12 Nov 2012

ડો. સુમન શાહ

Posted by sapana

ફોટામાં ડાબી બાજુથી રશ્મીકાબેન શાહ. ડો.સુમન શાહ,ડો અશરફભાઈ ડબાવાલા,ડો.મધુમતી મહેતા,સપના વિજાપુરા અને શરીફ વિજાપુરા

ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર સમીક્ષક અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ પહેલી નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઇમાં થયો હતો.એમનાં ૭૩ થી વધારે પ્રકાશનો છે.વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે. એમનો શોધનિબન્ધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ સ્વરૂપે પ્રકાશિત છે. ૨૦૦૮માં એમના ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એમને અવોર્ડ અપાયો છે.પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું.ડો. સુમન શાહને ગમતા સાહિત્યકારોમાં . કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દોસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હેમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વિગેરે છે.ડો. સુમન શાહ શિકાગો નજીક એક પીયોરીયા નામના ગામમાં એમના દીકરાને ત્યાં રોકાયા હતાં.ઘણા વરસોથી ભારત અને અમેરીકા સિવાય બીજા ઘણા દેશોને પોતાના  જ્ઞાનથી લોકોને અજવાળતા રહે છે.

નવેમ્બર ૩,૨૦૧૨ ના દિવસે ડો.અશરફભાઈએ તથા ડો.મધુમતીબેન મહેતા એ પોતાના ઘરનાં દ્વાર ફરી એક વાર સાહિત્ય માટે ખોલી આપ્યા હતાં.અને શ્યામબર્ગ, ઈલીનોઈસમાં ડો.સુમન શાહ તથા એમનાં ધર્મપત્ની રશ્મીકાબેનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ડો.સુમન શાહની ઓળખાણ ડો.અશરફભાઈ સરળ શબ્દોમાં આપી હતી.અને આધુનિક વાર્તાકાર તરીકે બીરદાવ્યા હતાં.

વિરામ પહેલા એમણે વાર્તા કેવી રીતે લખવી એ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. ટૂંકી વાર્તાની ટૂંકી વાત સમજાવતા એમણે છ મુદ્દા બતાવ્યા હતાં.
સૌથી પ્રથમ મુદ્દો ટૂંકી વાર્તા ટૂંકી હોવી જોઇયે.બીજો મુદ્દો ટૂંકામાં ઘણું કહેવાની શક્તિ શબ્દોમાં છલકાવી જોઈયે. હવે આ વાર્તા કેટલી ટૂંકી હોય તે વાર્તાકારે નક્કી કરવાનું હોય છે. ત્રીજા મહત્વના મુદ્દામા એમણે જણાવ્યુ હતુ કે વાર્તા એકજ પ્રસંગ પર હોવી જોઈયે અને આ એક પ્રસંગ સાથે પાત્રોના જીવનની થોડી ઘણી ઝાંખી થવી જોઇયે.ચોથા મુદ્દામા ડો સુમન શાહે જણાવ્યુ હતું કે જ્યારે વાર્તા પૂરી થાય ત્યારે એ વાર્તા હ્ર્દય ઉપર પ્રભાવ અને અસર છોડી જવી જોઇયે એટલેકે માણસને વિચાર કરતો કરી દે એવી હોવી જોઇયે.પાંચમાં મુદ્દામાં એમણે જણાવ્યું હતું કે ટૂંકી વાર્તા કહેવાની અને સાંભળવાની વસ્તુ છે એટલે દ્ર્શ્યો તાદ્રશ્ય થવાં જોઇયે…જેવી રીતે મુવીમાં નજર સમક્ષ બધું બને છે એવી રીતે કલ્પનામાં દ્રશ્ય નજર સમક્ષ અનુભવવુ જોઇયે.અને છેલ્લાં મુદ્દામાં કઈક બોધ મળવો જોઇયે કે કઈક સુચના મળવી જોઇયે.આ છ એ મુદ્દા એમને એક પોતાની વાર્તા ‘કાગારોળ અનલીમીટેડ’ વાર્તા દ્વારા સમજાવ્યા હતા. આ એમનાં વાર્તા સંગ્રહનું નામ પણ છે.શ્રોતાઓને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને મારાં માટે મોટો લ્હાવો હતો.

વીસ મીનીટના વિરામ બાદ ફરી કાર્યક્રમ ચાલુ થયો..આ વિરામ પછીના કાર્યક્રમમાં ડો. સુમનભાઈ હકારત્મક અભિગમ માટે બોલવાનુ હતું.દાર્શનીક આધાર વગર હકારત્મક ના થવાય.એવી એમની ફિલોસોફી છે.જેને ડહાપણનો લગાવ પણ કહે છે. દરેક ધર્મ પુસ્તકો કુરાન ગીતા કે બાઈબલ બધાં જ્ઞાનથી ભરેલાં છે પણ બધાં પુસ્તકો એક જ સલાહ આપે છે એ ડાહ્યા બનવાની.એમનું કહેવું છે કે ડહાપણ વગરનું જ્ઞાન કઈ કામનું નથી.એટલેકે ડહાપણ વગર’સીતાનું હરણ થયું પણ હરણની સીતા થઈ કે નહીં?’આવા સવાલ ઊભા થાય છે.ફીલોસોફીને એમણે બે શબ્દોમાં વહેંચી.ફિલિયા એટલે ડહાપણ અને સોફિયા એટલે પ્રિત એટલેકે ડહાપણની પ્રિતી..

હકારત્મક અભિગમ માટે એમણે ત્રણ નિયમો કહ્યા.પ્રથમ નિયમ સ્વિકાર.માનવીનો માનવી તરીકે સ્વિકાર્.ચાહે એ કોઇ પણ સ્થિતીમાં હોય ગરીબ હોય કે તવંગર, કાળો હોય કે ગોરો,કોઈ પણ જ્ઞાતિનો હોય માનવી નો માનવી તરીકેનો સ્વિકાર..બીજો નિયમ એમણે કહ્યો સહિષ્ણુતા..હ્ર્દયના પૂરા ભાવથી સામેની વ્યકતીને સહી લેવાની ભાવના. અને આ ભાવના ત્યારે જ આવે જ્યારે વ્યકતી પ્રત્યે પ્રેમ હોય ..અને ત્રીજો નિયમ પ્રેમ જણાવ્યો હતો.

એમના કહેવા પ્રમાણે હકારત્મક વ્યકતી પોતાની મહત્ત્વાકાંક્ષા ઉપર કાબૂ રાખે છે,ખોટા ઝગડા કે વિવાદમા સમય વેડફતા નથી.મનુષ્ય દરેક ક્ષણે મ્રુત્યુની નજીક જઈ રહ્યો છે.અને આ હહિકત છે એને ઠૂકરાવી શકાતી નથી.પણ એ દરેક ક્ષણ ખુશીથી અને આનંદથી વીતાવવી એ વ્યકતીના હાથમાં છે. ‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી,છાવ હૈ કભી તો ધૂપ હૈ જિંદગી, હરપલ યહાં જી ભર જીઓ જો હૈ સમા કલ હો ના હો’હકારત્મક અભિગમ કેળવવો અઘરો નથી..નકારત્મક વિચારોને ઠેલી અને હકારત્મક વિચારો લાવવા એ મનુષ્યના હાથમાં છે.

ડો. સુમન શાહના આ નાનકડા વાર્તાલાપથી મારાં હ્ર્દય ઉપર ઊંડી અસર પડી. ખાસ કરીને મેં લેખનકાર્ય હાથ ધર્યુ છે.અને સાહિત્યની દુનિયામાં પા પા પગલી ભરી રહી છું ત્યારે આવો હકારત્મક અભિગમ મારે અપનાવવો જ પડે.અંતમાં ડો.અશરફભાઈ અને ડો.મધુમતી મહેતાનો આભાર માની વિરમુ છું. એમના કારણે અમને આવા બધાં મહાનુભાવોની મુલાકાત થાય છે અને એમના જ્ઞાનનો અમને લાભ મળે છે.

સપના વિજાપુરા
૧૧-૦૯-૨૦૧૨
..

Subscribe to Comments

9 Responses to “ડો. સુમન શાહ”

  1. શ્રી બાનુમા,

    ખરે જ બોધપ્રદ વાર્તાલાપ

    દીપાવલીની ખૂબ ખૂબ શુભેછાઓ…..

     

    Atul Jani (Agantuk)

  2. સરસ માહિતેી..આનન્દ થયો.

     

    nilam doshi

  3. સરસ રિપોર્ટ આપ્યો સપનાબહેન. પ્રો. ડો. શ્રી મધુ રાય સાહિત્યના ક્ષેત્રમાં અત્યંત ઊંચુ સ્થાન ધરાવે છે. એમની સાથે થોડો સમય ગાળવા મળે એ લહાવો છે. ચાલો ટૂંકી વાર્તા વિશે ઘણું જાણવા મળ્યું.. આ માટે તમારો આભાર. મજામાં છો ને ?

    દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ..

    લતા

     

    lata hirani

  4. બહુ જ સરસ પ્રેરણાદાયી અહેવાલ .
    હવે એમનો અને ડબાવાલા દંપતીનો પરિચય બનાવી આપવા વિનંતી.

     

    સુરેશ જાની

  5. ખૂબ સુંદર
    અંતરમા કોતરી રાખવા જેવી આ વાતો ખૂબ ગમી
    .ફીલોસોફીને એમણે બે શબ્દોમાં વહેંચી.ફિલિયા એટલે ડહાપણ અને સોફિયા એટલે પ્રિત એટલેકે ડહાપણની પ્રિતી..
    હકારત્મક અભિગમ માટે એમણે ત્રણ નિયમો કહ્યા.પ્રથમ નિયમ સ્વિકાર.માનવીનો માનવી તરીકે સ્વિકાર્.ચાહે એ કોઇ પણ સ્થિતીમાં હોય ગરીબ હોય કે તવંગર, કાળો હોય કે ગોરો,કોઈ પણ જ્ઞાતિનો હોય માનવી નો માનવી તરીકેનો સ્વિકાર..બીજો નિયમ એમણે કહ્યો સહિષ્ણુતા..હ્ર્દયના પૂરા ભાવથી સામેની વ્યકતીને સહી લેવાની ભાવના. અને આ ભાવના ત્યારે જ આવે જ્યારે વ્યકતી પ્રત્યે પ્રેમ હોય ..અને ત્રીજો નિયમ પ્રેમ જણાવ્યો હતો.

     

    pragnaju

  6. ‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી,છાવ હૈ કભી તો ધૂપ હૈ જિંદગી, હરપલ યહાં જી ભર જીઓ જો હૈ સમા કલ હો ના હો’
    આપે કૂબ જ સુંદર અહેવાલ આપ્યો અને સાહિત્યના મહાનુભાવોનો સારો એવો લાભ લીધો..ટૂંકી વાર્તા વિષે સુંદર મુદ્દા કહ્યા અને હકારાત્મક અભિગમ વિષે પણ સારો પ્રકાશ પડ્યો….નકાર ન જોતા જન જગત અને જગદીશ પ્રેત્યે પણ વિધેયાત્મક દ્રુષ્ટીકોણ કેળવવો અપેક્ષિત છે..
    દિપાવલિ અભિનંદન…

     

    dilip

  7. સાહિત્યની સાહિત્યકાર દ્વારા અપાતી ઓળખ આપે જાણી અને સૌને માણવાનું અહોભાગ્ય દીધું. આ મેળાવડો એ લાખેણા લ્હાવા છે…ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. આપના સાહિત્યિક લેખ માં જાણવા મળ્યું કે અંતર ની કબુલાત ને વાંચક આગળ રોકી ના શક્યા અને ખુલી આંખ ના સપના, કેવા મહાનુભાવો ના સંપર્ક ,સહાનુભુતિ થી પા પા પગલી થી શરૂવાત સુધી આજે જન ફરિયાદ સુધી..પહોચ્યા….અદભૂત વિચારસૈલી ને સલામ….

    .શ્રી મધુ રાય,શ્રી સુમનભાઈ ,અસરાફ્ભાઈ અને પતિત્વ ની પ્રેરણા ના પુષ્પો આજે અમે સપ્નાજી ખરેખર આ આપના લેખ માં જોયી રહ્યા છીએ.એક સાહિત્યકાર નો પરિચય આપવો એટલે અત્યંત દુખ નો વિષય એ હોય છે કે તેમના લેખ માં આપના થકી કોઈ ઉણપ તો રહી જશે નહિ ને…પણ…હસ્તા મોઢે હમેશા એ સાહિત્યકાર જ પોતાનો લેખ વાચી ને આપણને બિરદાવતો રહ્યો છે…સાહિત્યકાર ના દર્દ ને કોઈ જો સમજી શકે તો તે સીનીઅરો નહિ પણ પા પા પગલી પાડતા અને હમેશા બીજામાં કૈક નવું શીખવાની જીજ્ઞાશા ધરાવતા અને બંધ આખે એક ગઝલકાર,સાહિત્યકાર ના સપના જોયા બાદ ખુલી આંખના સપના જોવાની સફરે નીકળેલી એ સપના વિજાપુરા જ સમજી શકે….અને છતાં સંતોષ નહિ થતા કાવ્યધારા દ્વારા વાચકો સુધી પહોચાડી ને બીજાની લીટી લાંબી કરવાની સાથે પોતાની લીટી કેવી રીતે લાંબી થયી શકે તેજ આજના નવા વર્ષે સપ્નાજી ની ભેટ જનફરીયાદ ને મળતા લેખ તરીકે સ્વીકારી આનંદ અનુભવું છું….

     
  9. આપના સાહિત્યિક લેખ માં જાણવા મળ્યું કે અંતર ની કબુલાત ને વાંચક આગળ રોકી ના શક્યા અને ખુલી આંખ ના સપના, કેવા મહાનુભાવો ના સંપર્ક ,સહાનુભુતિ થી પા પા પગલી થી શરૂવાત સુધી આજે જન ફરિયાદ સુધી..પહોચ્યા….અદભૂત વિચારસૈલી ને સલામ….

    .શ્રી મધુ રાય,શ્રી સુમનભાઈ ,અસરાફ્ભાઈ અને પતિત્વ ની પ્રેરણા ના પુષ્પો આજે અમે સપ્નાજી ખરેખર આ આપના લેખ માં જોયી રહ્યા છીએ.એક સાહિત્યકાર નો પરિચય આપવો એટલે અત્યંત દુખ નો વિષય એ હોય છે કે તેમના લેખ માં આપના થકી કોઈ ઉણપ તો રહી જશે નહિ ને…પણ…હસ્તા મોઢે હમેશા એ સાહિત્યકાર જ પોતાનો લેખ વાચી ને આપણને બિરદાવતો રહ્યો છે…સાહિત્યકાર ના દર્દ ને કોઈ જો સમજી શકે તો તે સીનીઅરો નહિ પણ પા પા પગલી પાડતા અને હમેશા બીજામાં કૈક નવું શીખવાની જીજ્ઞાશા ધરાવતા અને બંધ આખે એક ગઝલકાર,સાહિત્યકાર ના સપના જોયા બાદ ખુલી આંખના સપના જોવાની સફરે નીકળેલી એ સપના વિજાપુરા જ સમજી શકે….અને છતાં સંતોષ નહિ થતા કાવ્યધારા દ્વારા વાચકો સુધી પહોચાડી ને બીજાની લીટી લાંબી કરવાની સાથે પોતાની લીટી કેવી રીતે લાંબી થયી શકે તેજ આજના નવા વર્ષે સપ્નાજી ની ભેટ જનફરીયાદ ને મળતા લેખ તરીકે સ્વીકારી આનંદ અનુભવું છું….

     

Leave a Reply

Message: