6 Nov 2012

ચૂંટણી

Posted by sapana

 

ચૂંટણીની વાત હોય છે જુદી
ખુરશીની જાત હોય છે જુદી

હોય છે નેતા બધાં સરખા અહીં
પણ વચન સોગાત હોય છે જુદી

હું કરું ને હું કરું ખાલી છે વચન
ચૂંટણી ગઈ વાત હોય છે જુદી

ધર્મ કોઈ ક્યાં છે નેતાનો અહીં
એમની તો નાત હોય છે જુદી

ઊંઘ ખુરશીની ફિકરમાં ઊડી ગઈ
ચૂંટ્ણીની રાત હોય છે જુદી

રામની હો કે હો ઓબામા અહીં
જીત સરખી માત હોય છે જુદી

ભીખ માંગે વોટની ભીખારી બની
જીત પાછળ લાત હોય છે જુદી

તારલા આકાશનાં ઝાંખા પડે
વોટની તો ભાત હોય છે જુદી

માન ‘સપના’નુ વધી ગયુ આજ તો
એની તો તાકાત હોય છે જુદી

સપના વિજાપુરા
૧૦-૩૧-૨૦૧૧

 

 

Subscribe to Comments

16 Responses to “ચૂંટણી”

  1. ખરેખર સુંદર રચના છે આપની

     

    Sanjay Joshi

  2. બહુ જ સુન્દેર રચના છે.

     

    bhavesh

  3. સાંપ્રત સમય વિષયક સારી ગઝલ બનાવી,સપના. મક્તાના શેરમાં ઓકાતને બદલે “તાકાત” કેમ લાગે છે ? વિચારી જોશો.

     

    Devika

  4. ખૂબ સારો પ્રયત્ન અમેરિકા ના ચુંટણી ના માહોલ વિષયક લખવાનો કર્યો….નેતાના ગુણ અવગુણ છુપાયેલો તેમનો સ્વાર્થ અને પબ્લિક ને આંશિક ઈશરો શબ્દો માં ઉડીને આંખે તો વળગ્યો ,..

    પણ શબ્દો થી લખનાર પણ પકડાઈ જાય તેવું પણ અંત માં ઓકાત પરથી લાગ્યું.

     
  5. સુંદર કાવ્ય માણ્યું

    ત્યાં ઓ બા મા આવી ગયા
    આને સાતે સાત સવાલોના પ્રશ્નો અમારી ધારણા પ્રમાણે…!!

     

    pragnaju

  6. waah waah wow Sapana bahot khub…
    રેખા શુકલા

     

    sapana

  7. very nice
    my compliments
    jagdish vyas

     

    sapana

  8. ખુબ સરસ રચના ….

     

    prashant somani

  9. યોગ્ય સમયે સુંદર રચના, અહિં પણ ચુંટણીનો માહૌલ શરૂ થવામાં છે…

     

    અશોક જાની 'આનંદ'

  10. Wah, Shoo sachi waat lakhi Bahooj saras “Andaaz”

     

    Shenny Mawji

  11. Wah, sachi waat ane koob saras lakhan

     

    Shenny Mawji

  12. સરસ વાત કરી સપનાબેન્ ચૂંટણી અમેરિકાની હોય કે ઈન્ડિયાની બધે જ કાગડા કાળા હોય છે. મારી એક હઝલનો મત્લાનો શેર અહિં મૂકવાનું મન થાય છેઃ

    ચૂંટણીમાં પેટીઓ વૉટોથી ભરેલી જોઇયે
    આજુ બાજુ થેલીઓ નોટોથી ભરેલી જોઇયે.

     
  13. તારલા જો આભનાં ખરી પડૅ !
    વોટની તો ભાત હોય છે જુદી
    માન ‘સપના’નુ વધી ગ્યું આજ તો
    ઈશની તાકાત હોય છે જુદી

    ખુબ સુંદર પ્રાસ્ંગીક રચના..
    આશા પર માનવ જીવી જાય છે..ભૂલો તો કોઈથી પણ થયાં કરે.

     

    dilip

  14. ભીખ માંગે વોટની ભીખારી બની
    જીત પાછળ લાત હોય છે જુદી…………

    સપનાબેન,
    સરસ છે !
    ….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hoping to see you on Chandrapukar for the Varta Post with the AWARENESS for AIDS

     

    DR. CHANDRAVADAN MISTRY

  15. સરસ !

    તારલા આકાશનાં ઝાંખા પડે
    વોટની તો ભાત હોય છે જુદી

     

    jjugalkishor

  16. સરસ રચના
    સામ્પ્રત સમયનુસર ની

     

    મહેશ ત્રિવેદી

Leave a Reply

Message: