તૂમ જીઓ હજારો સાલ….

મારાથી એ છૂટો
થવા માંગતો ન હતો
ડોકટરે સી સેકશન કરી
જબરદસ્તી મારાંથી એને જુદો કર્યો
એ આવી ગયો
મારી નાનકડી દુનિયામાં
પાપા પગલી કરતો
એક ખુશીનો દરિયો ઉછળી પડ્યો
મારી વેક્યુમ કરેલી કારપેટ પર
એ આવી ગયો પગલીનો પાડનાર
મારું પેન્ટ પકડી ફેરફૂદરડી ફરનાર
મારાં નાનકડા દિલ પર પથરાઈ ગયો
મારી આંખોનો નૂર અને દિલનો કરાર
મારો શબ્બીર આજ ૨૨ વરસનો થયો
મારાં દિલની દુઆ …
તૂમ જીઓ હજારો સાલ
સાલકે દિન હો પચાસ હજાર..

મા

સપના વિજાપુરા
૦૭-૩૧-૧૨

19 thoughts on “તૂમ જીઓ હજારો સાલ….

 1. Valibhai Musa

  અભિનંદન,
  શરીફભાઈને,
  બાનુમાબેનને
  અને
  ભાઈ શબ્બીરઅલીને.
  સ્વાનુભવરસિક સરસ અછાંદસ કાવ્ય.
  ભાષાના શબ્દો પણ કેવા મજાના હોય છે!
  આંતરિક અવયવ ‘એનો’ આશય પણ એ જ હોય છે કે માવીતરને ખુશ કરવાં!
  તમે ખુશ અને તમારી ખુશી જોઈને અમે પણ ખુશ!

 2. pragnaju

  અભિનંદન

  સર્જનનું અછાદસ કાવ્યમા મધુરો અહેસાસ

  ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલય હે રાજેઊન

  સી સેકશનને સીઝેરીયન સેકશન કહેતા.જુલીઅસ સીઝરનો આ રીતે

  જન્મ કરાવ્યો હતો! અમારી ભત્રીજીના આવા ઓપરેશન બાદ બાળકનું

  નામ સહેજ ભાવે જુલીઅસ કહ્યું અને બધાએ સ્વીકારી લીધું

 3. Narendra Jagtap

  આપને અને આપના બાવીસ વર્ષના પગલીના પાડનાર બંન્નેને લાખો અભિનંદન….

 4. sapana Post author

  Hello, Banu:

  Shabbir always has infinite Best Wishes from Ba, Dushyant Uncle and Hemant Uncle. Allah may give him all the successes and happiness in his entire life.

  Hemantbhai

 5. sapana Post author

  Assalamu Alaikum,
  Ramadan Mubarak!
  And
  Happy Birthday to Shabbir!
  Usman and Farida

 6. DR. CHANDRAVADAN MISTRY

  શબ્બીરનો જન્મ….માતાનો અનોખો આનંદ, જ્યાં ભુલાઈ જાય છે દેહની વેદના…આને ત્યારબાદ માતાનું એક જ લક્ષ, અને એ રહે બાળકનું મોટા થવું, અને મોટા થઈ,કંઈક હાંસેલ કરવું.
  અહી છે માતા “સપના” !
  અહી બાળક છે શબ્બીર !
  શબ્બીર ૨૨ વર્ષનો થયો જાણી ખુશી, અને અભિનંદન !
  કઈક ભણીમ અ જીવનમાં ખુબ જ સફળતા મેળવે એવી મારી પ્રાર્થનાઓ !
  ……ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 7. sapana Post author

  f/ b મારાં અગણિત મિત્રોએ આશિર્વાદ મોકલ્યાં છે ..એ લોકો નો આભાર માનું છું.

 8. sapana Post author

  આભાર..વલીભાઈ..તમારાં ઉત્સાહક પ્રોત્સાહન માટે..અને દુઆ માટે

 9. sapana Post author

  આભાર હમેશા આપના પાસે થી ખૂબ જ જ્ઞાનથી ભરેલ કોમેન્ટ મળે છે. અમારાં જ્ઞાનમાં પણ વધારો થાય છે

 10. sapana Post author

  આભાર હીના …હમેશ સારા નરસા પ્રસંગે તમે હાજર હો છો…એક સારા મિત્રની જેમ

 11. અશોક જાની 'આનંદ'

  ભાઇ શબ્બીરને અમારી પણ સાલગિરહ પર દિલી મુબારક્બાદી..!!

  દીકરાને સરસ મજાની કાવ્યમય ભેટ

 12. Ramesh Patel

  આનંદના વધામણા માતૃહ્ર્દયથી…ખૂબ જ ભાવ ભરેલા.જન્મદિને અંતરથી શુભેચ્છાઓ..આપના જીવનમાં ખુશીઓ ખીલતી રહે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 13. dr.ketan karia

  મારી 2 વર્ષની દીકરીને જોઉં ત્યારે દરેક વખતે તેને પહેલી વખત જોઇ હતી તે ચહેરો જ જાણે જોતો હોઉં તેવું લાગે. એ 22 વર્ષની થશે ત્યારે કેવી લાગશે? કદાચ પહેલી વખત જોઇ હતી તેવી જ…
  સપનાબેન ગમ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.