1 Mar 2012

મગરૂર

Posted by sapana

રાત ઢગલો થઈને
સૂર્યનાં પગમાં પડી ગઈ
સૂર્ય પણ રાતને
પાછલાં પગે લાત મારી
આકાશમાં અભિમાનથી
ઉપર ચડવા લાગ્યો
ગરીબના પ્રસ્વેદના ટીપાં
ટપ ટપ પડવા લાગ્યા
ધરતીને પ્રકાશથી આવરી લીધી
સૂરજ દાદાની જય જયકાર થઈ ગઈ
નમી નમીને દર્શન થવા લાગ્યા
પણ સૂરજ દાદા અચાનક ઠંડાં થવા લાગ્યા
અને ફરી આવી ગઈ કંકુ વરણી સાંજ..
ફરી નાનાં નાનાં તારલા ટમટમવા લાગ્યા
રાત કાળી ચાદર બીછાવી દીધી અને
ચાંદની ચમકવા લાગી..
ભલે સૂરજ દુનિયાનાં બીજાં છેડે ગયો
પણ મગરૂર સૂરજ રાતને ના રોકી શક્યો..
અભિમાન તો રાવણનું પણ ના રહ્યુ અને ફિરોનનુ પણ
ઈશ્વરના અસ્તિત્વ આગળ સૂરજ હો કે ચાંદ કે અભિમાની માનવ
બધાં મચ્છરની પાંખ જેવાં છે…
સપના વિજાપુરા
૨/૨૯/૧૨

Subscribe to Comments

12 Responses to “મગરૂર”

  1. ઈશ્વરના અસ્તિત્વ આગળ સૂરજ હો કે ચાંદ કે અભિમાની માનવ
    બધાં મચ્છરની પાંખ જેવાં છે…
    પ્રકૃતિ સાથે મૂલ્યલક્ષી નિરૂપણ આ કાવ્યમાં જણાયું …

     

    dilip

  2. સપનાબેન્,
    ભારતની ટ્રીપ બાદ, આ પહેલીવાર હું તમારા બ્લોગ પર છું.
    આ પોસ્ટ મને ખુબ જ ગમી !
    અહી જે રીતે તમે દિવસ/રાત્રીનુ વર્ણન કરી “અહંહાર ના કરવાની “શીખ” રેડી છે તે શબ્દોની ગોઠવણી મને ગમી.
    અભિનંદન !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. સૂરજ પછી રાત અને રાત પછી સૂરજ … અને ફરી પાછું એનું એ…

    એ બેમાંથી એકેય મગરૂર નથી. આપણી નજરના આ બધા ખેલ છે. જે સતત છે , અને જે એકમાત્ર અસ્તિત્વ છે – તે છે…

    આ ક્ષણ .

     

    સુરેશ જાની

  4. અભિમાન તો રાવણનું પણ ના રહ્યુ અને ફિરોનનુ પણ
    ઈશ્વરના અસ્તિત્વ આગળ સૂરજ હો કે ચાંદ કે અભિમાની માનવ
    બધાં મચ્છરની પાંખ જેવાં છે…આટલું સમજીએ તોય ઘણું.
    સરસ રચના.

     

    Heena Parekh

  5. સરસ નિખાલસ આખાબોલું કાવ્ય,સીધું ઉદ્બોધન પણ ક્યારેક હ્રદયમાં ચોટ મૂકી જાય છે.

     

    himanshu patel

  6. નિયતીનું ધાર્યુ બધુ થાય છે… એક તત્વ છે જેની પાસે બધો કંટ્રોલ છે…અને તેની મરજીથી વિરુધ્ધ પાંદડુ પણ ફરકી શકતુ નથી…….આપની રચના સરાહનિય છે… ગમી …સરસ

     

    Narendra Jagtap

  7. સરસ ને સચોટ રચના સપના બેન..!!

     

    Rekha shukla(Chicago)

  8. ભલે સૂરજ દુનિયાનાં બીજાં છેડે ગયો
    પણ મગરૂર સૂરજ રાતને ના રોકી શક્યો..
    અભિમાન તો રાવણનું પણ ના રહ્યુ અને ફિરોનનુ પણ
    ઈશ્વરના અસ્તિત્વ આગળ સૂરજ હો કે ચાંદ કે અભિમાની માનવ
    બધાં મચ્છરની પાંખ જેવાં છે…

    ખુબ સરસ સપનાબેન!!

     

    munira

  9. વાહ

     

    Atul Jani (Agantuk)

  10. ચોટદાર અછાંદસ …!!

    આ વધુ ગમ્યુ.. ઈશ્વરના અસ્તિત્વ આગળ સૂરજ હો કે ચાંદ કે અભિમાની માનવ
    બધાં મચ્છરની પાંખ જેવાં છે….
    વાહ, સરસ પદાર્થ પાઠ……….

     

    અશોક જાની 'આનંદ'

  11. સુશ્રી સપનાબેન
    મનનીય કલ્પના જે ઘણું બધુ કહેવા સમર્થ છે. ચોટદાર રીતે સ્પર્શી ગઈ વાત.
    બ્રહ્માંડના સઘળા પદાર્થો કોઈ સેન્ટ્રલ કમાન્ડથી કેટલાય સૌર મંડળોને ઘૂમાવે છે , પાછા આદિકાળથી અને એક નિશ્ચિત પરિઘમાં. કોઈ આઘાપાછા થાય તો બ્લેકહોલમાં સ્વાહા!
    કેમ પામવું આ રહસ્ય? પણ આ સૌનો સાક્ષી બનતો માંહ્યલો એ સાચે જ ‘wonder of the world’ છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  12. nice…

     

    prakash sukhadiya

Leave a Reply

Message: