3 Jun 2012

સાચું પડે તો!!!

Posted by sapana

એક સપનું સાચું પડે તો!!
આવવા મન તારું કરે તો!!

છે તિજોરીના પેટ ઊંડા
પેટ ભૂખ્યાનું પણ ભરે તો!!

ચાંદની ઓઢી આવું છું હું
આજ મધ દરિયે તું મળે તો!!

સાંજ પડતાં એ યાદ આવે
સાંજ બીજે જઈને ઢળે તો!!

આંખમાં આંખો હાથમાં હાથ
ને ગઝલ મીઠી મધ બને તો!!

હું બની ગઈ ‘સપનાં’સજનની
એક સપનું સાચું પડે તો!!

સપના વિજાપુરા
૬-૦૩-૨૦૧૨

Subscribe to Comments

10 Responses to “સાચું પડે તો!!!”

  1. એક સપનું સાચું પડે તો!!
    આવવા મન તારું કરે તો!!

    બહોત અચ્છે !

     

    Bharat Trivedi

  2. સરસ ગઝલ.

     

    Pancham Shukla

  3. મનભાવન ગઝલ.

     

    himanshu patel

  4. સરસ ગઝલ.

     

    Heena Parekh

  5. સાંજ પડતાં એ યાદ આવે
    સાંજ બીજે જઈને ઢળે તો!! સુંદર અભિવ્યક્તિ..!! સરસ ગઝલ…

     

    અશોક જાની 'આનંદ'

  6. આંખમાં આંખો હાથમાં હાથ
    ને ગઝલ કોઇ મીઠી બને તો!!
    હું બની ગઈ ‘સપનાં’સજનની
    એક સપનું સાચું પડે તો!!…..

    ખુબ જ સરસ સપનાબેન…. રચના ગમી….

     

    Narendra Jagtap

  7. એક સપનું સાચું પડે તો!!
    આવવા મન તારું કરે તો!!
    ખુબ સુન્દર ગઝલ………

     

    dilip

  8. ચાંદની ઓઢી આવું છું હું
    આજ મધ દરિયે તું મળે તો!!
    …………………….
    ખૂબ જ મજાનો શેર અને ગમી જાય તેવી ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. ચાંદની ઓઢી આવું છું હું
    આજ મધ દરિયે તું મળે તો!!

    ખુબ સરસ રચના..!!!

     

    Rekha shukla(Chicago)

  10. સરસ ગઝલ ટૂંકી બહેર મા લાંબી વાત.

     

    manhar mody ('mann' palanpuri)

Leave a Reply

Message: