જીવન

ટીક ટીક ટીક ટીક ઘડિયાળ બોલે છે

પળ પળ પળ પળ વીતી જાય છે

વરસો વીતતાં જાય છે…૨૦૦૯,૨૦૧૦,૨૦૧૧…..

શ્વાસ ખૂટતા જાય છે

રેતની જેમ સમય હાથથી સરકી જાય છે

જે પળ વીતી પ્રેમ વગરની મિથ્યા વીતી

જે પળ વીતી વાદ વિવાદમાં મિથ્યા વીતી

જે પળ વીતી ખુદાની યાદ વગર મિથ્યા વીતી

જે પળ વીતી નફરતમાં એ મિથ્યા વીતી

જે પળ વીતી વેર ઝેરમાં મિથ્યા વીતી

બંધ મુઠ્ઠીમાં થોડી પળ લઈ ફરું છું

આ પળ મિથ્યા કરું કે??

સપના વિજાપુરા

૧૨-૩૦-૨૦૧૧

7 Responses to “જીવન”

 1. ટીક ટીક ટીક ટીક ઘડિયાળ બોલે છે

  પળ પળ પળ પળ વીતી જાય છે

  વરસો વીતતાં જાય છે…૨૦૦૯,૨૦૧૦,૨૦૧૧…..

  શ્વાસ ખૂટતા જાય છે…………………………………
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  સપનાબેન,
  ઉપરના શબ્દોથી તમારી રચના…
  અને હું કહું કે……
  હવે ૨૦૧૨ આવશે,
  ભુતકાળની યાદ લાવશે,
  ત્યારે ભુલો હોય ના કરો
  જે “સારૂં” કરેલ તે ગ્રહણ કરો.
  અને ત્યારબાદ, બીજુ ભુલી જઈ,
  ભવિષ્યમાં “સારૂં” કરવા નિર્ણય લઈ,
  આગેકુચ કરતા રહો,
  અને, ચંદ્રને તમે ખુશ કરો !
  ……ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Sapanaben,….Inviting you to Chandrapukar.

 2. ૨૦૧૨ મુબારક

 3. Ramesh Patel says:

  જીવનનું ગણિત સમજી સજાવીએ એ આશ સાથે નવા વર્ષે મંગલ કામના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. પળ મૂઠ્ઠીમાં લઇ ફરો છો ? સફળ છો!!!!!!!

  સરસ અભિવ્યક્તિ…….

 5. Shenny Mawji says:

  How true I liked your thought

 6. Mahek Tankarvi says:

  Sapnaji
  Happy New Year to you and your family.
  A good poem, reminding us all to make the best use of our remaining moments.
  Mahek

 7. dilip says:

  બંધ મુઠ્ઠીમાં થોડી પળ લઈ ફરું છું
  આ પળ મિથ્યા કરું કે?? સુંદર ચિંતનયુક્ત કાવ્ય..માનવી પાસે ક્ષણમાત્ર જ છે અને તે જ સાધવાની છે..ક્ષણમ સાધયેત..

Leave a Reply