27 Feb 2013

લીલી ડાળ

Posted by sapana

suku pan

પાન છું હું પાનખરનું તું લીલીછમ ડાળ છે,
છું નદી સૂક્કી ને તું સાગરસમો વિશાળ છે.

તરફડુ હું બંધ ખૂણામાં, તું હસતો જાય છે,
અય, ખુદા હું માછલી ને આખી દુનિયા જાળ છે.

હાં, હજુ ક્યાં ઈશ્કના મેં પાર ઈમ્તેહાં કર્યા ?
તુજની બરબાદીતણું મારા જ શીરપર આળ છે.

શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.

છો રહે આંખો થકી ઓઝલ તું, ઓ મન મીતવા,
મેં બનાવી એક સપના-સ્નેહની આ પાળ છે.

સપના’ વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “લીલી ડાળ”

  1. શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
    તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.
    છો રહે આંખો થકી ઓઝલ તું, ઓ મન મીતવા,

     

    rajendradave

  2. સ ર્ સ

     

    J.D.Gadhvi

  3. good very good

     

    J.D.Gadhvi

  4. શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
    તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.
    ખુબ સુન્દર ગઝલ ..

     

    Dilip Gajjar

  5. પાન છું હું પાનખરનું તું લીલીછમ ડાળ છે””” ખૂબસૂરત

     

    nr patel

  6. શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
    તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.

    સરસ …..સરસ છે તમારી રચના.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  7. ખૂબ જ સુન્ંદર ગઝલ છે.

    રમેશ પટૅલ ( આકશ્દેીપ્)

     

    Ramesh Patel

Leave a Reply

Message: