17 Oct 2012

ખુદા જાણે

Posted by sapana

ન તું જાણે છે ના હું, પણ ખુદા જાણે
બળે માનવ હ્રદયમાં રણ ખુદા જાણે

વફામાં ખોટ ના તારી કે ના મારી છે
અલગ થ્યા માર્ગ શા કારણ ખુદા જાણે

ઘણાં સુંદર છે મનભાવન ચહેરા પણ
વહાલુ કેમ એકજ જણ ખુદા જાણે

રહે ના કોઈ ભૂખ્યુ રાજમાં તારા
મળે ગજરાજને પણ મણ ખુદા જાણે

ગરીબીને હટાવોના ઘણાં નારા
ધનીથી નીકળે ના કણ ખુદા જાણે

થશે શું મોંઘવારીનું ઓ નેતાઓ
નગર છે અંધ ગંડું ગણ ખુદા જાણે

મળી લે પ્રેમથી એના ગળે સપના
ફરી મોકો મળે કે ક્ષણ ખુદા જાણે

સપના વિજાપુરા

10-16- 2012

 

Subscribe to Comments

16 Responses to “ખુદા જાણે”

  1. સરસ. આ શેર બહુ ગમ્યો.

    વફામાં ખોટ ના તારી કે ના મારી છે
    અલગ થ્યા માર્ગ શા કારણ ખુદા જાણે

    -મનહર એમ.મોદી (‘મન’ પાલનપુરી)

     
  2. ખુબ જ સરસ.
    એક એક કડીઓ સરસ છે.
    અલગ માર્ગ થયા શ કારણે,
    મળી લે પ્રેમથી, ફરી મોકો મળે ના મળે.
    એકજ જણ વહાલુ લાગે, ખુદા જાણે સરસ છે.
    સપનાબેન.અભીનન્દન્.

     

    urvashi parekh

  3. મળી લે પ્રેમથી એના ગળે સપના
    ફરી મોકો મળે કે ક્ષણ ખુદા જાણે

    સરસ ! બધા જ શેર સરસ થયા છે.
    ઉપરના શેરમાં ‘કે’ ને બદલે ‘કઇ’ ના જોઈ ?

     

    Pravin Shah

  4. મળી લે પ્રેમથી એના ગળે સપના
    ફરી મોકો મળે કે ક્ષણ ખુદા જાણે

    સપના વિજાપુરા
    સપનાબેન,
    સરસ !
    ગરીબાય માટે પૂકાર તમારી,
    હર દિન એવી પૂકાર છે ચંદ્રની,
    ગરીબ સાથે ચ્હે અમીરી,
    ખુદા જાણે શાને જગમાં ગરીબી કે અમીરી,
    ગરીબાયમાં જે ખુદાને યાદ કરે,
    તે તો હંમેશા અમીર જ રહે,
    જે અમીર છે આ જગમાં,
    ખુદાને ભુલતા, બને ગરીબ આ જગમાં !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to read Vartao on my Blog !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. સરસ ગઝલ.ઘણાં શેર સરસ થયા છે.

     

    Devika

  6. સપના,
    બહુ જ સરસ ગઝલ. દરેક વિચારની સુંદર રજુઆત.
    “ઘણા સુંદર ચહેરા….એક જ કેમ વ્હાલુ લાગે!” એ વિષય પર મારી કવિતા બે દિવસ પહેલા લખાઈ, આજે બ્લોગ પર મુકું છુ.
    સરયૂ

     

    SARYU PARIKH

  7. ઘણાં સુંદર છે મનભાવન ચહેરા પણ
    વહાલુ કેમ એકજ જણ ખુદા જાણે

    વાહ વાહ …ખુબ જ સરસ મઝાની ગઝલ

     

    narendrajagtap

  8. મળી લે પ્રેમથી એના ગળે સપના
    ફરી મોકો મળે કે ક્ષણ ખુદા જાણે
    સુંદર ગઝલ અને સારા વિચારો હેતુ દર્શાવ્યા છે.

     

    dilip

  9. સુંદર ગઝલનો મત્લા અતિ સુંદર
    ન તું જાણે છે ના હું પણ ખુદા જાણે
    બળે માનવ હ્રદયમાં રણ ખુદા જાણે

    યાદ
    ખુદા જાણે સજા કેવી હશે એવા ખૂની માટે,
    કે જે ઇન્સાન તનને નહીં, પણ મનને મારે છે

     

    pragnaju

  10. સપનાબેન,
    સરસ !

     

    Kishnani Mukesh

  11. Very well written Wafa maan khot na tari ke maari che…………Keep it up .Always enjoy your ashar.

     

    Shenny Mawji

  12. Enjoyed your ashar .The poem is well written.Keep up your good work Sapanaben

     

    Shenny Mawji

  13. વફામાં ખોટ ના તારી કે ના મારી છે
    અલગ થ્યા માર્ગ શા કારણ ખુદા જાણે
    ઘણાં સુંદર છે મનભાવન ચહેરા પણ
    વહાલુ કેમ એકજ જણ ખુદા જાણે… વાહ …!!
    મત્લા ઉપરાંત ઉપર્ના બન્ને શેર ખૂબ ગમ્યા..

     

    અશોક જાની 'આનંદ'

  14. સરસ

     

    જીવન કલા વિકાસ

  15. જે ના જાણી શકીએ તે બધું ખુદા જાણે ,સબ્દો ના ભાવ માં દિલ ને અહેસાસ આપી મન મનાવીએ તેવા સબ્દો થી સપ્નાજીએ સાહિત્યિક ભાષા ના બે બોલ માં ઘણું બધું કહી દીધું તે બદલ ધન્યવાદ.

     
  16. Beautiful lines..

     

    Raju Pargi

Leave a Reply

Message: