19 Feb 2012

મરી ગયું છે

Posted by sapana


કઈક અંદર મરી ગયું છે
પ્રેમ બળતણ ઠરી ગયું છે

સ્પર્શની લાગણી ના રહી
ટેરવું પણ ડરી ગયું છે

પાંદડું જે નજરમાં હતું
વૃક્ષથી એ ખરી ગયું છે

બદનસીબ છે આ દિલ પણ
કોઈ પાછું ધરી ગયું છે

લીલું છમ ઘાસ જોઈને
ઢોર ઢાખર ચરી ગયું છે

જે જવાનું હતું તે ગયું
આંસું આંખે ભરી ગયું છે

માછલી જેવું લપસી ગયું
એક સપનું સરી ગયું છે

જીવવાની ઇચ્છા જુઓ
ડૂબતું જણ તરી ગયું છે

એક ‘સપના’નું માતમ શું?
એક આવ્યું ફરી ગયું છે

સપના વિજાપુરા
૨-૧૫-૧૨

Subscribe to Comments

19 Responses to “મરી ગયું છે”

  1. જીવવાની ઇચ્છા જુઓ
    ડૂબતું જણ તરી ગયું છે

    એક ‘સપના’નું માતમ શું?
    એક આવ્યું ફરી ગયું છે

    વાહ .. ટુંકી બહેરમાં સરસ ગઝલ.

     
  2. મને પણ ખુબ જ ગમી તમારી ગઝલ …તમારા પ્રોત્સાહન માટે ખુબ ખુબ આભાર…..!!તમે મશહુર લેખિકા છો…ફરિવાર તમારો આભાર..બસ લખતા રહો ને અમને મજા કરાવતા રહો.

     

    Rekha shukla(Chicago)

  3. સરસ ગઝલ…

    જીવવાની ઇચ્છા જુઓ
    ડૂબતું જણ તરી ગયું છે…. એ શેર ખૂબ ગમ્યો.

     

    Jignesh Adhyaru

  4. બાહુ સુનદર

     

    patel bhavesh

  5. વેદનાનેી આરપાર અભિવ્યક્તિ…સરસ, સરસ્…

     

    Devika Dhruva

  6. જૂજ શબ્દો દ્વારા સશક્ત અભિવ્યક્તિ.

     

    Manhar Mody ('mann' palanpuri)

  7. સરસ ગઝલ.

     

    Heena Parekh

  8. બદનસીબ છે આ દિલ પણ
    કોઈ પાછું ધરી ગયું છે….. વાહ વાહ સપનાબેન… મઝાની ગઝલ ટૂકી બહેરમાં… આ ટૂકી બહેરમાં ખરેખર લખવુ અઘરુ છે…. આપ એમા જો હથોટી અજમાવતા રહેશો તો ફાવટ આવી જશે…. આપની જાણ ખાતર કહુ કે સુરતના શ્રી અમર પાલંનપુરી આમા માહેર છે…. આપને ધન્યવાદ

     

    Narendra Jagtap

  9. કઈક અંદર મરી ગયું છે
    પ્રેમ બળતણ ઠરી ગયું છે

    સ્પર્શની લાગણી ના રહી
    ટેરવું પણ ડરી ગયું છે —- સુંદર! આખી ગઝલ સ્પર્શી ગઈ!

     

    jayshree merchant

  10. સરસ, કંઈક અંદર મરી ગયુ છે.
    પ્રેમ બળત ઠરી ગયુ છે,
    સ્પર્શ ની લાગણી ન રહી.ટેરવુ પણ ઠરી ગયુ છે. ખુબજ સરસ.

     

    urvashi parekh

  11. જીવનના આરોહ-અવરોહ વચ્ચે વહેતી પળોને
    આપે સંવેદનસહ ગઝલમાં મઢી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  12. સ્પર્શની લાગણી ના રહી
    ટેરવું પણ ડરી ગયું છે

    ખુબ સરસ સપના બેન્

     

    munira

  13. દર્દમયી ગઝલ ખુબ સુન્દર થઈ ..

     

    dilip

  14. સુંદર અભિવ્યક્તિ સાથેની ગઝલ…!!

     

    અશોક જાની 'આનંદ'

  15. ગાલગા ગાલગાલ ગાગા

    – એક ‘ગા’ કાઢી લઈને પણ મજાની ગઝલ થઈ છે પણ છંદ ઘણી જગ્યાએ શિથિલ પડે છે.
    ડૂબવાવાળો શેર અદભુત છે પણ ત્યાંય છંદ કાચો પડે છે… હવે આ ન ચાલે !

     

    વિવેક ટેલર

  16. ખુજ સરસ રચના.
    બહુ ગમી,મન ને સ્પર્શી ગઈ.
    અભીનન્દન.

     

    urvashi parekh

  17. કઈક અંદર મરી ગયું છે
    પ્રેમ બળતણ ઠરી ગયું છે

    સ્પર્શની લાગણી ના રહી
    ટેરવું પણ ડરી ગયું છે

    ઘણેી સુઁદર ગઝ્લ્

     

    Muhammedali wafa

  18. આટલુ સરસ લખી ને રડાવી દે છે ને..!!

     

    Rekha shukla(Chicago)

  19. માછલી જેવું લપસી ગયું
    એક સપનું સરી ગયું છે

    જીવવાની ઇચ્છા જુઓ
    ડૂબતું જણ તરી ગયું છે

    એક ‘સપના’નું માતમ શું?
    એક આવ્યું ફરી ગયું છે

    સુંદર શેર

    ગઝલ ખૂબ જ ગમી

     

    prashant somani

Leave a Reply

Message: