12 Apr 2013

અમેરીકા આવતાં

Posted by sapana

henna-hands

હજું પણ એ પ્લેનનો ઘોંઘાંટ મારાં કાનને
બધિર કરી દે છે..
પ્લેનની દુર્ગંધ શ્વાસ લેવાં નથી દેતી
પહેલી વાર પીયા મિલન માટે
પ્લેનમાં બેઠી હતી
મહેંદી ભરેલા હાથ અને
અને આછી આસમાની કલરની સાડી…
અને કોણ હતું મારી સાથે પ્લેનમાં?
રાજેન્દ્રકુમાર…
જ્યારે રાજેન્દ્રકુમારે એર હોસ્ટેસને
મારી મહેંદીનું વર્ણન કર્યુ
હું તો અબોલ થઈ ગઈ હતી..
ભારત છોડી અમેરીકા આવતાં
ઘણું છોડી દીધું હતું..
માં નો સુવાળૉ સાથ અને
ભાઈ બહેનની લાગણી
આશા અને અપેક્ષા લઈ ઊડી આવી હતી..
ઘણું મળ્યું..અમેરીકામાં
પણ ના મળ્યો એ સુવાળો સાથ અને વ્હાલ..
એ પપ્પાની ભૂરી આંખોનો સ્નેહ અને
બા ના જુના સાડલાનો સહારો.
આવી પીયા મિલન કાજ
પણ અધૂરી રહી ગઈ..
એ એપ્રીલની ૨૧ મી તારીખે
ઘણું પામ્યું ઘણું ગુમાવ્યુ…
અમેરીકા આવતાં……..
સપના વિજાપુરા

Subscribe to Comments

9 Responses to “અમેરીકા આવતાં”

  1. ઘણું પામ્યું ઘણું ગુમાવ્યુ…
    અમેરીકા આવતાં
    વેદનાની સુંદર અનુભૂતિ
    ભૂતકાળ કાપીને જવાનું છે. આંસુ મૂકીને જવાનું છે. આત્મીય મૃતકોના સુખડના હાર ચડાવેલા ફોટાઓને પ્રયત્ન કરીને ભૂલીને જવાનું છે. એ મમીની ચંપલ, એ ડૅડીનું ટૂથબ્રશ, એ નાનીબહેનનો કાંસકો, એ મોટાભાઈનો ટુવાલ હવે નવા જીવનમાં નથી. દાદીનાં બાયફોકલ ચશ્માં અને દાદાનાં ડેન્ચર હવે પાછળ રહી જવાનાં છે. કદાચ વિદેશમાં જવાનું છે, દરિયાપાર, એ દેશમાં જ્યાં સાસરું અને પિયર જેવા શબ્દો જ નથી.

     

    pragnaju

  2. ઘણું મળ્યું..અમેરીકામાં
    પણ ના મળ્યો એ સુવાળો સાથ અને વ્હાલ..
    એ પપ્પાની ભૂરી આંખોનો સ્નેહ અને
    બા ના જુના સાડલાનો સહારો.

    ………………………………….

    આપે આટલા શબ્દોમાં લાગણીઓના ધોધ છોડી દીધા છે. એક દીકરી
    ને બીજે વસવાની સમયે જે વ્યથા અનુભવાતી હશે તે સઘળી આપ
    કવિયત્રી હોવાથી છલકાવી શક્યા છો. મને અમારી બે દીકરી અહીં
    હોવાથી આપના શબ્દોનું હાર્દ અને લાગણીઓ તમારી રીતે જ અનુભવાઈ.

    લાગણીઓમાં રમતી આપની કલમને ધન્યવાદ.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. એક લાગણીસભર સંવેદનની કુદરતી રજૂઆત. સરસ.

     

    Pancham Shukla

  4. એ એપ્રીલની ૨૧ મી તારીખે…..
    કાવ્યરૂપે એક વર્ણન !
    સુંદર !
    હવે આવજો ચંદ્રપૂકાર પર તમે !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. સરસ રચના.
    સંવેદના થી ભરપુર અને પ્રેમાળ સથવારાની યાદો.
    સારી રીતે શબ્દો માં મુકી શક્યા છો.

     

    urvashi parekh

  6. saras chhe, bhavnao thi bhar-pur, aanandit
    rehman saaz

     

    sapana

  7. આપની ઘણી ગઝલો વાંચી ગયો. લાદે છે કે આપે મોટા કવિ્ગઝલકારોની મહેફિલમાં પ્રવેશ મેળવી લીધો– અભિનંદન.
    હરનિશ જાની.
    આપનું પુસ્તક અમારીલાયબ્રેરી શોભાવે છે.

     

    sapana

  8. લાગણીસભર રજૂઆત !
    સરસ !

     

    Pravin Shah

  9. સરસ

     

    kishore modi

Leave a Reply

Message: