3 Nov 2012

આજ તો

Posted by sapana

 

ભૂલા પડ્યા તારા વિચારો આજ તો
રણકી ગયો મન એકતારો આજ તો

તું પૂછતો ના કો’ સવાલો આજ તો
આંખોમાં વાંચી લે નજારો આજ તો

ઓછાં પડ્યા છે ચંદ્ર કિરણો રેતમાં
થાકી રડે છે આ કિનારો આજ તો

છે માન્યતા પૂરી થશે ઈચ્છા કોઈ
જોઈ હું લઉં ખરતો સિતારો આજ તો

ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
સોળે સજી મ્હેંકી બહારો આજ તો

છે તરબતર મારું હ્ર્દય તો પ્રેમથી
તારો મળી જાયે ઈશારો આજ તો

મેં મોકલી છે શ્યામને નામે ચિઠ્ઠી
રાધા નિવાસે કર ઉતારો આજ તો

બાળક રડે છે રોટલીને કારણે
પડઘાય મસ્જિદનો મિનારો આજ તો

હોવાપણું તારું સપન સમ આમ તો
સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

સપના વિજાપુરા

 

Subscribe to Comments

18 Responses to “આજ તો”

  1. વાહ! બહુ સરસ. દરેક લાઈન સહજ મીઠાશથી લખાઈ છે.
    સરયૂ

     

    SARYU PARIKH

  2. આભાર સર્યુબેન આજ ડોકટરની ઓફીસમાં તમારી બુક લઈને ગઈ હતી…અડધી વાંચી ગઈ..મન મૂઈને કાવ્ય ખૂબ ગમ્યું

     

    sapana

  3. મેં મોકલી છે શ્યામને નામે ચિઠ્ઠી
    રાધા નિવાસે કર ઉતારો આજ તો

    બાળક રડે છે રોટલીને કારણે
    પડઘાય મસ્જિદનો મિનારો આજ તો

    હોવાપણું તારું સપન સમ આમ તો
    સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

    સપના વિજાપુરા
    સપનાબેન,
    તમારી આ પોસ્ટમાં છે તમારા હ્રદયની પૂકાર શબ્દોમાં.
    રચના સરસ છે !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sapanaben,inviting you to read the new Varta Post on Chandrapukar.

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
    સોળે સજી મ્હેંકી બહારો આજ તો
    …………………..
    હોવાપણું તારું સપન સમ આમ તો
    સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

    સપના વિજાપુરા
    …………………………
    સુંદર ગઝલ…ભાવમાં રમાડતી અને ગમીજાય તેવી.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  5. વાહ…
    તું પૂછતો ના કો’ સવાલો આજ તો
    આંખોમાં વાંચી લે નજારો આજ તો…
    સપના,સરસ ગઝલ બની છે.

     

    Devika

  6. ઓછાં પડ્યા છે ચંદ્ર કિરણો રેતમાં
    થાકી રડે છે આ કિનારો આજ તો… ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
    સોળે સજી મ્હેંકી બહારો આજ તો………….
    વાહ વાહ વ્લાહ જવાબ તુમ્હારા નહિ…

     

    Rekha shukla(Chicago)

  7. સરસ ભાવવાહિ ગઝલ ગમી અને વાંચી પણ.

     

    himanshu patel

  8. ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
    સોળે સજી મ્હેંકી બહારો આજ તો
    આખી ગઝલ સરસ પ્રવાહમય ગમી..

     

    dilip

  9. સરસ !

    હોવાપણું તારું સપન સમ આમ તો
    સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

     

    jjugalkishor

  10. ખુશ્બું કહે છે આવવાનું છે કોઈ
    સોળે સજી મ્હેંકી બહારો આજ તો
    છે તરબતર મારું હ્ર્દય તો પ્રેમથી
    તારો મળી જાયે ઈશારો આજ તો
    વાહ્
    યાદ
    પ્રેમ રંગે રંગ્યા’તા એકમેકને વિશ્વાસના તાંતણે બાંધ્યા’તા …
    હ્ર્દય ને પણ જાણે લાગણી ભર્યો મહાસાગર મળી જાય

     

    pragnaju

  11. બાળક રડે છે રોટલીને કારણે
    પડઘાય મસ્જિદનો મિનારો આજ તો આજે ફરીથી માણતા કલામસાહેબની અગનપંખ યાદ આવી તેમા એક મુસ્લિમ છોકરો પોતાના વૈદિક પવિત્ર રસોડામાં આવીને જમે તે ખ્યાલે જ તેમનાં પત્ની તો છળી જ મર્યાં ! તેમણે મને રસોડામાં પીરસવાની ચોખ્ખી ના પાડી દીધી. શિવસુબ્રમણ્યા ઐયરને ન તો ખલેલ પહોંચી કે ન તો તે પત્ની પર ગુસ્સે થયા. તેને બદલે તેમણે મને પોતાના હાથે ભોજન પીરસ્યું અને મારી બાજુમાં જ જમવા બેઠા. તેમનાં પત્ની રસોડાનાં બારણાં પાછળ ઊભાં અમને નીરખતાં હતાં. મને વિચાર આવતો હતો કે હું જે રીતે ભાત ખાતો હતો, પાણી પીતો હતો કે ભોજન પછી જે રીતે જમીન સાફ કરતો હતો, તેમાં કોઈ તફાવત જોઈ શક્યાં હશે ? હું જ્યારે વિદાય લેતો હતો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરે પછીના અઠવાડિયે ફરી જમવા આવવાનું મને આમંત્રણ આપ્યું. મારો ખચકાટ જોઈ, મને મૂંઝવણ ન અનુભવવાનું કહી તેઓ બોલ્યા, ‘એક વાર એક પ્રથા બદલાવવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો સામનો તો તમારે કરવો જ પડે.’ જ્યારે હું બીજા અઠવાડિયે તેમના ઘેર ગયો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરનાં પત્ની મને પોતાના રસોડામાં લઈ ગયાં અને પોતાના હાથે ભોજન પીરસ્યું અને
    હોવાપણું તારું સપન સમ આમ તો
    સપનાં જ ‘સપના’નો સહારો આજ તો

     

    pragnaju

  12. ભૂલા પડ્યા તારા વિચારો આજ તો
    રણકી ગયો મન એકતારો આજ તો

    મઝા આવી

     

    vijay shah

  13. Wah Khoob furmaviyu.Saras ghuzal

     

    Shenny Mawji

  14. સરસ રચના

     

    kishoremodi

  15. વાહ…
    છે માન્યતા પૂરી થશે ઈચ્છા કોઈ
    જોઈ હું લઉં ખરતો સિતારો આજ તો

     

    નટવર મહેતા

  16. છે માન્યતા પૂરી થશે ઈચ્છા કોઈ
    જોઈ હું લઉં ખરતો સિતારો આજ તો

    મેં મોકલી છે શ્યામને નામે ચિઠ્ઠી
    રાધા નિવાસે કર ઉતારો આજ તો

    બાળક રડે છે રોટલીને કારણે
    પડઘાય મસ્જિદનો મિનારો આજ તો

    આ ત્રણ શેર મને ગમ્યા… આખી ગઝ્લ સરસ ….અભિનંદન

     

    narendrajagtap

  17. સુંદર પ્રણયર્ંગી ગઝલમાં એક શેર ગરીબ બાળકનો પણ ,..ભાવમય..
    બાળક રડે છે રોટલીને કારણે
    પડઘાય મસ્જિદનો મિનારો આજ તો

     

    dilip

  18. છે માન્યતા પૂરી થશે ઈચ્છા કોઈ
    જોઈ હું લઉં ખરતો સિતારો આજ તો

    ખૂબ સુંદર ગઝલ !
    બધા શેર ગમ્યા. અભિનંદન !

     

    Pravin Shah

Leave a Reply

Message: