5 Feb 2013

સ્મરણો લાવશે

Posted by sapana

61490-bigthumbnail

 મંદ મઘમઘતો પવન, તારા  સ્મરણો લાવશે,
 મધુકરને સુમન, તારા  સ્મરણો લાવશે.

ચાંદની આ રાત ભીંજાતાતડપતા આ  ચકોર,
નીર સાગરના ગહન, તારા  સ્મરણો લાવશે.

સાંજનાં આછાં ગુલાબી રંગ, વરસે આગ પણ
રાતનું શ્યામલ ગગન, તારા  સ્મરણો લાવશે.

ગુંજતો પંખી તણો કલરવ ચમન માં ઓ પ્રિતમ,
સૂર સરગમના કવન, તારા  સ્મરણો લાવશે

રેતનાં પગલાં સ્મરણ ને હચમચાવી નાખશે,
નામ તારું ઓ સજન, તારા  સ્મરણો લાવશે.

આંખ જો મારી મળે, ક્ષણભર હવે તો પ્રિયતમ,
 ‘સપના’ નાં નયન, તારા  સ્મરણો લાવશે.

સપના વિજાપુરા

૨-૦૪-૨૦૧૩

Subscribe to Comments

11 Responses to “સ્મરણો લાવશે”

  1. બહુ સરસ. “ચાંદની…અને ચકોર સાથેની વાત વિશેષ ગમી.
    યાદ સાથે …સરયૂ

     

    SARYU PARIKH

  2. રાતનું શ્યામલ ગગન, તારા જ સ્મરણો લાવશે.

    સપનાબેન,
    સરસ છે..ગમી !
    …..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. સમગ્ર ગઝલ નાજુક સંવેદનોથી ભરેલી છે,ગમી.

     

    himanshu patel

  4. સુંદર !

     

    વિવેક ટેલર

  5. આંખ જો મારી મળે, ક્ષણભર હવે તો પ્રિયતમ,
    આજ સપનાંના નયન, તારા જ સ્મરણો લાવશે.

     

    pradip raval

  6. ગુંજતો પંખી તણો કલરવ ચમનમાં ઓ પ્રિતમ,
    સૂર સરગમના કવન, તારા જ સ્મરણો લાવશે

    રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
    નામ તારું ઓ સજન, તારા જ સ્મરણો લાવશે.
    બહુ સરસ

     

    pragnaju

  7. અરે વાહ્.. ખુબ સરસ….

     

    Devika Dhruva

  8. નવી રદિફને નિભાવતી સુંદર અને સરળ પ્રવાહિતા સાથે વહી જતી ગઝલ … ગમી..!!

     

    અશોક જાની 'આનંદ'

  9. તારા જ સ્મરણો લાવશે.”.

    ખૂબ જ સુન્દર

    રમ્મેશ પટૅલ (આકાશદેીપ)

     

    Ramesh Patel

  10. આપની ઉત્તમ ગઝલોમાં ની એક ગઝલ ખુબ ગમી..

     

    Dilip Gajjar

  11. Khub saras

     

    samsuddin patel

Leave a Reply

Message: