં સપનાં ના વિમોચાન માટે પધાર્યા. હું ઘણી નસિબદાર લેખાઉ કે સુપ્રસિધ્ધ ગઝલકાર શ્રી ખલીલ ધનતેજવીનાં શુભ હસ્તે મારાં સંગ્રહનું વિમોચન થઈ રહ્યુ છે આ પ્રસંગ મારાં માટે ખૂબ યાદગાર થઈ જશે.મોરારીબાપુના આશિર્વચનો મળી ગયાં અને રઈશભાઈએ સંચાલનની બાગડોર સંભાળી..આનાથી વધારે સપના બીજું શું માંગે?

ખૂબ નાનો પાલવ છે મારો છ્તાં ઈશ્વર
તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં

“ખૂલી આંખનાં સપનાં” પછી આપની સમક્ષ સમી સાંજનાં સપનાં ‘ લઈને આવી છું. આ સંગ્રહને પણ ખૂલી આંખનાં સપનાં જેટલી લોક માન્યતા મળે એવી અભ્યર્થના છે.કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ…કોઈએ બરાબર કહ્યુ છે.કવિતા એટલે સપનાની દુનિયા.હકિકતથી દૂર જ્યાં એક સપનાંનું નગર વસી જાય છે.કવિતા એટલે વાદળ પર કુમકુમ પગલાં!! કવિતા એટલે સિતારાઓને ગણી ગણી પાલવમાં મૂકવાં,કવિતા એટલે ચાદની સાથે વાતો, કવિતા એટલે ઈશ્વર સાથે વાતો,કવિતા એટલે પ્રિયતમ સાથે વાતો..કવિતા એટલે ફૂલોની સુવાસને મેહસુસ કરવી,કવિતા એટલે વૃક્ષોની વેદના અનુભવવી. કવિતા એટલે પ્રાણીઓ સાથે દોસ્તી કરવી કવિતા એટલે પતંગિયાની પાછળ શબ્દો શોધવા દોડવું.કવિતા એટલે કુંવારી કન્યાનું સપનું..કવિતા એટલે કરચલીવાળા હાથની લાકડી..કવિતા એટલે સપનાની આંગળી પકડી શબ્દોની શોધમાં ભમવું..મારાં માનવા પ્રમાણે કવિતાની પહેલી પંકતિ ઈશ્વર તરફથી આવતી હોય છે પછી એને પ્રાસમાં બેસાડવાનું કામ ઇશ્વર માનવીને સોંપે છે.આજ જ્યારે એક સપનું સાચું પડી રહ્યુ છે ત્યારે દીકરાની યાદ આવી ગઈ…

એક સપનું સાચું પડે તો?
આવવા મન તારું કરે તો?

હવામાં ઊડતાં મીઠાં મધૂર પ્રેમમય શબ્દોને રદિફ તથા કાફિયામાં ગોઠવી લયબધ્ધ કવિતા બનાવવી એટલે ગઝલ..ગઝલનો આમ તો અર્થ પ્રિયતમા સાથે ગુફતગુ થાય પણ હવે બધાં જ વિષય પર ગઝલ લખાય છે.ગઝલ લખવા પ્રેરિત શ્રી વિવેકભાઈ ટેલરે કરી હતી, પણ ગઝલ લખતાં હું રઈશભાઈના પુસ્તક ગઝલનાં રૂપ અને રંગ પરથી શીખી..જોકે હજું પાશેરામાં પહેલી પૂણી છે અને આપ સર્વનો આવકાર અને પ્રેમ છે.
બીજ સપનાંનું ફળી ગ્યું છે જુઓ
એકમાંથી લાખ સરજાઈ કે બસ..

સપનાં જોવાની આદત તો નાનપણથી જ હતી…આમ તો દરેક માનવી સપનું સાથે લઈને જ જીવે છે..મારાં ઘણાં સપનાં પૂરા થયાં., ઘણાં અધૂરા રહ્યા.અને ઘણાં સપના પૂરાં થવાનાં બકી છે.સપના જોતા મારી આંખો થાકતી નથી.પણ સપનાં ની સાથે આંખોનો સંબંધ છે એવું મારું માનવું નથી.સપનાંનો સીધો દિલ સાથે સંબંધ છે.સપનાંનું ઊદભવસ્થાન હ્રદય છે.શ્રી અબ્દુલ કલામ આઝાદે એક જગ્યાએ કહ્યુ હતું કે સપને વોહ નહીં જો નિન્દમે દેખે જાતે હૈ, સપને વોહ હૈ જિસે પૂરે કિયે બગૈર નિન્દ નહી આતી….
નામ સપનાં રાખું છું
આંખ સપના રાખું છું.
કોઈ લૂટે ના એને
ધ્યાન સપનાં રાખું છું

સમી સાંજનાં સપનાં પણ મારૂ તથા મારાં પતિનું એક સપનું હતું.જે આજ સાકાર થઈ રહ્યુ છે જેના માટે હું મારાં પતિ તથા મારાં પ્રેમી મારાં જીવનસાથી શરિફ વિજાપુરાનો દિલથી આભાર માનું છું. એ હમેશા મને કહે છે તું સપનાં જો,પૂરા કરવાનું કામ ઉપરવાળાનું છે અને કોશિશ કરવાનું કામ મારું છે..શરીફ સિવાય મારું એક બીજું સપનું અમારો દીકરો શબ્બીર વિજાપુરા છે.શરિફે જો મને સપનું જોવા માટે આંખોં આપી તો આ સપનું લઈ ઊડવા માટે શબ્બીરે પાંખો આપી.
કલેજાનાં ઓ ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
સતત ખુશ્બુ પ્રસારે દૂર પાંખોમાં પવન આપું

એનાં કારણે ગુજરાતી ફોન્ટ અને વેબસાઈડ બનાવી લખતાં શીખી છું…શબ્બીર સાથે મારાં ઘણા સપના સંકળાયેલા છે..સપના સાથે દુઆઓ પ્ણ ..જેમાથી એક સપનું જે શબ્બીરે મારી આંખોને આપ્યુ હતું તે હતું ફેઈસબુકમાં જોબ કરવાનું…જે સાકાર થયું છે..આવતી કાલથી એ ફેઇસબુકમાં જોડાઈ રહ્યો છે.એનાં માટે હું શબ્બીર માટે ગર્વની લાગણી અનુભવુ છું…શબ્બીરના શબ્દોમાં કહુ તો એને ખૂબ ગર્વ થાય છે કે એની માં એક લેખીકા છે.
અંતમાં પ્રદીપભાઈ રાવળ નો આભાર માની લઉ જેમણે મને એમનાં સાપ્તાહિક જનફરિયાદમાં વિદેશનાં તંત્રી તરીકે સ્થાન આપ્યુ.અને આભાર મારાં સર્વ સગા વહાલાઓને જેમણે દૂર દૂરથી આવી આ પ્રસંગમાં ઉપસ્થિતી આપી મને પ્રોત્સાહિત કરી છે.

ફરી એક વાર આભાર મારાં જીવનસાથીનો જેમણે મને સતત લખવા માટે પ્રોત્સાહન આપ્યુ છે.અને ખાસ આભાર જાફર દાંત્રેલિઆનો જે મારો ભાણીઓ છે.નો જેણે આ કાર્યક્રમમાં કોઈ કમી ના રહે એની ચોકસાઈ રાખી છે.આંતમા કવિગણનો આભાર અને શ્રોતાઓનો ધન્યવાદ…
સપના વિજાપુરા

Subscribe to Comments

22 Responses to “સમી સાંજનાં સપનાં”

 1. આ તો શરુઆત છે દરેક વર્ષે એકઈમોવો ત્યાં સુધી કકવિ કર્મ કરતા તહો તેવી શુભેચ્છાઓ

   

  vijay Shah

 2. બીજા કાવ્યસંગ્રહ માટે અભિનંદન.

   

  Pancham Shukla

 3. સૌ સપના બહેન …..
  આમો એ આપનો આ ફોટો આપે share કર્યો ત્યારે જ લઘ્ભાગ ૨ કલાક પહેલા જોયો ને comments પણ આપી કે કૌન કૌન ને અમો ઓળખીએ !!! હા બાજુમાં સુઈતેદ- આમારા જીજુ સાહબ ને જોકે અમો ઓળખીએ ને ફોટો પણ જોયો જ છે આપ સાથે (!!) ના પહેચાની શક્ય!!!!(મૌફી)…કૃષ્ણ દવે જી નું નામ પણ વિસરી ગ્યા…
  બહેન જેમ પત્ની પતિ ની અર્ધાંગીની ગણાય છે તે વાત શબીર (ખરેખર શરીફ નામ હુવું જોયીએ!!!)જાણે છે ને આપ જેવાં કવિયત્રી ને કેમ સાથ-સહકાર ના મળે!!!!!??
  મારા આપ બન્ને ને ખુબ ખુબ અભિનંદન ને હવે બૂક ની રાહ …
  gbu jsk jmj jj
  સનતભાઈ ની સહ-સ્નેહલ આશિષ….
  @૧૨.૫૬ pm ૩૧.૧.૧૪..usa…

   

  SANATKUMAR DAVE

 4. કોટિ કોટિ અભિનંદન. આશા રાખીએ કે ત્રીજો કાવ્યસંગ્રહ ‘વહેલી પરોઢનાં સપનાં’ નામે ત્વરિત બહાર પડે. શરીફભાઈ અને શબ્બીરને પણ અભિનંદન. મહેફિલમાં હાજર રહી શકવા બદલ સંતોષ અનુભવું છું. ભપકાદાર અને સફળ કાર્યક્રમ રહ્યો. અન્ય કવિમહાશયોએ પણ પોતાની રચનાઓ દ્વારા મહેફિલમાં રંગ જમાવી દીધો.

   

  Valibhai Musa

 5. ફરેી એકવાર અભિનંદન સપનાબેન્

   

  nilam doshi

 6. સુશ્રી સપનાબેન

  આપનું સ્વપ્ન સોહામણું છે. સવારનાં સ્વપ્નો જેવી જ મધુરી ગઝલોનો
  સંગ્રહ, એ આપની કવિત્ત્વ શક્તિનો પરિચય છે. સરસ સંભારણું, આનંદના અવસરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 7. My Heartiest Congratulations May you touch the sky in fame and prosper always Loved your article

   

  Shenny Mawji

 8. My Heartiest congratulations May you prosper always Love to read your poems and Lekh

   

  Shenny Mawji

 9. ‘સમી સાંજના સપનાં’મુબારક હો.અલ્લાહ કરે ઝોરે કલમ ઔર જ્યાદહ.

   

  Muhammedali Wafa

 10. To: banuma vijapura
  Picture of mali barad
  Please accept my heartily congratulations..Proud of you bena…and also good luck for your further progress.
  Vishvdeep Barad

   

  sapana

 11. ખુબ ખુબ અભિનંદન બહેના…સપના ને હોય નહીં માઝા તોય તારા સપના ઓછા છે નથી ઝાઝા….!! ને જ્યારે થાય છે સાકાર
  રેખા શુકલ

   

  sapana

 12. ભાવભર્યુ આમંત્રણ આપનુ લાવી ખૂશી મારા દિલમાં
  કે મને મોકો મળ્યો સમી સાંજે કવિઓના સાનિધ્ય્માં

  ખૂબ અભિનંદન..

   

  Iqbal Dantreliya

 13. દિલ થી ખુબ ખુબ અભિનંદન….

   
 14. સપનાજી, આપના હાથે આવા આપના અનેક સપના સાકાર થતાં રહે તે સપના સાથે મા ગુર્જરી પણ હરખાય છે અને સાહિત્યનું સર્જન પણ અનેકને ભાગીદાર ને માર્ગદર્શન પ્રેરણા મનોરંજન આપતું રહે છે….આપના આ પ્રસંગે રુબરુ ઉપસ્થીત રહ્યા તે ભાગ્યશાળિ છે.

   

  dilip

 15. આ એક અદભૂત કાર્યક્રમ હતો. પુસ્તકના વિમોચન ના આ કાર્યક્રમનું સંચાલન ડો.રઇશ મણિયારે અત્યંત હળવી અને તેમની આગવી શૈલીમાં કર્યુ. શરીફભાઇ(સપનાબેનના પતિદેવ) એ નિખાલસ કબુલાત કરી કે, તેમણે ‘સમીસાજના સપના’ હજુ વાંચવાનું બાકી છે. તો કાર્યક્રમ પૂરો થવા આવ્યો ત્યારે સપનાબેન આ કાવ્યસંગ્રહમાંથી કવિતાનું પઠન કરતાં હતા ત્યારે શરીફભાઇ વ્યવસ્થાના ભાગરૂપે વ્યસ્ત હતા. શરીફભાઇની હર-ફર કરવાની પ્રવૃત્તિ ડો.રઇશ મણિયારે જોઇ. પતી ગયું. એવી તક છોડે એ રઇશ મણિયાર નહીં. એમણે કહી દીધું કે, શરીફભાઇએ સપનાબેનનો કાવ્ય સંગ્રહ વાંચ્યો નથી – એવું તો શરીફભાઇએ જ કહ્યું આપણને પણ પાછા, સપનાબેન એમની કવિતા વાંચે છે તો શરીફભાઇ સાંભળતા પણ નથી…એમ કહી શરીફભાઇની મીઠી મજાક કરી. રઇશભાઇએ આ મીઠી મજાક કરી હતી પણ એવી સરસ રીતે કહ્યું કે પાછી એ નિર્દોષ મજાક લાગે. શરીફભાઇ-સપનાબેન સહીત બધા હસી પડ્યા…

  વિમોચન પછી મુશાયરો શરૂ થયો. બધા કવિઓએ તેમની મસ્ત મસ્ત કવિતાઓ ફરમાવી અને બહુ જ મઝા આવી ગઇ.. ખલીલ ધનતેજવી સાહેબે તો વળી ડબલ સેન્ચ્યુરી વાળુ બેટ ફેરવ્યું એક પીઢ અને કસાયેલી કલમના એ કસબીને સાંભળવાની તક આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને મળી..

  અને હેમંતભાઇ, ચંદ્રેશભાઇ, ની રચનાઓ બહુ જ સરસ હતી.

  વળી એમાંય કૃષ્ણભાઇ દવે એ તો, મેં… મેં…. કરીને કમાલ કરી નાંખી….આ કવિઓએ તેમની કવિતા એવી રીતે રજુ કરી જાણે કે, તેમના હૃદય જ બહાર સજાવીને મૂકી દીધા..હૃદયના ઉંડાણમાંથી કવિતા જ્યારે સ્ફૂરી હશે તે વખતની મનોદશાએ પહોંચીને શ્રી કૃષ્ણભાઇ દવેએ કવિતાઓ સંભાળાવી – માત્ર વાંચી નહીં.

  આમ કવિતા રચાવાની પળો જાણે કે લાઇવ થઇ ગઇ… અને એ કવિતાના પૂરમાં સૌ કોઇ તણાવાની મઝા માણવા લાગ્યા…

  આખો આ કાર્યક્રમ એટલો સરસ હતો કે જાણે આંખના પલકારામાં જ પૂરો થઇ ગયો..‘સમી સાંજના સપના’ વિમોચનનો કાર્યક્રમ માત્ર સપનાબેન માટે જ નહીં ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહે તેવો થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન બહુ જ સરસ હતું.

  સપનાબેન ને તેમના પતિદેવ અત્યંત મૈત્રીપૂર્ણ રીતે સહયોગ કરે છે – એ કપલને જોવું એ સુખી દાંપત્યુનું ઉદાહરણ છે.

  હેમંતભાઇ પુણેકર પુનાથી ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા હતા. હેમંતભાઇએ વાંચેલી તેમની ગઝલ..

  મહેર મારી ઉપર કરે ના કરે…

  https://www.facebook.com/photo.php?fbid=497876543661188&set=a.174690845979761.37462.158975330884646&type=1&stream_ref=10

  હેમંતભાઇ અને ચંદ્રેશભાઇ ને આજની નવી પેઢીના ઉગતા સિતારા જેવા કવિઓની રૂઇએ ડો. રઇશભાઇ મણિયારે નવાજ્યા.

   

  P U Thakkar

 16. અભિનંદન સપ્નાબેન,ાને આવાં સપના સાકાર થયા કરે,ી જ.

   

  himanshu patel

 17. જેના સૌથી વધુ શિડ્યુલ ટાઇટ હોય તેવા લોકો બ્વાકીના બધા કામો કોરાણે મુકીને અન્ય આમંત્રણોને બાજુ પ્ર મુકીને આવેલા હતા તે શ્રોતાગણના ખાસ વ્યક્તિઓને આપ ભુલી ગયા છો તે જરા નોંધનીય છે.. વકતાઓને સાંભળે અને સમજી શકે તેવા ખાસ શ્રોતાઓનો એક લીટીનો આભાર માનીને આપે થોડો વિશેષ અન્યાય તો કર્યો છે….. આભાર

   

  RAJ PRAJAPATI

 18. સપનાબહેનને બીજો કાવ્યસંગ્રહ પ્રગટકરવા બદલ અભિનંદન. એમના પ્ર્થમ કાવ્યસંગ્ર્હ “ખૂલી આંકનાં સપનાં” બે વખત વાંચીને એનો રીવ્યૂ http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટ કરેલો. એ બ્લોગના “ગિરીશના ભાવ પ્રતિભાવ વિભાગમાં જરૂર વાંચશો. પોસ્ટનું નામ છેઃ ‘સપના’ વિજાપુરાનાં ‘ખૂલી આંખનાં સપનાં’ (ગિરીશના ભાવ પ્રતિભાવ).
  સપનાબહેને મને કહેલું કે માર્કેટીંગમાં એ કાચાં છે.પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને કોઈ માર્કેટીંગ એક્સપર્ટ મળે અને એમનાં બન્ને પુસ્તકો લાખ્ખોની સ્ંખ્યામાં વેચાય! ગુજરાતીભાષાનો એ ચમત્કાર ગણાશે.
  અશક્ય લાગતું આ સપનું જરૂર સાચું થઈ શકે.
  –ગિરીશ પરીખ

   

  Girish Parikh

 19. Congrats..Baalkrishn Vyaas

   

  sapana

 20. વોન્ટેડ (Wanted)
  અમેરિકામાં વસતા વ્યાપારી દૃષ્ટિ ધરાવતા સાહિત્ય રસિક અને મહેનતુ ગુજરાતી પુસ્તક પ્રસારકોની. એમના સ્પેર ટાઈમમાં આ ઉમદા કાર્ય કરીને કમાણી પણ કરી શકે.
  આ અંગે હું યોજના વિચારી રહ્યો છું અને અનુકૂળતાએ એ વિશે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર લખવા પ્રયત્ન કરીશ. આ પોસ્ટનો વધુમાં વધુ પ્રસાર કરવા વિનંતી કરું છું.
  — ગિરીશ પરીખ
  E-mail: girish116@yahoo.com સબ્જેક્ટ લાઈનમાં “અમેરિકામાં ગુજરાતી પુસ્તક પ્રસાર” લખશો.

   

  Girish Parikh

 21. બુક વિમોચન સારી રીતે થયું….સપનાનું સપનું ‘સાકાર” થયું અને અહીં અમેરીકામાં ચંદ્ર (ભાઈ)ને હૈયે છે ખુશી.
  અભિનંદન !
  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  HOPE to SEE you @ Chandrapukar !

   

  DR. CHANDRAVADAN MISTRY

 22. સપનાબેન્,
  આપના સપના સાકાર થાય, નવા નવા સપના જોતા રહો, અમને થાળ સપનાઓનો પીરસતા રહો
  ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હાર્દિક અભિન્ંદન્
  િઇન્દુ શાહ્

   

  ઇન્દુ શાહ

Leave a Reply

Message:

 


Warning: Invalid argument supplied for foreach() in /homepages/1/d487227804/htdocs/wp-includes/script-loader.php on line 2781