31 Mar 2013

ક્યાં સુધી

Posted by sapana

laughing woman

તું જ કહે હું ક્યાં સુધી હસતું વદન રાખું?
ને નયનમાં સાવ  તૂટેલાં  સપન રાખું?

છે ભલેને આંખમાં  મણમણનાઆંસુ પણ 
હું હંમેશા હોઠ પર ખીલતાં  સુમન રાખું

મન મહીં બળબળતો દાવાનળ પચાવીને 
હું હૃદયમાં શાંત ને શીતળ  પવન રાખું

ક્યાં સુધી અબળા બની જૂલમો  સહે રાખું ?
ક્યાં સુધી  હૈયામાં ધગધગતી અગન રાખું?

હોય છે જીવ ઈંટ,  પથ્થરમાં ને માટીમાં 
એમ સમજીને  સજાવી હું  સદન રાખું

આગમન મૃત્યુ તણું  નક્કી જ છે એથી 
હું હંમેશા સાચવી ઘરમાં  કફન રાખું

 તન વસ્યું પરદેશમાં તો શું થયું ‘સપના’
હું હંમેશા આંખ ને દિલમાં વતન રાખું

સપના વિજાપુરા

Subscribe to Comments

18 Responses to “ક્યાં સુધી”

  1. સરસ ગઝલ.

    મોતનો નક્કી છે સમય ધારી
    એક ઘરમાં તેથી કફન રાખું

    બહુ સચોટ વાત.

     

    MANHAR M.MODY

  2. મોતનો નક્કી છે સમય ધારી
    એક ઘરમાં તેથી કફન રાખું
    છો બની ગયા છીએ વિદેશી પણ
    આંખમાં ને દિલમાં વતન રાખું…….

    બહોત ખુબ સપનાજી….આ બે શેર માં આપે ….મઝા લાવેવે દીધી.. અભિનંદન…

     

    narendrajagtap

  3. સરસ રચના.
    છો બનિ ગય વિદેશી, પણ આન્ખ માં ને દીલ માં વતન રાખુ,
    અને ઘર માં કફન રાખવાની વાત ગમી.

     

    urvashi parekh

  4. સરસ.

     

    PanchamShukla

  5. મોતનો નક્કી છે સમય ધારી
    એક ઘરમાં તેથી કફન રાખું..

    બહોત ખુબ,સપના..આ મક્તા કર્યો હોત તો ઓર જામત. કબિલેદાદ…

     

    Devika Dhruva

  6. Very well said poem Deep thoughtful ashar GOOD

     

    Shenny Mawji

  7. ખુબ સરસ !
    મઝા આવી.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar

     

    DR. CHANDRAVADAN MISTRY

  8. મોતનો નક્કી છે સમય ધારી
    એક ઘરમાં તેથી કફન રાખું
    સરસ
    અમે તો મરણ પોટલી રાખીએ!

     

    pragnaju

  9. પ્રિય સપના, ખુબ સરસ.
    તમારી બીજી રચનાઓ પણ ઉત્તમ.
    વાત કરશું. સરયૂ

     

    SARYU PARIKH

  10. એક એક શેર માં ગહન વ્યથા અભિવ્યક્ત કરતિ ગઝલ..
    રક્તથી મારા બાગને સીંચી
    મ્હેક્તાંને હસતાં ચમન રાખું

     

    dilip

  11. રક્તથી મારા બાગને સીંચી
    મ્હેક્તાંને હસતાં ચમન રાખું
    ખુબ જ ગહન અભિવ્યક્તિ ..

     

    dilip

  12. રક્તથી મારા બાગને સીંચી
    મ્હેક્તાંને હસતાં ચમન રાખું
    ખુબ જ ગહન ગઝલ્..

     

    dilip

  13. સરસ અને ગહન ગઝલ.મનભરી વાચી.

     

    himanshu patel

  14. સરસ ગઝલ.
    છો બની ગયા છીએ વિદેશી પણ
    આંખમાં ને દિલમાં વતન રાખું

    કાળ’ સપના’ નો તો પડી ગયો
    એક સપનું આંખે દફન રાખું

    સપના વિજાપુરા
    ખૂબ જ ભાવસભર શબ્દો અને લય રમ્યા છે…આપની કલમની આ
    વિશેષતા નોંખી રીતે ઝબકેછે..સુશ્રી સપનાબેન.

     

    Ramesh Patel

  15. છો બની ગયા છીએ વિદેશી પણ
    આંખમાં ને દિલમાં વતન રાખું..વતન ભાવના ની સરસ વાત્..દેશ અગન ના જા સકતે હૈ વતન યહ બસા સકતે હૈ
    કાળ’ સપના’ નો તો પડી ગયો
    એક સપનું આંખે દફન રાખું…શુબ વાત જ્યા સુધી સન્સાર સપના અને તે પછી..સુખદુ ની પાર પાર
    રક્તથી મારા બાગને સીંચી
    મ્હેક્તાંને હસતાં ચમન રાખું…જીવન એવુ જ છે સમર્પણ માંગે છે તે પછી કોઈપણ ક ક્ષેત્ર હોય્..
    જીવ પથ્થરમાં હોય છે માની
    હું સજાવીને આ સદન રાખુંહી જ મૂર્તિપૂજાનું રહસ્ય છે..તેન હોવ ન હોવાનું પોતાની શ્રધા પર આધારિત છે..પથ્થ્ર્માં પણ પ્રાણ છે જ ..કઈ દ્રુશ્ટી જુએ તે પર..
    ખુબ જ વેધક અને ગહન ગઝલ ..

     

    dilip

  16. khubj saras

     

    Pravin Shrimali

  17. સુંદર રચના.

     

    Muhammedali Wafa

  18. સ્પ્ને હિ સ્વપ્ને કબ હુવે અપ્ને, અન્ખ ખુલિ ઔર તુત ગયે…

    સવ્પ્ને હિ સ્વપ્ને બેન ઓ મરિ, તુ તો ચિન્તઅ ન કરિશ. સનત રઅવલ. ભરત

     

Leave a Reply

Message: