યાદોનાં મોતી

pearls

આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયાં છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતાં વાળતાં મોતી મળી આવ્યાં,
હતા એ તારી યાદનાં મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવાં,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથું પકડી,
ભલે રહયા,નથી નડતાં મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
‘સપના’ની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનું,એક મોતી એમ પરોવીશ,
તારાં ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના વિજાપુરા

04-17-2009

6 thoughts on “યાદોનાં મોતી

 1. Devika Dhruva

  યાદોના મોતીની માળા એટલે હીરાથી વિશેષ મોંઘી માળા…બરાબર ને ? ખુબ સરસ….ખુબ સરસ…

 2. Ramesh Patel

  સુંદર ભાવોના આ મોતી છે. યાદોની માળામાં ગુંથાયેલાછે.
  સરસ હૃદય ભીંજવતી વાત.
  રમેશ પટેલ(આકાશદીપ)

 3. pragnaju

  તેરે ભયે માન લે ભલો બુરો સંસાર ।
  “નારાયણ” તું બેઠકે અપનો ભવન બુહાર ।।
  હે સંસારી જીવ ! તારી માન્યતા પ્રમાણે સંસારને ભલો કે બુરો તું માની લે, પણ હે નારાયણ ! (આ દોહો લખનાર પોતાના મનને શિખામણ આપે છે) તું સાવધાન થઇને તારૂં જ ઘર (હૃદય) સાફ કર ! મતલબકે આપણે બીજાનો દોષ જોઇ તેના દોષ કઢાવવા પ્રયત્ન કરીયે છીએ પણ આપણામાં તો દોષ રૂપી કચરો કેટલોય પડ્યો હોય છે, તે તો સુઝતો નથી ને તેને સાફ કરતા નથી.
  આજે સાવરણી લઈને બેઠી,
  દિલનો કચરો ચાલ વાળી લઉ.
  દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
  આજે દિલની સફાઈ કરી લઉ.
  લાગી ગયાં છે નફરતના જાળાઓ,
  આજે એ જાળાઓની સાફસુફી કરુ.
  સુંદર યાદ
  “જય દર્પણ જોનાર તું, જેવું તુજમાં એવું દીસે જગમાં.”
  અને
  “નીંદક નિયરે રાખીયે, આંગન કુટી બસાય” સાફસુફી થાય
  બનશે યાદોની માળા.

 4. pradip raval,editor of jan fariyad Int.news paper

  તળાવ ના કિનારે બેસી ને જયારે કકરી પાણી માં નાખીએ ને જે તરંગો ઉભા થાય તેને એક મિનીટ માટે વિચારી જુઓ ને કમ્પેર કરો આ ખુલી આંખ ના સપના ના મોતીઓ સાથે………ખુબ સરસ…સાયકોલોજીકલ દીપોજિત સમાનતા ના વાદળો ઘેરાય ત્યારે પાકે ને વ્યાજ ત્યારેજ દીપોજિત માં ઉમેરાય…તેને વટાવાય નહિ……

 5. rajendradave

  હતા એ તારી યાદનાં મોતી મોંઘા.
  ઘણા પ્રયત્નો કર્યા એને વાળવાં,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.