સપનાંને સહારે હું

હકીકતથી ડરી જીવું છું સપનાંને સહારે હું
નયન ભીનાં કરી જીવું છું સપનાંને સહારે હું

કહે છે એક બાળક નીરખી મોટી ઈમારતને
સડક બાથે ભરી જીવું છું સપનાંને સહારે હું

મહેલો કાંચના બાંધું છું ને તોડું છુ રોજરોજ
હવાથી થરથરી જીવું છું સપનાંને સહારે હું

જીવે છે એ વગર હાંફે તરી દરીયા ઉપર દરીયા
 ને પગ પર પગ ધરી જીવું છું સપનાંને સહારે હું

ખુદા જે ગેબમાં રાખી છે જન્નત હાલ તે તારી
એ જન્નતથી ફરી જીવું છું સપનાંને સહારે હું

કહાની ચાંદને સુંદર પરીની મા કહેતી’તી જે
ગણી એને ખરી જીવું છું સપનાંને સહારે હું

સપના વિજાપુરા
૧૨-૧૮-૨૦૧૧

11 thoughts on “સપનાંને સહારે હું

 1. Pankaj Trivedi

  અત્યંત ભાવ પૂર્ણ રચનાઓ છે અહી…. બહુ દિવસે આવી ને એક સાથે થોડી રચનાઓ વાંચી લઉં છું.
  આપની સંવેદના અને વિષયોનું વૈવિધ્ય મનભાવન છે… સીધું જ સ્પર્શી જાય છે….
  સહજ થતું સર્જન જ મીઠું લાગે અન્યથા તો શબ્દોની રમત કરનારા પણ ઘણા હોય છે…
  તમને શુભેચ્છાઓ

 2. અશોક જાની 'આનંદ'

  સુંદર ગઝલ, પાણીની જેમ ખળખળ વહેતી…
  આ ગઝલમાં રદીફ, કફિયા અને વજન બરોબર જળવાયેલુ લાગ્યું..
  આપણે સહુ સપનાના સહારે જ જીવી શકીએ, સરસ અભિવ્યક્તિ…
  આ ગમ્યું……
  કહે છે એક બાળક નીરખી મોટી ઈમારતને
  સડક બાથે ભરી જીવું છું સપનાંને સહારે હું

 3. Pancham Shukla

  જીવે છે એ વગર હાંફે તરી દરીયા ઉપર દરીયા
  ને પગ પર પગ ધરી જીવું છું સપનાંને સહારે હું

 4. DR. CHANDRAVADAN MISTRY

  સપનાબેન,
  એક સરસ રચના !
  સપના સપનાના સહારે જીવે છે આ જગતમાં,
  ચંદ્ર પણ ચંદ્રપ્રકાશે જીવે છે આ જગતમાં,
  હવે ક્યારે હશે સપનાનું ચંદ્રને મળવાનું ?
  એ પણ જરૂર હશે, એ તો પ્રભુએ જ કહેવાનું !
  ……..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you ALL on Chandrapukar !

 5. Daxesh Contractor

  કહાની ચાંદ ને સુંદર પરીની મા કહેતી’તી જે
  ગણી એને ખરી જીવું છું સપનાંને સહારે હું
  સરસ ગઝલ…

 6. Ramesh Patel

  ખુદા જે ગેબમાં રાખી છે જન્નત હાલ તે તારી
  એ જન્નતથી ફરી જીવું છું સપનાંને સહારે હું
  ……………………………………………………..

  ખૂબ જ ઉમદા વાત સુંદર રીતે ગઝલમાં ઝીલી લીધી.
  આપની ગઝલોમાં એક ઊંડાણ અનુભવાય છે સપનાબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. dilip

  કહાની ચાંદને સુંદર પરીની મા કહેતી’તી જે
  ગણી એને ખરી જીવું છું સપનાંને સહારે હું
  ખૂબ જ ઉમદા ગઝલ પ્રવાહિત ને અર્થસભર..

 8. shailesh jadwani

  હકીકતથી ડરી જીવું છું સપનાંને સહારે હું
  નયન ભીનાં કરી જીવું છું સપનાંને સહારે હું

  ખુદા જે ગેબમાં રાખી છે જન્નત હાલ તે તારી
  એ જન્નતથી ફરી જીવું છું સપનાંને સહારે હું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.