મસ્તી અમસ્તી

મિત્રો,

શિકાગો આર્ટ સર્કલ પ્રયોજીત કાર્યક્રમ ‘મસ્તી અમસ્તી’ તારીખ ૭ ઓકટોબર ૨૦૧૨ ના યોજાયો..આ કાર્યક્રમમાં શ્રી શ્યામલ મુનશી, શ્રી સૌમીલ મુનશી, શ્રીમતી આરતીબેન મુનશી અને શ્રી તુષાર શુકલ પધારેલા.કાર્યક્રમનું સંચાલન શ્રી તુષારભાઈ શુકલએ સંભાળેલુ. દુસબેને પોતાની આગવી શૈલીમા મહેમાનું સ્વાગત કર્યુ..અને ત્યારબાદ દરેક મહેમાનોનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું. અને ભક્તિ ગીતથી કાર્યક્રમની શરુઆત થઈ. ત્યારબાદ માતૃભૂમીનું ગૌરંવતી ગુજરાત શ્યામલભાઈ તથા સૌમીલભાઈ અને આરતીબેનના સ્વરમાં એટલુ સરસ રીતે ગવાયું કે માતૃભૂમીના પ્રેમથી અને ગુજરાતની યાદથી સર્વના હૈયા ભીંજાઈ ગયા..ત્યારબાદ હઝલ અને ગઝલનો સીલસીલો ચાલુ રહ્યો…અને તુષારભાઈએ ખૂબ હળવી રીતે કાર્યક્રંમનું સંચાલન કર્યુ..કે બધાં શ્રોતાઓ પુલકીત થઈ ગયાં. એમણે શ્રી રઈશ મણીયારની યાદ અપાવી દીધી.

સાડા સાતે વિશ્રામ લેવાયો..શ્રોતાઓ જાણે ખુરશીમાં ચોટી ગયા હોય એવું લાગતું હતું. કોઈ ઊભુ થવા તૈયાર ન હતું..સમય સપાટાબધ્ધ પસાર થઈ રહ્યો હતો..જમણવારમાં ઊંધીયુ,પૂરી શ્રીખંડ,કચોરી, દાળ, ભાત, ચણા, પાપડ અને અથાણું ..જાણે ગુજરાત પહોંચી ગયા..૪૫ મીનીટના વિશ્રામ પછી..ફરી ગીતોની અને ગઝલની રમઝટ થઈ..એમાં મનોજ ખંડેરીયા, રઈશ મણીયાર, ડો અશરફભાઈ ડબાવલા, શ્રી તુષાર શુકલ,મુકેશ જોષી તથા શ્યામલભાઈની પોતાની રચનાઓ રજુ કરવામાં આવી..સુપ્રસીધ્ધ ગુજરાતી ગીતોની રમઝટમાં શ્રોતાઓએ ઉત્સાહથી સાથ આપ્યો.

શ્રી સૌમીલભાઈએ પીઠી ચોળી એ લાડકવાયીનું મુકેશ જોષીનું ગીત ગાયું તો મારી આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયાં..દસ વાગે કાર્યક્રમ પૂરો થયો..આમ તો શ્યામલભાઈ સૌમીલભાઈ અને આરતીબેનને ઘણી વખત સાંભળેલાં છે પણ એક નવા રૂપે સાંભળી એક મીઠી યાદ લઈ છૂટા પડ્યાં..
આ આખા કાર્યક્રમ દરમ્યાન એક વાત ખટકી હોય તો એ કે ડો.અશરફભાઈ ડબાવાલા અને ડો મધુમતી મહેતાની ગેરહાજરી.એમને સાહિત્યના એક પ્રોગ્રામમાં ન્યુ જર્સી જવાનું થયું..એમની ગેરહાજરી ખૂબ સાલી..એ લોકો જો અહી હોત તો સોનામા સુગંધ મળ્યાં જેવું થાત્..શિકાગો આર્ટ સર્કલના સર્વ કાર્યકરોને લીધે આ કાર્યક્રમ સફળતાની સીડીએ પહોંચ્યો..એ બદલ મારાં સર્વ મિત્રોનો આભાર માનું છું.

આ લેખનાં સર્વ હક લેખીકા સપના વિજાપુરાના છે. કોઇએ કોપી પેસ્ટ કરવું નહી.
સપના વિજાપુરા
૧૦-૦૯-૨૦૧૨

4 thoughts on “મસ્તી અમસ્તી

 1. dilip

  સુંદર સૂરમય કાર્યક્ર્મ આપે માણ્યો અને યથાર્થ અહેવાલ્ રજુ કર્યો ..આવા કલાકારો જ્યારે કવિઓની રચના ગાય ત્યારે ખ્યાલ આવે કે સૂર અને સ્ંગીતના સથવારે કાવ્ય ગીત કેવા ચેતનવ્ંતા ફીલ થાય્.. વાંચી મન પહોંચી ગયું તે માહોલમાં…

 2. Ramesh Patel

  આપ દ્વારા આલેખાયેલી પોષ્ટ , સુંદર કાર્યક્રમની સૌરભ પ્રસરાવે છે
  અને સાથેસાથે આપના સાહિત્ય પ્રેમ અને ભાવુક હૃદયનો પરિચય
  આપી જાયછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.