28 Jul 2012

એક સાંજ- શ્રી મધુરાય સાથે

Posted by sapana

ડાબી બાજુથી શ્રી મધુરાય,શ્રીમતી મધુમતી મહેતા, શ્રી અશરફભાઈ ડબાવાલા, સપના વિજાપુરા ડાબેથી સપના વિજાપુરા,ભરતભાઈ દેસાઈ કમલેશભાઈ શાહ,ડો મધુમતી મહેતા

મિત્રો,
શિકાગો આર્ટ સર્કલ યોજીત કાર્યક્રમ ‘એક સાંજ મધુરાય સાથે’ તારીખ ૨૧,જુલાઈ ૨૦૧૨ના સાંજે સાત વાગે થયેલો…ધાર્યા કરતા વધારે માણસોએ ભાગ લીધો તેથી કાર્યક્રમમાં ઉલ્હાસ અને આનંદ વરતાતો હતો..હમેશની જેમ અશરફભાઈ અને મધુબેને પોતાનાં ઘરનાં દરવાજા સાહિત્યને કાજ ખુલ્લા રાખી દીધા હતાં.
કાર્યક્રમનું સંચાલન ડો અશરફભાઈ ડબાવાલાએ સંભાળ્યુ.જોકસ અને આનંદ કરાવતા મધુરાયના જીવન અને એમના ગુજરાતી સાહિત્ય તથા એમનાં વાર્તાસંગ્રહ વિષે માહિતી આપતા ગયાં..ડો. અશરફભાઈ ડબાવાલાએ શ્રી મધુરાયને એક અજોડ વાર્તાકાર તરીકે બિરદાવ્યા. કારણકે શ્રી મધુરાય સામાન્ય કક્ષાની વાર્તાઓ થી ઘણાં ઉંચા ઉઠેલાં છે.. શ્રી મધુરાયના જીવનના ઘણાં પ્રસંગો પણ જાણવાં મળ્યાં.ડો. ડબાવાલાએ શ્રી મધુરાયને પન્નાલાલ પટેલ અને ચંદ્રકાંત બક્ષીની હરોળમાં મૂકેલાં અને જણાવ્યુ હતું કે શ્રી મધુરાયની વાર્તાઓ તમને છેલ્લે સુધી આકર્ષી રાખે છે વાર્તાનો અંત તમારી કલ્પનાથી પરે હોય છે.

ત્યારબાદ શ્રી મધુરાય મંચ પર આવ્યાં. અને પોતાની આગવી શૈલીમાં વાર્તાલાપ શરું કર્યો.શ્રી મધુરાયે improvisation drama પ્રેક્ષક પાસે કરાવ્યાં.જેમાં પ્રેક્ષક જ કલાકાર બન્યાં.જેમાં ડો.ડ્બાવાલા અને ડો.મધુમતી મહેતાએ પણ ભાગ લીધો. અને વાતાવરણમાં આનંદનું મોજું ફેલાય ગયુ.શ્રી મધુરાયે ૧૬ વરસની નાની વયથી લખવાનું ચાલુ કર્યુ છે.એમનો પ્રથમ સંગ્રહ બાશી નામની છોકરી છે.શ્રી મધુરાયે ઘણાં નાટકો લખ્યાં છે અને એમની વાર્તા પરથી મુવી પણ ઉતર્યા છે.જેમાં સંતુ રંગીલી અને વોટસ યોર રાશી..ઘણાં પ્રખ્યાત થયાં છે.એમનાં સંગ્રહમાં ચહેરા,કાલસર્પ,કૌતુક,કલાતરૂ,કામિની,કિંબલ રેવનસ્વુડ,રૂપરેખા વિગેરે શામિલ છે.
આમ જોવા જઈયે તો દરેક વ્યક્તિનું જીવન નાની મોટી વાર્તાઓથી ભરેલું હોય છે.તો જ્યારે શ્રી મધુરાય મંચ પર આવ્યા તો એમણે બે વાર્તાઓનું વાંચન કર્યુ. જેમાં એક વાર્તા એમણે તાત્કાલીક બનાવેલી.ડો. ડબાવાલાનાં એક જીવન પ્રસંગ પરથી.આપણી આજુબાજુ ઘણાં બનાવો બનતા હોય છે. પણ ઝીણવટથી એનું અવલોકન કરી એને શબ્દોમાં ઢાળવાનું કામ મધુભાઈ ઘણી જ આકર્ષક રીતે કરે છે..આ કલા હોવી એ પણ એક ભગવાનની દેન છે.બીજી વાર્તા એમની હિંદ સીનેમા કહી…બન્ને વાર્તાઓ વિસ્મયદાયક રહી.
ત્યારબાદ ડો મધુમતી મહેતાએ મંચ સંભાળ્યું.એમણે પણ શ્રી મધુરાયની આગવી વાર્તાશક્તિ પર હર્ષભેર એક કવિતા સંભલાવી.
ત્યારબાદ શ્રી મધુરાયના ૭૦ મા જન્મદિવસ નિમીત્તે કેક કાપવામાં આવ્યું સર્વ શ્રોતા ગણે એમને જન્મદિવસની શુભકામનાઓ આપી..પછી ડો. અશરફભાઈ ડબાવાલાનો જન્મદિવસ પણ જુલાઈ મહીનામાં છે.તો એમણે પણ કેક કાપ્યું અને વધાઈથી શ્રોતાગણે ડો. ડબાવાલાને નવાજી લીધાં.
ત્યારબાદ વિસામો ..
વિસામામા સરસ ઢોકળા ક્ચોરી મોહનથાળ ખાવા મળ્યાં,બધાં લોકોનાં ચહેરા પર આનંદ અને સંતોષ નજરે પડતો હતો.
કાર્યક્રમનાં બીજાં ભાગમાં કવિસંમેલન થયું.
જેમાં ડો અશરફભાઈ ડબાવાલા,ડો. મધુમતી મહેતા, ભરતભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ,સપના વિજાપુરા,આશિષભાઈ પટેલ,રેખા શુક્લ તથા ગૌરાંગભાઈએ ભાગ લીધો હતો..બધાં કવિઓ અને કવયિત્રીઓએ પોતાની સુંદર રચનાઓથી શ્રોતાઓને મુગ્ધ કર્યા હતાં છેવટે શ્રિ મધુરાયે પોતનાં જીવનનાં રમૂજી પ્રસંગો કહીને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.આ સાથે આપને જણાવવાનું કે શ્રી મધુરાય ગુજરાતી સાહિત્યને જીવતું રાખવા સતત પ્રયત્નશીલ છે. એમણે ન્યુજર્સી માં રહીને એક વાર્તા માસીક ‘મમતા’ પ્રકાશીત કરવાં માટે તનતોડ મહેનત કરી છે..જેમાં ઉભરતાં લેખકોની વાર્તા પણ છપાય છે આપને જો વાંચમાં કે લખવામાં રસ હોય તો આ વાર્તા માસીકનું લવાજમ જરૂરથી ભરવું જે એમણે ખૂબ જ ઓછું રાખેલ છે સાહિત્યની સેવા માટે.આ માટે આપ નીશા કપાસીને ફોન કરી વધારે માહીતી મેળવી શકો છો.નીશાનો નંબર છે (૮૪૭)૭૫૭-૬૩૪૨. બાર વાગે કાર્યક્ર્મનો અંત આવ્યો હતો..પણ બધાં જાણે ખુરશી ઉપર ચીપકી ગયાં હતા.કોઈને ઊઠવાનું મન નહોતું પણ ગમે તેટલી સરસ ફિલ્મ હોય ..પૂરી તો થાય જ ને..
છેવટે ડો.અશરફભાઈ તથા ડો. મધુમતી મહેતાનો આભાર માન્યા વગર રહી શક્તી નથી ..એમનાં સતત પ્રયત્નને લીધે શિકાગોમાં આવાં કાર્યક્રમ શક્ય બને છે..મે એમના જન્મદિવસનાં કાર્ડ પર લખ્યું હતું તુમ જીઓ હઝારો સાલ સાલકે દિન હો પચાસ હઝાર..આ દુઆ બન્ને પતિ પત્ની તથા શ્રી મધુરાય માટે છે.
સપના વિજાપુરા
૭-૨૫-૨૦૧૨

આ લેખનાં બધાં હક લેખીકા સપના વિજાપુરાના છે..કોઈએ કોપી પેસ્ટ કરવું નહી.
સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “એક સાંજ- શ્રી મધુરાય સાથે”

  1. આપને સુંદર કાર્યક્રમનો લાભ મળ્યો અને અહેવાલ રજુ કર્યો જેથી શિકાગો આર્ટ સર્કલ ની સાહિત્ય પ્રવૃત્તિનો પણ સારો એવો ખ્યાલ આવ્યો..

     

    dilip

  2. આભાર્ સપનાબહેન ઘેર બેઠાં શિકાગોમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજર હોઇયે એવું લાગ્યું.શ્રી મધુ રાય સાહેબ અને શ્રી અશરફ ડબાવાલા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. શ્રી ભરત દેસાઈ ને પણ મારા તરફથી આવા સરસ કાર્યક્રમના ભાગીદાર બનવા માટે ખુબ ખુબ અભિનંદન આપશો.

    -મનહર એમ્.મોદી (‘મન’પાલનપુરી)

     
  3. શિકાગો આર્ટ સર્કલ યોજીત કાર્યક્રમ ‘એક સાંજ મધુરાય સાથે’ તારીખ ૨૧,જુલાઈ ૨૦૧૨ના સાંજે સાત વાગે થયેલો…
    સપનાબેન …તમે કાર્યકમનો હેવાલ ખુબ સરસ રીતે આપ્યો.
    તમે સૌએ આનંદ માણ્યો, એ જાણી ખુશી !
    …..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting YOU & your READERS to view the Posts on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. શિકાગો આર્ટ સર્કલ યોજીત કાર્યક્રમ ‘એક સાંજ મધુરાય સાથે’ તારીખ ૨૧,જુલાઈ ૨૦૧૨ના સાંજે સાત વાગે થયેલો…ને ખુબ સુન્દર હતો.
    સપનાબેન …તમે કાર્યકમનો હેવાલ ખુબ સરસ રીતે આપ્યો.અને પાછો ઘણોજ ડીટેઇલ માં દીધો છે.આભાર્ સપનાબહેન ઘેર બેઠાં શિકાગોમાં યોજાયેલ કાર્યક્રમમાં ફરી હાજર હોઇયે એવું લાગ્યું.શ્રી મધુ રાય સાહેબ અને શ્રી અશરફ ડબાવાલા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. શ્રી ભરત દેસાઈ ને પણ મારા તરફથી આવા સરસ કાર્યક્રમના ભાગીદાર બનવા માટે ખુબ ખુબ અભિનંદન આપશો.આપણે તે દિવસે જે હસેલા તેવુ હસવુ કદી નથી આવ્યું. ફોટા પણ એક્દમ સરસ આવ્યા છે…!

     

    Rekha shukla(Chicago)

  5. સુંદર કાર્યક્રમમાં ભાગ લેવા બદલ અભિનંદન અને માહિતીસભર અહેવાલ બદલ આભાર!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  6. Dear Sapna ji..
    Vah Bahot Khub ne janne Pratyaksha Hazer j hoiye tevo anubhav..Aasha che aape aa Karkrayakram na Agyatya na muddao ni Nondh Tapakavi j hashe ….Samayantare Zalak Pesh karva veenanti..
    21st july 2012 na roz Programme ne aaj 28.7.12 na roz Ehvaal…
    God Bless us all..
    Jay shree Krishna
    Sanatbhai Dave..( findlay ohio USA)…

     

    SANATKUMAR DAVE

  7. ખૂ બ સુંદર અહેવાલની રજુઆત
    માણી આનંદ

     

    pragnaju

Leave a Reply

Message: