11 Nov 2012

સેન્ડી

Posted by sapana

 

દેશ ઉપર આવી આફત કુદરતી છે
કોનુ ચાલે જોર તાકાત કુદરતી છે

જાનહાની, માલહાની, આ કહાની
માનવી પર આવી શ્યામત કુદરતી છે

ચોતરફ આવી તબાહી કેવી ઈશ્વર!!
માનવી લાચાર, હાલત કુદરતી છે

દુખનું ઓસડ છે દહાડા,ધૈર્ય રાખો
આવશે ઉપરથી રાહત કુદરતી છે

કર્મનાં ફળ ભોગવે છે આદમી પણ
જેવું કર તે પામ લાનત કુદરતી છે

કર કઠણ દિલને ન આંસુ સાર સપના
માનવી પ્રત્યે હો ચાહત કુદરતી છે.

શ્યામત=મુસીબત

સપના વિજાપુરા
૧૧-૦૨-૨૦૧૨

 

Subscribe to Comments

9 Responses to “સેન્ડી”

  1. દુખનું ઓસડ છે દહાડા,ધૈર્ય રાખ
    આવશે ઉપરથી રાહત કુદરતી છે
    કર્મનાં ફળ ભોગવે છે આદમી પણ
    જેવું કર તે પામ લાનત કુદરતી છે
    આપે સાંપ્રત આપત્તિ ઉપર ભાવવાહી હ્રુદયશ્પર્શી ગઝલ રજુ કરી..

    મને મારી એક પંક્તિ યાદ આવી ગઈ…
    મજાની જીન્દગી સન સેન્ડ સી તટ પર તેં માણી પણ્
    બીજા પલની ખબર ક્યાં અવદશા કેવી થવાની છે !
    અતિ અભિમાન્ કરતો ગ્યાન ને વિગ્નાનનું કિન્તુ
    પરમ પ્રકૃતિ પાસે માનવી સામાન્ય પ્રાણી છે. !

     

    dilip

  2. સુંદર…

     

    વિવેક ટેલર

  3. સુંદર સાંપ્રત રચના …. ગમી…….!!

     

    અશોક જાની 'આનંદ'

  4. કર્મનાં ફળ ભોગવે છે આદમી પણ
    જેવું કર તે પામ લાનત કુદરતી છે
    સરસ

     

    pragnaju

  5. વાહ સરસ રચના ….!!

    કર કઠણ દિલને ન આંસુ સાર સપના
    માનવી પ્રત્યે હો ચાહત કુદરતી છે….

    બસ યહી અપરાધ મૈ હર બાર કરતા હું આદમી હું આદમી સે પ્યાર કરતા હું..!

     

    Rekha shukla(Chicago)

  6. સાંચી વાત, સરસ સરળ રીતે કહી આપી. સરસ રચના.
    સરયૂ

     

    SARYU PARIKH

  7. કુદરતના હરખ અને કોપ ,સમાયન્તરે અનુભવાય , લાગણી ઊભરાય અને આપે ગઝલમાં
    ઝીલી.

    રમેશ પટૅલ(આકશદીપ)

     

    Ramesh Patel

  8. Sachi vaat Great !

     

    Shenny Mawji

  9. દુખનું ઓસડ છે દહાડા,ધૈર્ય રાખો
    આવશે ઉપરથી રાહત કુદરતી છે
    સુંદર સામ્પ્રત રચના..

     

    dilip

Leave a Reply

Message: