8 Jul 2012

ગુલાલ ક્યાં હવે?

Posted by sapana

 

આંસું લૂંછવા રૂમાલ ક્યાં હવે?
એ રિવાજની બબાલ ક્યાં હવે?

સ્મિત બાળપણની સંગ એવું ગયું
જીદ મોજ ને ધમાલ ક્યાં હવે?

દિલ નથી રહ્યુ લગામમાં યા રબ
તો ગુનો છે એ ખયાલ ક્યાં હવે?

આજ કાલ પ્રેમ છે કિતાબમાં
જાદુગીરી એ કમાલ ક્યાં હવે?

આસમાનમાં તલાશ ના ખુદા
છે હ્રદયમાં એ સવાલ ક્યાં હવે?

રંગ ગાલ પર હજી છે આપનો
આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?

સપના વિજાપુરા
૭-૮-૨૦૧૨

 

Subscribe to Comments

15 Responses to “ગુલાલ ક્યાં હવે?”

  1. સરસ રચના.
    સ્મીત બાળપણ ની સન્ગ એવુ ગયુ,
    અને આસમાન માં તલાશ ના ખુદા હવે.સરસ વાત્.

     

    urvashi parekh

  2. રંગ લાલ હજી છે આપનો,
    આમ “સપના”માં ગુલાલ ક્યાં હવે ?
    ………..>>>>>>>>>>>>>>>…………………….
    શોધ્યો ના મળ્યો કોઈને,
    તો, ચંદ્રની ચાંદનીમાં એ મળ્યો સૌને હવે !
    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sapnaben….Nice Rachana !
    See you & your Readers on Chandrapukar.

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. રંગ ગાલ પર હજી છે આપનો
    આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?
    ખુબ સરસ સપનાનો રંગ ….!!!

     

    Rekha shukla(Chicago)

  4. સુંદર ગઝલ…

    સ્મિત બાળપણની સંગ એવું ગયું
    એ રહે દિલમાં સવાલ ક્યાં હવે?
    આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?
    – આ ત્રણ મિસરામાં છંદ ચકાસી લેશો…

     

    વિવેક ટેલર

  5. સરસ ગઝલ.

     

    Pancham Shukla

  6. સુન્દર રચના..

     

    અશોક જાની 'આનંદ'

  7. સુંદર ગઝલ અઘરા છંદમાં…
    આસમાનમાં તલાશ ના ખુદા
    એ હ્રદયમાં છે સવાલ ક્યાં હવે?
    રંગ ગાલ પર હજી છે આપનો
    આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?

     

    dilip

  8. દર્દની આ ગઝલ તો સરસ લખાઈ છે. પણ, વર્તમાનમાં જીવવાનો મહાવરો થવા લાગે પછી ભૂત / ભવિષ્ય અર્થ વગરના લાગશે.

     

    સુરેશ જાની

  9. સુંદર ભવ અભિવ્યક્તિ. મક્તાનો શેર ખુબ સરસ.

    રંગ ગાલ પર હજી છે આપનો
    આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?

    વાહ્,વાહ્

     
  10. વિવેકભાઈએ કહ્યાં એ મિસરા ચકાસી લેજો. મને ભાવ દ્રષ્ટિએ આ પંક્તિઓ બહુ ગમી
    રંગ ગાલ પર હજી છે આપનો
    આમ ‘સપના’માં ગુલાલ ક્યાં હવે?

     

    Mahesh Soni

  11. સ્મિત બાળપણની સંગ એવું ગયું
    જીદ મોજ ને ધમાલ ક્યાં હવે?
    ……………………………….
    વાહ! કેટલી સરળ પણ બળુકી રીતે બધું જ કહી દીધું.
    સુંદર ગઝલ..સુશ્રી સપનાબેન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  12. “આસમાનમાં તલાશ ના ખુદા
    એ હ્રદયમાં છે સવાલ ક્યાં હવે?”

    સરસ આધ્યાત્મિક ચિઁતન !

    ‘એ હ્રદયમાં છે” ના બદલે ‘છે એ હૃદયમાં’ હોય તો ?

    મજેદાર ગઝલ!

     

    Valibhai Musa

  13. સ્મિત બાળપણની સંગ એવું ગયું
    જીદ મોજ ને ધમાલ ક્યાં હવે?…

    waaahhhh

     

    Rina

  14. આસમાનમાં તલાશ ના ખુદા
    છે હ્રદયમાં એ સવાલ ક્યાં હવે?

    સુંદર રચના દીદી …

     

    prashant somani

  15. સ્મિત બાળપણની સંગ એવું ગયું…જીદ મોજ ને ધમાલ ક્યાં હવે?…વાહ સપના ખુબ સરસ રચના..

     

    Rekha shukla(Chicago)

Leave a Reply

Message: