કે બસ

 

ચાંદની રૂપેરી પથરાઈ કે બસ
યાદની એવી સોય ભોંકાઈ કે બસ

તરબતર છું પ્રેમમાં હું આપનાં
આજ એવી હું ય ભીંજાઈ કે બસ

કેશમા જે ફૂલ શણગાર્યુ તમે
મહેક એની દૂર ફેલાઈ કે બસ

પ્રેમમાં તારાં હું પણ બદનામ થઈ
આસમાને વાત ડહોળાઈ કે બસ

સાથ તારો મારો જીવન ભર સુધી
પ્રેમ મદિરા એવી  પીવાઈ કે બસ

બીજ ‘સપના’નું ફળી ગયું છે જુઓ
એકમાંથી લાખ ઝળકાઈ કે બસ

સપના વિજાપુરા
૨-૧૪-૧૨

10 thoughts on “કે બસ”

 1. સરસ સમય ઉચિત પ્રેમરસે તરબતર ગઝલ………
  તરબતર છું પ્રેમમાં હું આપનાં
  આજ એવી હું ય ભીંજાઈ કે બસ

 2. સાથ તારો મારો જીવન ભર સુધી
  પ્રેમ રસ ભર ભર હા પીવાઈ કે બસ

  ‘prem madira bhar bhar pivaee ke bas’ would sound better.

 3. બીજ ‘સપના’નું ફળી ગયું છે જુઓ
  એકમાંથી લાખ ઝળકાઈ કે બસ…..

  ખુબ સુન્દર રચના સપનાબેન…!!!

 4. આજે તો હુ તમ્ર પ્રેમ રુપિ નસામા મગ્ન બનિગયો કે હવે આ મહેફિલ મને સ્વર્ગ લાગે

 5. પ્રેમમાં તારાં હું પણ બદનામ થઈ
  આસમાને વાત ડહોળાઈ કે બસ

  સાથ તારો મારો જીવન ભર સુધી
  પ્રેમ મદિરા એવી પીવાઈ કે બસ
  …………………………….
  સુશ્રીસપનાબેન
  ગઝલમાં મીઠાશ ભરી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *