દર્પણ

દર્પણ જૂઠ બોલે છે
જી હા દર્પણ જૂઠ બોલે છે
હું જ્યારે દર્પણ સામે ઊભી રહું છું
મને મારો ચહેરો નથી દેખાતો
દર્પણમાં તો મારું પ્રતિબીંબ હોવું જોઇયે
પણ આ શું?
એમાં મને મારો કરચલીવાળો ચહેરો નથી દેખાતો
જે હમેશા ઉદાસ રહે છે
એમાં મને એક જવાન ચહેરો દેખાય છે
જે ફૂલોની જેમ ખડખડાટ હસે છે
એની ઉઠતી ઝૂકતી આંખોમા પ્રેમની વર્ષા વરસે છે
જેના કાળા ભમર કેશ લહેરાઈ રહ્યા છે
હોંઠ ગુલાબની કળી જેવા ખીલી રહ્યા છે
આ ચહેરો મારો તો નથી
મારો તો થાકેલો ઉદાસ કરચલીવાળો ચહેરો છે
હા કદાચ એ ચહેરો હોય જે વર્ષો પહેલાં ગુમ થયો છે..
આ ચહેરો દર્પણે સાચવી રાખ્યો હોય મને દઝાડવા
આ મારો ચહેરો નથી
આ સપના નથી…
દર્પણ જૂઠ બોલે છે

સપના વિજાપુરા
૬-૧૮-૨૦૧૨

12 thoughts on “દર્પણ

 1. Rekha shukla(Chicago)

  દર્પણ જુઠ ના બોલે…મુજે તો લગે કે વો કેહતા હૈ… ઓ મેરી જોહરાજબીં તુજે માલુમ નહિ તુ અભિ તક હૈ હંસી ઔર મૈ જવાન તુજ પે કુરબાન મેરી જાન મેરી જાન્…માયુસીંઓ મે છુપી યે કૈસી તેરી તન્હાઈ હૈ…!!

 2. himanshu patel

  સરસ રચના છે આત્મ તપાસની-“આ ચહેરો દર્પણે સાચવી રાખ્યો હોય મને દઝાડવા….’

 3. Heena Parekh

  દર્પણે દઝાડવા માટે નહીં પણ જે ખોવાયું છે તે ફરી મેળવવા માટે સાચવી રાખ્યો છે.

 4. Narendra Jagtap

  બહેન જી દર્પણ તો સાચુ જ હોય …જે હોય તે જ બતાવે…. તમને ભ્રમ થયો છે… સપનાબેન …તમે ગૂમ થયાજ નથી અને હા આ સાહિત્યક્ષેત્રેથી તો અમે આપને ગૂમ નહી જ થવા દઇએ……. આપ તરો તાજા જ છો અને રહેશો આપની રચનાઓની જેમ…..

 5. અશોક જાની 'આનંદ'

  તમે તમારા મન દર્પણની વાત કરી લાગે છે..!!

 6. DR. CHANDRAVADAN MISTRY

  દર્પણએ સાચવ્યો છે એક સપના ચહેરો,
  આજે સપના એને નિહાળી કહે નથી એ મારો ચહેરો,
  તો, ચંદ્ર પૂછે છે દર્પણને, કોનો છે એ ચેહેરો ?
  તો, દર્પણ કહે “જેવા છો તમે, તેવો જ હોય ચેહેરો,
  પણ, જે હ્રદયભાવથી નિહાળો, માણો તમે એવો જ ચહેરો”
  અને હવે, હું જ સપનાને કહું”બેન મારી, છોડો ઉદાસી તમારી,
  હસતા રહો હંમેશા, કે દર્પણ પણ અનુભવશે ખુશી તમારી !”
  >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Sapanaben & All …Inviting all to my Blog for the Post on HUMAN HEALTH.

 7. sapana Post author

  quite sentimental poetry, deeply peneterates heart and leaves behind an echoeing lasting effect…. i am very pleased…..
  rehman saaz

 8. sapana Post author

  at the end we can not say
  ” I promise to mirror that ..I will bring that what is saved there ”
  Jagdish Vyas

 9. dilip

  એમાં મને મારો કરચલીવાળો ચહેરો નથી દેખાતો
  જે હમેશા ઉદાસ રહે છે
  એમાં મને એક જવાન ચહેરો દેખાય છે
  જે ફૂલોની જેમ ખડખડાટ હસે છે
  એની ઉઠતી ઝૂકતી આંખોમા પ્રેમની વર્ષા વરસે છે
  જેના કાળા ભમર કેશ લહેરાઈ રહ્યા છે
  હોંઠ ગુલાબની કળી જેવા ખીલી રહ્યા છે
  આ ચહેરો મારો તો નથી
  મારો તો થાકેલો ઉદાસ કરચલીવાળો ચહેરો છે
  હા કદાચ એ ચહેરો હોય જે વર્ષો પહેલાં ગુમ થયો છે..

  આજ સાચો ચહેરો છે….જે કદી ઘરડૉ થતો નથી..ફૂલો ની જેમ હંમેશ હસે છે…પ્રેમની વર્ષા વરસાવે છે…
  આજ સાચો ચહેરો છે..
  સપના પણ ઉપનામ,બાનુમા પણ વ્યવહારનામ છે..
  જે પારમાર્થિક છે તેનું પ્રતિબ્ંબ દર્પણ ઝીલશે ત્યારે..
  …ચૈતન્યનો આનંદીત ચેહરો જ દેખાશે ..જે મરણધર્મા નથી, ઉદાસ નથી, ચિર, યુવાન, સત્ય, શીવ અને સુંદર, તરોતાજો
  રહે છે..તેનુ કોઇ નામ નથી..પણ આપણાુચિત્તના દર્પણ માં
  પ્રતિબિંબ જગતનું આપણા સર્જેલા આભાસી જીવ ‘હુ ‘નું દેખાય છે..
  સુખી દુખી મોહાત્મક બની જાય છે..મૂળ પ્રતિબ્ંબ જ્યારે શુધ્ધ દર્પણ માં દેખાય છે પેલા..ચૈતન્યના ચેહરાનું..
  જે સદા યુવાન્..હસતો ખિલતો આનંદિત્..જે તમે લઈને જ આવ્યા છો..

  આ ચહેરો દર્પણે સાચવી રાખ્યો હોય મને દઝાડવા
  અન્ય સૌ પ્રતિબિંબ જૂઠા જે સદા ઉપસાવતો..
  એક અસલી ચેહરો મેં સાચવ્યો અજવાળવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.