22 Jul 2012

વ્હાલું વ્હાલું બોલું

Posted by sapana

સખી હું તો શમણામાં મ્હાલું, ને વ્હાલું વ્હાલું બોલું
સખી હું તો હળવું હળવું હાલું, મારાં વાલમને ભાળું

 જોઉં હું વાટલડી તારી તારલા રુવે
ને સમસમ વાયરો મુજ ચામડી બાળે,
તું જો શમણે આવે તો મારી અગન ઠારે
આ ચાંદરડા ને કોઈ ઓલી કોર ટાળે

એને નજરુ લાગે  ના કૉઇની લે  ટપકું  કર્યુ કાળું
સખી હું તો શમણામા મ્હાલુ ,ને વ્હાલું વ્હાલું બોલું

કે ભીતર મારી પીડાનો દરિયો ભર્યો
હું ખોબે ખોબે ઉલેચુને છલકે નર્યો
ઉમટતો આંખ્યું થી પણ હૈયાથી એ કોરો
લ્યો જીવનનો આ ઢગલો હાથોથી સર્યો

સખી પરદેશ ગયો સાહીબો ને ખારા જળ ખાળું
સખી હું તો શમણામાં મ્હાલુ, ને વ્હાલું વ્હાલું બોલું

સપના વિજાપુરા
૭-૨૨-૨૦૧૨

 

 

 

 

Subscribe to Comments

12 Responses to “વ્હાલું વ્હાલું બોલું”

  1. માર ડાલા…સપના ખુબ જોરદાર લખ્યુ છે..ખુબ ખુબ ખુબ સરસ છે..મને બહુ જ ગમ્યું છે…તારુ વ્હાલુ વ્હાલુ બોલવું…

     

    Rekha shukla(Chicago)

  2. સખી હું તો શમણામાં મ્હાલું, ને વ્હાલું વ્હાલું બોલું
    સખી હું તો હળવું હળવું હાલું, મારાં વાલમને ભાળું
    હું વાટલડી જોઉં તારી તારલા રૂએ
    ને સમસમ વાયરો મુજ ચામડી બાળે,
    તું જો શમણે આવે તો મારી અગન ઠારે
    આ ચાંદરડા ને કોઈ ઓલી કોર ટાળે
    સપનાજી, સુંદર ગીત આપે રચ્યું…આપ લખતા જ રહો એ શુભેચ્છા.

     

    dilip

  3. મધુર ભાવવાળુ ગીત મ્હાલુ ને વ્હાલું વ્હાલું લાગે

     

    pragnaju

  4. સરસ ગીત.
    શમણા ઓ ના સુખ સાથે પીડા નો દરીયો તો છે જ.
    અને કોઇની નજર ના લાગે તેથી કાળુ ટપકુ પણ સરસ.

     

    urvashi parekh

  5. પ્રોષિતભર્તુકાના ભાવોને આબાદ ઝીલતું ગીત..લય માટે ક્યાંક ક્યાંક મઠારવા જેવું ખરું…!!

     

    અશોક જાની 'આનંદ'

  6. સરસ મજાનું ગીત.

    કે ભીતર મારી પીડાનો ભર્યો દરિયો
    હું ખોબે ખોબે ઉલેચુને છલકે નર્યો
    ઉમટતો આંખ્યું થી પણ હૈયાથી એ કોરો
    લ્યો જીવનનો આ ઢગલો હાથોથી સર્યો

    સરસ

     
  7. રે વાહ ભાઈ વાહ, સપના ! સરસ વહાલુ ગીત લખ્યું છે.
    એક જરાક જ નાનું સૂચન કરું ?

    કે ભીતર મારી પીડાનો દરિયો ભર્યો, એમ કરે તો કદાચ વધારે સારું
    બેસે.. બરાબર ? જોઇ જોજો.

     

    Devika

  8. ભાવવાહી ગીતા

     

    Muhammedali wafa

  9. કે ભીતર મારી પીડાનો દરિયો ભર્યો
    હું ખોબે ખોબે ઉલેચુને છલકે નર્યો
    ઉમટતો આંખ્યું થી પણ હૈયાથી એ કોરો
    લ્યો જીવનનો આ ઢગલો હાથોથી સર્યો……

    વાહ સરસ ભાવ ભર્યા છે…..ફાઇન …

     

    Narendra Jagtap

  10. સપનાબેનનું ઉર્મિ જગત એટલે હર્ષની વધામણી અને સંવેદનાની
    સચોટ ઘાયલતા. માનવ જીંદગીની સાચી ઓળખાણ. સુંદર ભાવગીત.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  11. ભાવભયું …..ખુબ જ ગમ્યું !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo Fari Chandrapukar Par !

     

    DR. CHANDRAVADAN MISTRY

  12. કે ભીતર મારી પીડાનો ભર્યો દરિયો
    હું ખોબે ખોબે ઉલેચુને છલકે નર્યો

    સરસ ભાવવાહી ગીત !
    ગીતનો લય સરસ બઁધાયો છે.
    અભિનંદન !

     

    Pravin Shah

Leave a Reply

Message: