29 Jun 2014

વરસાદ

Posted by sapana

girl in rain

વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું
વાલમ તને સમ છે હું તો ઘરમાં નહીં આવું

ભીંજવે મન અને તન મારું ભીંજવે ભીંજવે
ઉંબરે ઊભો ઊભો તું કદી નહી જ સમજે
બાળપણ મારું આવે ફરી ફરી મારે આંગણે
ભીની ચૂંદડી મારી સરક સરક સરકે

ઢગલા ભરી વ્હાલનાં હું તારી કને લાવું
વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું

પંખીડા કેવાં સૂરમાં ગાતા ને હરખાતા
વાછટમાં એ વ્હાલા કેવાં ભીંજાતા હરખાતાં
કોરા કેમ રહી ગ્યા મારી આંખનાં સપનાં
છટપટ પ્રીતનાં બાણ પણ હવે ના વાગતાં

આંખ્યુંથી હું તો ઢગલો ભરીને આંસુડા ઢોળું
વરસાદને મૂકીને હું તો ઘરમાં નહીં આવું

સપના વિજાપુરા 

Subscribe to Comments

4 Responses to “વરસાદ”

  1. આંખ્યુંથી હું તો ઢગલો ભરીને આંસુડા ઢોળૂં
    વરસાદને મૂકીને હું તો ઘરમાં નહીં આવું
    સપના સપના
    …………………………………………………………………
    સપનાના આંસુડાના નીર વરસાદમાં વહે,
    જાણે વરસાદ અને આંસુડા એક બની વહે,
    કેમ કરીને સપના વરસાદને છોડી ઘરમાં આવે ?
    હવે ચંદ્ર્ને સમજાય કે સપના-જીવનની યાદ એ લાવે !
    ….ચંદ્રવદન્
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સરસ ભાવવાહી ગીત.
    સરયૂ

     

    Saryu Parikh

  3. વરસાદેી મહૌલ ઉભો કરવાનેી સરસ કોશિષ

     

    અશોક જાની 'આનંદ'

  4. saras Mauka no geet

     

    Shenny Mawji

Leave a Reply

Message: