16 Apr 2013

વસંતનાં વધામણાં

Posted by sapana

bird and flowers

રૂપેરી બરફ ઉપર
સોનેરી સૂર્યકિરણો
આંખને આંજી નાખે ત્યારે
એક કિરણ
મારી આંખોમાંથી પણ નીકળે છે
એક
આશાનું કિરણ
એક કળીઓનું કિરણ
એક ફૂલોનું કિરણ
એક મહેંક્તું કિરણ
એક પંખી જેવું ચહેકતું કિરણ
એક વરસાદી કિરણ
એક વસંતી કિરણ…
સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “વસંતનાં વધામણાં”

  1. મારી આંખોમાંથી પણ નીકળે છે
    એક
    આશાનું કિરણ

    સરસ.

     

    PanchamShukla

  2. એક પંખી જેવું ચહેકતું કિરણ
    એક વરસાદી કિરણ
    એક વસંતી કિરણ…
    સુન્દર અછાન્દસ્ રુતુરાજ વસન્તના આગમનના એન્ધાણ કરતુ…
    એક જ કિરણથી બરફ ઓગળશે, અન્કુર ફુટ્શે, ફુલ ખિલશે

     

    dilip

  3. સુંદર અછાંદસ…!!

     

    અશોક જાની 'આનંદ'

  4. વસંતની તાજગી ને નવુનતા સભર કવિતા ખીલી.
    સરસ કૃતિ માટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  5. અનેક કિરણોમાં……

    એક વસંતી કિરણ…
    સપના વિજાપુરા
    ગમ્યું !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  6. સુંદર રચના ગમી

     

    kishore modi

  7. મજાનુ કાવ્ય.
    સરયૂ

     

    SARYU PARIKH

Leave a Reply

Message: