આશુરા


મિત્રો,
આજ મોહર્રમની દસમી તારીખ છે. ફરી ઈમામ હુસૈનનો ગમ અને ફરી હું છું.ફરી ૭૨ લાશ અને કરબલાની જમીન અને હું છું.ઇમામ હુસૈન એટલે હઝરત મહંમદ મુસ્તુફાના દીકરીનાં દીકરા..નવાસા..જેમને ઈમામત અલ્લાહ તરફથી મળેલી..પણ એ વખતનો નિષ્ઠુર હાકીમ ઇમામને ચેન લેવા દેતો ના હતો..જેનું નામ યઝિદ હતું..એમણે ઈમામ હુસૈનને દગાથી પત્ર લખી કરબલા બોલાવેલા સંધિ કરવા ..પણ ઈમામ  જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે કહ્યુ કે મારી સામે ઝૂકો નહીતર લડાઈ કરો..ઇસ્લામને બચાવવો હોય તો અને ઇસ્લામને એક શરાબી જુગારી અને રંડીબાજને હાથ ના સોંપવો હોય તો લડાઈ જરૂરી થઈ..એમની પાસે નાનાં મોટાં થઈને ૭૨ પુરુષો હતા અને યઝિદ પાસે પચાસ હજારનું લશ્કર…કોઈ ક્યાં સુધી બચવાનું હતું? ઇતિહાસની આ નાનાંમાં નાની લડાઈ હશે. જે ફકત ચાર કલાક જેવી ચાલી હશે એમ મનાય છે..અને જ્યારે બધાં રસુલનાં કુટુંબનાં પુરુષો શહીદ થઈ ગયાં તો મક્કાર યઝિદે  રસુલનાં કુટુંબની સ્ત્રીઓને લૂટી અને એમની ચાદરો ઝૂંટવી…આમ હુસૈનના ઘરને બરબાદ કરવામાં આવ્યું ..પણ ઈમામ હુસૈને ઈસ્લામ બચાવી લીધો..અત્યારે યઝિદનાં કોઈ નામો નિશાન નથી ત્યારે.આ વરસે કરબલામાં એક કરોડથી વધારે માણસો ઝિયારત કરવા ગયાં છે એમ મનાય છે યઝિદની કબરના નામો નિશાન પણ નથી.ઇમામ હુસૈન વિષે કહેવાય છે કે..

ઇસ્લામ ઝિન્દા હોતા હૈ હર કરબલાકે બાદ

અહીં આશુરા રદિફ છે આશુરાનાં દિવસે આ  બનાવ બનેલ તો આશુરાને ઉદ્દેશીને આખી ગઝલ રચી છે ગઝલ ફક્ત ૩૦ મિનીટમાં બની છે  સજેશન  આવકાર્ય છે.

આશુરા

ખૂબ છે આ રાત ભારી, આશુરા
ચાંદની  પણ આજ કાળી, આશુરા

થઈ ફઝર તો થૈ ક્યામત પણ અહીં
મોતથી થઈ આમ યારી, આશુરા

જો ગયાં અકબર ફરી આવ્યાં નહીં
લાગી  બરછી એકધારી, આશુરા

હાય કાસિમ તેરની વય આપની
ટૂકડામાં લાશ આવી, આશુરા

ન્હેર પર અબ્બાસ દિલાવર ગયાં
મશ્ક તૂટી વહ્યુ પાણી, આશુરા

છહ મહીનાનાં અલી અસગર અરે
તીર કેવું માર્યુ કારી, આશુરા?

એક હુસૈન છે હવે બાકી અહીં
લાખ તીરો  એક હાજી, આશુરા

કરબલાનું રણ, સળગતા ખયમા છે
હાય સ્ત્રીઓ ડરની મારી, આશુરા

બંધ કર ‘સપના’ કહાની બસ અહીં
આંખ આલમની થઈ પાણી, આશુરા

સપના વિજાપુરા

આશુરા = દસ થાય છે અહિં મોહર્રમનો દસમો દિવસ

મોહરર્મ ૧૦,૧૪૩૩ હીજરી

11 thoughts on “આશુરા”

 1. માનવતા અને ભાઈચારા માટેની અમર શહાદત ને આપે સાચા
  હૃદયના ભાવથી અત્રે ઝીલી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. બહોત ખુબ …!! મશ્ક તૂટી વહ્યુ પાણી, આશુરા..બંધ કર ‘સપના’ કહાની બસ અહીં ..આંખ આલમની થઈ પાણી, આશુરા..

 3. બહુ સરસ. સરળ લયમાં વહે છે.
  મારુ પુસ્તક, “નીતરતી સાંજ” બ્લોગ પર જોશો.
  સરયૂ પરીખ

 4. જન્નતમાં યુવાનોનાં અમીર અને સરદાર શહીદે આઝમ હજરત હુસૈન ઇબ્ને અલી(રદી.)ની મનકબતમાં રચાયેલો આપનો મર્સિયો ઘણોજ હૃદય સ્પર્શી છે. આ અહલે બૈતનાં પ્યારાઓને લાખો સલામ.

  અમારી આંખ પણ થૈ ગૈ છે નમ આશુરા
  અમારા દિલ મહીં લાખો છે ગમ આશુરા

  તમારા પર સલામો ની વર્ષા ઇબ્ને અલી
  બુલંદ ઇસ્લામનો રે’શે અલમ આશુરા

 5. Azizi Sapnaji Dili Salaam…Aap ni Rachna [ Marsiyo ] ”Aashuraa” Vaanchi ”Dill aur Aankhey” roi……. karbalaa nu rann salgta khaymaa chhe…haay strri – o – darni maari,aashuraa….bandh kar ”sapna” khahani bus aahin …aankh aalam ni thai paani, aashuraa duaagir ”Riyaz”randeri

 6. આજ મોહર્રમની દસમી તારીખ છે. ફરી ઈમામ હુસૈનનો ગમ અને ફરી હું છું.ફરી ૭૨ લાશ અને કરબલાની જમીન અને હું છું.ઇમામ હુસૈન એટલે હઝરત મહંમદ મુસ્તુફાના દીકરીનાં દીકરા..નવાસા…….
  ……………………………………………………………………..
  સપનાબેન, પોસ્ટ ગમી !
  કરબલાની કહાણી કાવ્યરૂપે પણ સરસ !
  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  Late…Hope to see you on my Blog !

 7. સપનાજી આપે મહોરમ ની ખૂબ ગહન રચન કરી. ભાવવાત્મક અને અર્થસભર્

 8. આ રચના દ્વારા મહોરમના મહાત્મ્યની વધુ જાણકારી મળી..
  કરબલાના શહીદોને અમારી સો સો સલામ…

 9. સપ્ના બહેન્ એક મુસલમાન ના ભાવ જગત ના મુખ્ય અન્શ સમા આશુરા ના દિવસ નુ કવ્યત્મક વર્નન ગમ્યુ.

 10. બંધ કર ‘સપના’ કહાની બસ અહીં
  આંખ આલમની થઈ પાણી, આશુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *