15 Jun 2012

સહજ સપનાં

Posted by sapana

મિત્રો,
ખૂલી આંખનાં સપનાં જોતા જોતા આજ મારે ત્રણ વરસ થઈ ગયા..ત્રીજી વર્ષગાંઠ ફેબ્રુઆરીમા આવી ગઈ પણ હું જાત્રામા ગયેલી એટલે મારી આ વર્ષગાંઠ ઉજવવાંમાં થોડી વાર થઈ છે.પણ આજ મને ખુશી થાય છે કે આ સફર દરમ્યાન મને મહેશભાઈ સોની મળ્યાં..અને એમની એક ગઝલ મંદાક્રાન્તા છંદમાં વાંચી મને ખૂબ ગમી ગઈ..મે એમને કહ્યુ કે મારે આ છંદ શીખવો છે અને એમણે મને શીખવી આપ્યો..એમની મદદથી આ ગઝલ લખી છે.આપ સર્વને આમંત્રણ છે.મારી સાથે મારી ખુશીમા શામિલ થવા માટે…તમારા બધાં ભાવકના પ્રોત્સાહન અને મદદથી આ સફર ચાલુ થઈ અને આ સફરમાં બધાં મિત્રોએ સાથ આપ્યો જેમના નામનું લિસ્ટ તો ઘણું લાંબુ છે છતાં બે ચાર નામ તો લીધા વગર રહી શકતી નથી. વિવેકભાઈ ટેઈલર.ઊર્મી,પંચમ શુક્લ અને દિલીપભાઈ ગજ્જર, અશરફભાઈ ડબાવાલા અને મધુમતી મહેતા આ બધા લોકોએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે..અને મારી સફરમાં મારી સાથે સાથે રહ્યા છે..આ સફર દરમ્યાન મારો એક સંગ્રહ પણ પ્રકાશીત થયો. ‘ખૂલી આંખનાં સપનાં’ જે લોકોએ પ્રેમથી વધાવ્યો છે… મંદાક્રાન્તા છંદમાં લખવાનો આ પ્રથમ પ્રયાસ છે તો કોઈ ભૂલ લાગે તો જણાવવા મહેરબાની કરશો.આપના આશીર્વાદ અને પ્રેમની અપેક્ષા સાથે વિરમુ છું.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભીનાં ભીનાં નયન વરસે આગ હૈયે લગાવે
ફૂલે ફૂલે મધુકર ફરે આગ હૈયે લગાવે

તારાનું છે ભરત નભમાં આજ ના જા સખા રે
ચાંદો પેલો ચમક ચમકે આગ હૈયે લગાવે

નાચું હું તો ઝમક ઝમ રે શ્યામની વાંસળીયે
બેડું મારું છલક છલકે આગ હૈયે લગાવે

ગુંજું હૈયે ધડકન બની જાદુ મારૂ તું જાણે
છાતી ફાડી ધડકન હવે આગ હૈયે લગાવે

મીરા તારી વન વન ફરે બાવરી ભાન ભૂલે
રાધા રાધા શબધ અધરે આગ હૈયે લગાવે

આંખે આંજું સહજ ‘સપનાં’ હાથ રાખું હું થોડાં
લો રાખી લો સપન સળગે આગ હૈયે લગાવે

સપના વિજાપુરા

૬-૧૩-૨૦૧૨

Subscribe to Comments

25 Responses to “સહજ સપનાં”

 1. આપની જાત્રા તો ઘણી લાંબી ચાલી! છે….ક ચાર મહિના પછી વર્ષગાંઠની ઉજવણી? ખેર, ત્રણ વર્ષની લાંબી જાત્રા બદલ ખૂબ ખૂબ અભિનંદન.. આ ત્રણ વર્ષમાં આપની કલમમાં આવતા જતા પરિવર્તનો ગમ્યા છે અને હજી આગળ જતાં આપની કલમ વધુ સશક્ત બને એવી જ અભ્યર્થના…

  શુભકામનાઓ…

   

  વિવેક ટેલર

 2. સપનાજી, આપણા સૌની આ કવિતાની દુનિયા નિરાળી છે. જેટલું વહેંચીએ છીએ એનાથી વધારે મેળવીએ છીએ. મેં તમને છંદનાં ગણ બંધારણ અને નિયમ બતાવ્યાં એમાં તમે મને છંદ શીખવાડવાની ક્રેડિટ આપી.
  તમે બહુ સરસ રચનાનું સર્જન કર્યું છે. આજે જ્યારે છંદોમાં લખવાનું ઓછું થતું જાય છે. આજના ઘણા કવિઓ (ખાસ કરીને ફેસબુક પરનાં) ઊર્દૂનાં લચીલા છંદોમાં લખતા પણ ગભરાય છે ત્યારે તમે સંસ્કૃત છંદમાં લખવું પસંદ કર્યું એ બહુ મોટી વાત છે. ઊર્દૂનાં લચીલા છંદોમાં (કે જ્યાં લઘુ ગુરુની છુટ લઈ શકાય છે) લખવું એક વાત છે. સંસ્કૃતનાં ચુસ્ત રૂપમેળ (મંદાક્રાંતા, શાલિની, ચંચલાક્ષિકા, શશિકલા જેવા) છંદોમાં (જ્યાં લઘુ ગુરુની છુટ લઈ શકાતી નથી) લખવું એ બીજી વાત છે. તમે આ મુશ્કેલ કાર્યને સરળતાપૂર્વક કર્યું છે. તમારી કાવ્ય નિષ્ઠા ખરેખર દાદ માંગે એવી છે.

   

  Mahesh Soni

 3. તારાનું છે ભરત નભમાં આજ ના જા સખા રે
  ચાંદો પેલો ચમક ચમકે આગ હૈયે લગાવે…
  આપના બ્લોગના ચતુર્થ વર્ષારંભે ખુબ અભિનંદન..આપે મંદાક્રાન્તા છ્ંદમાં રજુ કરી તે ખુબ જ આસ્વાધ્ય અને ગુજરાતીપણાથી છલકે છે પ્રણયર્ંગ સભર..વિષેષ આનંદ એ વાતથી કે તાજેતરમાં જ કેનેડાથી પધારેલ જ . મુહમ્મદઅલી ‘વફા’ સાથેની ગોષ્ટીમાં તેઓના મુખે સરી પડેલું કે,..’આજ કાલ મોટાભાગના કવિઓ..ગઝલના સર્જન માં લાગ્યા છે આમાં જે મંદાક્રાંતા, શાલિની, ચંચલાક્ષિકા, શશિકલા જેવા છંદ વિસરાઈ જશે તેવો ડર છે…’ આ વાત મનમાં ઊંડે ચીંતિત હતી ને આપની આ છ્ંદ મામ રચના વામ્ચી જે સાંત્વન ખુશી થઈ તે અનહદ છે..સાથે મહેશભાઈ સોની જેવા વ્યક્તિ છંદ શીખવવાની ઉદારતા દર્શાવી.. આદર પાત્ર છે..શુભેચ્છા સહ..
  આ તો આપે શ્રાવ્ય માધ્યમમાં પણ પઠન કરી રજુ કરવી જોઈએ…

   

  dilip

 4. સહુથી પહેલાં ત્રીજી વર્ષગાંઠના અભિનંદન અને બીજાં મંદાક્રાંતા છંદના સફળ પ્રયોજન માટે..
  સુંદર ગઝલ…!!

   

  અશોક જાની 'આનંદ'

 5. આપના બ્લોગના ચતુર્થ વર્ષારંભે ખુબ અભિનંદન

   

  vijay shah

 6. અભિનંદન, ચતુર્થ વર્ષના આરંભે છંદોબધ્ધ ગઝલ અને તે પણ મંદાક્રાન્તા છંદમા રજુ કરવા માટે શત શત અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ.

   

  manhar mody ('mann' palanpuri)

 7. અભિનંદન

  મંદ મંદ આક્રંદ કરતી રચના મન ભાવન

  ચોથા વર્ષની શરુઆત આટલી સ રસ તો…

   

  pragnaju

 8. સ-રસ છે રજુઆત ચોથા વર્ષની… ઝીણું રુદન છે સતત આગ સળગે છે…હૈયા માં હામ ને શ્રધ્ધાનો સાથ લે..સપના ચાલે આગળ બસ એજ છે ખુશી મારી…!!

   

  Rekha shukla(Chicago)

 9. મીરા તારી વન વન ફરે બાવરી ભાન ભૂલે
  રાધા રાધા શબધ અધરે આગ હૈયે લગાવે
  સરસ … ત્રણ વર્ષની સાહિત્યિક યાત્રા પૂરી કરી ચોથા વર્ષમાં સફળ પ્રવેશ બદલ અભિનંદન … ખુલી આંખે સપનાં જોતાં રહો

   

  Daxesh Contractor

 10. બાનુંમાં કહું કે સપનાજી? આપ એટલા જ પ્રિય રહેવાના.
  હાર્દિક અભિનંદન બ્લોગ ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે.

  મુનિરા

   

  sapana

 11. નેકનામ બાનુમાબેન

  અસ્સલામો અલયકુમ.
  અભિનંદન ત્રીજી બ્લોગવર્સરિ નિમિત્તે. સાહિત્યસર્જનમાં નવાં સોપાનો સર થતાં રહે તેવી દિલી દુઆ.
  વલીભાઈ

   

  sapana

 12. સપનાબેન,
  “ખુલ્લી આંખના સપના”ના ત્રણ વર્ષ પુરા થઈ ગયા ! સમય કેટલો જલ્દી વહે છે, એનો ખ્યાલ પણ ના રહ્યો.
  સરસ પોસ્ટો વાંચી ખુબ જ આનંદ અનુભવ્યો…..અને સાથે એક બેનનો સ્નેહ મળ્યાનો લાભ.
  અભિનંદન !
  બ્લોગ પર વધુ અને વધુ “સપના” શબ્દોમાં મુકી, અમોને આનંદ આપતા રહેશો.
  હું પણ “યલો સ્ટોન અને માઉન્ટ રસમોર” નિહાળી, ૧૨ જુનના દિવસે આવ્યો હતો.
  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog…Hope to see you !

   

  DR. CHANDRAVADAN MISTRY

 13. હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…!

   

  Dr.Maulik Shah

 14. Congratulations for completing three years of your Web site.
  I liked your Ghazal written in Mandakranta.
  Girishbhaai

   

  sapana

 15. SAPANA SAAHIBA,
  YOUR GHAZAL IS SIMPLY SUPERB. IT TOUCHED MY HEART AND SOUL AND LEAD ME TOWARDS A SENTIMENTAL JOURNEY. IT PORTRAY’S DELICATE MATTERS OF HEART IN SUCH A SOPHISTICATED WORDS THAT I WONDERING HOW A POETESS MAKES IT SO SAD AS WELL AS SO ENJOYABLE. I HAVE DEEPEST ADMIRATION FOR A POETESS OF SUCH A CALIBRE WHO UNDERSTANDS THE LIFE AND ITS VAGRANCIES WITH SUCH A DEPTH AND DEVOTION. I SEE IN YOU A POETESS WHO WILL SECURE HIGHEST RANK IN GUJRATI POETS SOME DAY. A NEW ” KALAPI ” AND ” FAANI BADAYUNI ” IS AMONG US NOW. I WISH HER ALL SUCCESS……. rehman saaz

   

  Rehman Saaz

 16. અભિનંદન અને શુભેચ્છા.

   

  Devika

 17. સપનાજી ……….
  પહેલા તો ખુબ ખુબ અભિનંદન ………
  તમારી આ કાવ્યયાત્રા માં સફર કરવાની તક મળી ખુબ જ આનંદ થયો. રહી વાત આપના કાવ્યો વાહ !
  તારાનું છે ભરત નભમાં આજ ના જા સખા રે
  ચાંદો પેલો ચમક ચમકે આગ હૈયે લગાવે………
  અને
  મીરા તારી વન વન ફરે બાવરી ભાન ભૂલે
  રાધા રાધા શબધ અધરે આગ હૈયે લગાવે………….પ્રણયપ્રચુર પ્રેમિકા નો અહેવાલ કેટલી સાહજિકતા થી આપ્યો છે ….એની આજીજી પ્રિયતમ ને રોકવા ની અને ક્ષણિક જેલસિ વાહ

   

  Niketa Vyas

 18. અભિનંદન અને સુંદર રચના.
  સસ્નેહ, સરયૂ પરીખ

   

  SARYU PARIKH

 19. સપનાજી,
  ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ…..+
  (શ્રી વિવેકભાઇનો પ્રતિભાવ આખેઆખો અહીં, મારી પણ લાગણી તરીકે….!)

   

  ડૉ.મહેશ રાવલ

 20. ભાવ યાત્રામાં સદા વિહરતી આ યાત્રાને ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 21. Salam Banumaben,

  Lots of Mubarak on the occasion of your Blogging third Anevesery !

  Khudahafiz

  Akbarali Musa

   

  sapana

 22. Congratulations.
  Pancham Shukla

   

  sapana

 23. Well done Sapana Good Job Congrats

   

  Shenny Mawji

 24. ત્રીજી વર્ષગાંઠના અભિનંદન !
  મંદાક્રાન્તામાં કવિતા સરસ થઈ છે.
  આપની કલમ દિવસે દિવસે વધુ સશક્ત બને એવી શુભેચ્છા !…
  પ્રવિણ શાહ

   

  P Shah

 25. સપનાજી, અચાનક આપના બ્લોગ પર આવ્યો ..અને આપના સુમધુર આવાજમાં આ રચના સાંભળી ખુબ આનંદ થયો..સુન્દર સ્વચ્છ ઉચ્ચારમાં સ્પષ્ટ અવાજ સાથે રેકોર્ડીંગ પણ સારું છે..આ પોષ્ટને ઓર નિખાર આવી ગયો..સર્જકની પરિપક્વતા ગંભીરતા સાથે યુવાન હ્રુદયની તાજગી નો તરવરાટ,..હર્ષ.. અનુભવાય છે..અવારનવાર આપ આ મુજબ જ રજુ કરશો…આભાર્…સહ..
  http://leicestergurjari.wordpress.com/2012/06/25/ટૂંકી-ટચરક-વાત-કબીરા-video/

   

  dilip

Leave a Reply

Message:

 


Warning: Invalid argument supplied for foreach() in /homepages/1/d487227804/htdocs/wp-includes/script-loader.php on line 2781