20 Jun 2009

આકાર ક્યાં છે?

Posted by sapana

આકાર ક્યાં છે?

અડગ જીવન તણો આધાર ક્યાં છે?
અટલ આ મૃત્યુ પણ લાચાર ક્યાં છે?

સ્વીકારૂ છું-હ્રદયમાં તું રહે છે,
પિછાણું કઈ રીતે?આકાર ક્યાં છે?

વિરહમાં તું ય તડપે છે સખા, ને,
મને પણ ઝપ હવે પળવાર ક્યાં છે?

નમું શાને તને કર શીશ ઢોળી?
વરસવા તું ય તે તૈયાર ક્યાં છે?

હશે આરામથી એ માન તું, દિલ,
ખટક દિલમાં ય પારાવાર ક્યાં છે?

નયન છો ને નીરખતા લાખ સપના!
કે સપનાં કોઈ પણ સાકાર ક્યાં છે?

છંદઃ લગાગાગાલગાગાગાલગાગા

સપના

Subscribe to Comments

4 Responses to “આકાર ક્યાં છે?”

  1. બહુ સરસ

     

    bharat suchak

  2. કવિતા નિયમિત લખો છો..ઘણોઅજ આનંદ થાય છે. એ પણ સુંદર કવિતા..છંદ સાથે…

     

    vishwadeep

  3. ખુબ જ સરસ્

    બસ આમ જ લખતા રહો

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  4. ઘણા સમય પછી નવો છંદ પકડ્યો એ જોઈ આનંદ થયો…

    એક ચેતવણી મિત્ર હોવાના નાતે આપું?

    છંદના રસ્તે ચાલવા મથી રહ્યા છો ત્યારે કોઈ નિષ્ણાતના સતત સંપર્કમાં રહી જે નાની નાની ભૂલો થાય છે એ નિવારવાની પ્રામાણિક કોશિશ કરો. અત્યારે જો એ નહીં કરી શકો તો આખી જિંદગી છંદના નામે કાખઘોડી લઈ જ લંગડાતી રહેશે તમારી સહુ રચનાઓ…

    જોડાક્ષરને લઘુ તરીકે ન લઈ શકાય. જિંદગી (જિન્ + દ+ ગી) લગાગા નહીં પણ ગાલગા છે. એજ રીતે અંતર (અન્ +તર) પણ લગા નહીં ગાગા છે. ‘ચેન’ ગાલ છે પણ ‘ચેન જ’ વાપરો તો ગાગા થઈ જાય. જ આગલા ન સાથે જોડાઈને એને ગુરુભાર આપે છે. ‘સમક્ષ’ (સ+ મક્ + શ) ગાગા નહીં પણ લગાલ છે. નયન લગા છે…

     

    વિવેક ટેલર

Leave a Reply

Message: