12 May 2012

આશા રાખ મા

Posted by sapana

નદી સુકી પડી,જળની તુ આશા રાખ મા
કદી બાવળ કને ફળની તુ આશા રાખ મા

કદી આવે નહી વિતી ગયો છે તે સમય
ફરી એ પ્રેમનાં  પળની તુ આશા રાખ મા

હરણ માફક તુ મ્રુગજળની તરફ ના દોડ્જે
મળે ના રણ મહી જળની તું આશા રાખ મા

અડીખમ પર્વતો ખસવાની વાતો માનજે
મનૂજ બદલાય પળની તુ આશા રાખ મા

પડી ગઇ છે અહીં સંબંધમાં ગાંઠો ઘણી
ઘડીમાં છુટ્શે એ વળની તું આશા રાખ માં

બધાં આ સ્નેહના સિક્કા કહો રાખુ હું ક્યાં
છે બરણી તો વગર તળની,તુ આશા રાખ મા

તજી આ જગ ગયા પાછા પધારે ક્યાં ફરી
ઊઠી ચૂકેલા અંજળની તું આશા રાખ મા

પ્રક્રુતિ છે મગર પંખીનો કલરવ ક્યાં હવે
ઓ સપના કોઇ અટકળની તું આશા રાખ મા

સપના વિજાપુરા

Subscribe to Comments

9 Responses to “આશા રાખ મા”

  1. પ્રક્રુતિ છે મગર પંખીનો કલરવ ક્યાં હવે
    ઓ સપના કોઇ અટકળની તુ આશા રાખમા………….
    સપનાબેન,
    પહેલા અનેકવાર આવ્યો ત્યારે તમારો બ્લોગ બંધ હતો.
    આજે પોસ્ટ વાંચી ખુશી.
    આજે “મધર્સ ડે”તો “હેપી મધર્સ ડે” સૌને !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Noit seen you on Chandrapukar..missed you …Hope to see you.

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સરસ રચના. “તજી આ જગ ગયા….” એ વિચારની સુંદર રજુઆત.
    બ્લોગનો દેખાવ પણ સરસ લાગે છે.
    સરયૂ પરીખ

     

    SARYU PARIKH

  3. તમારી અનુપસ્થિતિ એ તમારા વિસ્મરણની ઘડી નથી, મિત્ર…

    સુંદર ગઝલ.. પણ મને લાગે છે કે ઘણી ઉતાવળમાં લખી છે એટલે છંદમાં ક્યાંક ક્યાંક લોચો પડ્યો છે અને રદીફ પણ એકાદ જગ્યાએ આખી લખી નથી…

     

    વિવેક ટેલર

  4. સારી રચના, ઘણા વખતે ગઝલ લખી તેથી છંદ સહેજ કથળેલો લાગ્યો, વિવેકભાઇની વાત બરાબર છે.

     

    અશોક જાની 'આનંદ'

  5. હજ કરી આવ્યા પછી તો આશા અને ઉત્સાહ વધવા જોઈએ.
    આ નીરાશા કાં ?
    ————
    બહારી ચીજોની આશા ક્ષણજીવી જ હોય છે. અનલહકના રસ્તે આનંદ જ આનંદ …

     

    સુરેશ જાની

  6. ચોથા શેરમા એક (એ) વધારે છે

     

    Bedar lajpuri

  7. તજી આ જગ ગયા પાછા પધારે ક્યાં ફરી
    ઊઠી ચૂકેલા અંજળની તું આશા રાખ મા

    પ્રક્રુતિ છે મગર પંખીનો કલરવ ક્યાં હવે
    ઓ સપના કોઇ અટકળની તું આશા રાખ મા
    ……………………………………
    આપની હૃદય ભરી દેતી ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. પડી ગઇ છે અહીં સંબંધમાં ગાંઠો ઘણી
    ઘડીમાં છુટ્શે એ વળની તું આશા રાખ માં
    ———————————–
    હ્રદય છલકાઈ જાય છે વાંચીને આ ગઝલ
    હકીકતમા કઈ ફેર થાશે તું આશા રાખ માં
    ————————————-
    હરણ માફક તુ મ્રુગજળની તરફ ના દોડ્જે
    મળે ના રણ મહી જળની તું આશા રાખ મા
    ————————————
    ખુબ સુન્દર રચના સપનાબેન્!!

     

    Rekha shukla(Chicago)

  9. ઘણા દિવસે આપની ગઝલોનો આસ્વાદ માણ્યો, બસ વાંચ્યા જ કરું એમ થાય છે…ખૂબ સુંદર રચનો સપનાબેન.

     

    munira

Leave a Reply

Message: