Next Post Previous Post
14
Mar
2012
મખમલી યાદ
Posted by sapana

એક પીંછુ આમ અડકી નીકળી ગયું
જેમ કોમળ ફૂલ સ્પર્શી નીકળી ગયું
બંધ આંખોમાં છબી તારી લૈ ઘુમું
આંખથી સપનું ય સરકી નીકળી ગયું
હસ્તરેખા સ્પર્શથી અદ્રશ્ય થઈ છે
ભાગ્ય શરમાઈ મોં ફેરી નીકળી ગયું
યાદ તારી પણ હશે કૈંક મખમલી પ્રિય
દિલ સુંવાળું ક્યાક છટકી નીકળી ગયું
રામ ને અલ્લાહમાં એ ગુંચવાયું
એક બાળક ધર્મ છોડી નીકળી ગયું
મોત આવે એ પહેલા બસ તું આવે
એ હતું અરમાન બાકી, નીકળી ગયું
માર્ગ પર મે મખમલી ફૂલો બિછાવેલ
ક્રૂરતાથી કોણ કચડી નીકળી ગયું?
કેટલાં સપનાં હતા તારા ને મારાં
ભાગ્ય કેવું માથું પટકી નીકળી ગયું
સપના વિજાપુરા
૦૩-૧૪-૧૨
10 Responses to “મખમલી યાદ”
Leave a Reply
રામ ને અલ્લાહમાં એ ગુંચવાયું
એક બાળક ધર્મ છોડી નીકળી ગયું……
ઘણું બધું કહેી દેીધુ,સપના….સરસ.
Devika
March 14th, 2012 at 1:30 pmpermalink
ઘણાબધા દ્રષ્ટિકૉણથી ઘનિભૂત થયેલી સાચી મખમલી યાદો,બધી ગમી.
himanshu patel
March 14th, 2012 at 3:19 pmpermalink
રામ ને અલ્લાહમાં એ ગુંચવાયું
એક બાળક ધર્મ છોડી નીકળી ગયું….વાહ,
સારી ગઝલ, ભાવાભિવ્યક્તિને મામલે…
છંદ ક્યાંક તૂટતા લાગ્યા..
અશોક જાની 'આનંદ'
March 15th, 2012 at 12:09 pmpermalink
મોત આવે એ પહેલા બસ તું આવે
એ હતું અરમાન બાકી, નીકળી ગયું….. સરસ ગઝલ …પ્રયાસ સારો….
ભારત આવો છો…. ગઝલના ધામ મારા પાલંનપુર તરફ આવવાનુ થાય તો મને ચોક્કસ મહેમાનગતિ કરવાનો મોકો આપજો….
Narendra Jagtap
March 15th, 2012 at 3:15 pmpermalink
સુંદર રચના, અને ગમી.
હવે આવજો “ચંદ્રપૂકાર”પર
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog !
DR. CHANDRAVADAN MISTRY
March 16th, 2012 at 1:11 ampermalink
સુન્દર અભિવ્યક્તિ…
Anil
March 30th, 2012 at 2:38 ampermalink
dEAR Sapnaji..
Sau pratham Raksha-bandhan ni vadhayi…
Aapnu aa 14.3.12 nu aa kavya kem aamari NAZEROO bahar rahi gyu..!!!???
Ha kadach Subha divas ni Raah jotu hashe..nakki..!!!???
Bahen KHUBAJ BHAV-VAHI Shabdo ne aa banne panktiyo tau atee sunder ke :
Maut ave te pahela tnu aave…..ane..
Bhagya kevu (!!!???) mathu PATKI nikali gayu….
god bless us.
jay shree krishna
Sanatbhai ni shaha-snehaal aashish…
SANATKUMAR DAVE
August 1st, 2012 at 12:24 pmpermalink
રામ ને અલ્લાહમાં એ ગુંચવાયું
એક બાળક ધર્મ છોડી નીકળી ગયું
વાહ સપના ખુબ સરસ ભાવવાહી કવિતા છે..!
Rekha shukla(Chicago)
August 1st, 2012 at 6:47 pmpermalink
સપનાજી…નમસ્કાર ,,
એક પીંછુ આમ અડકી નીકળી ગયું
જેમ કોમળ ફૂલ સ્પર્શી નીકળી ગયું
આપની આ રચના ખુબ ગમી .મારી પ્રોફાઈલ પર આપના નામ સાથે જ મૂકી છે.સાથે આપની પરમીસન મળશે તેવી આશા સાથે આપનો આભાર.
Bharat Vaghela
August 1st, 2012 at 7:02 pmpermalink
હસ્તરેખા સ્પર્શથી અદ્રશ્ય થઈ છે
ભાગ્ય શરમાઈ મોં ફેરી નીકળી ગયું
bhavesh
August 3rd, 2012 at 11:03 ampermalink