6 Dec 2011
બા
મિત્રો,
ડો.મધુમતીબેન મહેતા તથા ડો.અશરફ ડબાવાલાના નિવાસ સ્થાને મધુબેનના માતૃશ્રીનો ૮૫ મો જન્મદિવસ ડીસેમ્બરની ચાર તારીખ બે હજાર અગ્યારના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવાયો..બાનું પુનમની થાળી જેવું મુખ હસું હસું થઈ રહ્યુ હતુ.અને દીકરી મધુમતી પણ આનંદ આનંદમાં હતાં.અશરફભાઈ ફકત એક નિષ્ણાત ડોકટર જ નહીં પણ એક સારાં યજમાન પણ છે. મહેમાનની પરોણાગત કાઠિયાવાડમાં પ્રખ્યાત છે અને આ દંપતી બન્ને કાઠિયાડી ..એટલે સોનામાં સુગંધ ભળી ગઈ..
એમનાં બેઝમેન્ટમાં ટેબલ ખુરશી બીછાવાઈ અને જમવાની સરસ વ્યવસ્થા થઈ ગઈ ..જમણમાં એય..ને ઉંધિયુ ,ચણામસાલા,કચોરી ગોટા દાળ ભાત શિખંડ મોહનથાળ અને નાન.. ખૂબ મજા આવી ભોજન માણી લીધું ..એટલે કવાલી ચાલુ થઈ અને વચે બ્રેકમાં બા એ કેક કાપ્યું ..બેઝમેન્ટ તાળીઓથી ધમધમી ઉઠ્યું…બાનાં આશીર્વાદ હમેશ બાળકોને માથે હોય છે..આજ બાને આશીર્વાદ અને દુઆઓ મળી દિર્ઘાયુની…
ફરી બ્રેક પછી કવાલીની રમઝટ ચાલુ થઈ મોગલે-આઝમની મારી ગમતી કવાલી
किसीके इश्कमे आंसु बहाकर हम भी देखेंगे
બસ પછી તો હિતેશ માસ્ટર એમના સાથીઓએ જે રમઝટ બોલાવી કે કોઈ વચે બ્રેક લેવા પણ તૈયાર ન હતું..બસ મંત્રમુગ્ધ થઈ શ્રોતાઓ કવાલીની મજા માણી રહ્યા હતા. એક પછી એક કવાલી રંગ લાવતી રહી..હિતેશભાઈનાં ઓરકેટ્રાનુ નામ સારેગામા છે
એમના ગ્રુપમા
હિતેશ માસ્ટર, કાફી ખાન, રીચર્ડ ક્રિસ્ચન,રાજ બેન્કાપુર ,અતુલ સોની, રીટા પટેલ,ઉમા કારીયા હતા.
સવારનાં ૨.૦૦ વાગે જ્યારે એમણે છેલ્લી કવાલી ગાઈ..
ये इश्क इश्क है ..इश्क इश्क ..શ્રોતાએ ઊભાં થઈ અભિવાદન કર્યુ…બાનો ૮૫ મો જન્મ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો…લગભગ ૧૦૦ જેટલા શુભેચ્છ્કોની દુઆ મળી..શિકાગો આર્ટ સર્કલ તરફથી અને ખાસ મારાં તરફથી બાને દિર્ઘાયુ માટે પ્રાર્થના..તુમ જીઓ હજારો સાલ,સાલકે દિન હો પચાસ હજાર….આ સાથે બા માટે એક ગઝલ લખી છે જે આપની સમક્ષ રજુ કરું છું..આ ગઝલ લખી ત્યારે મારી સમક્ષ મધુબેનનાં બા, મારી મર્હુમ બા ગુલબાનુબેન, મારાં મર્હુમ સાસુ રસુલબેન અને જેણે મને દીકરી બનાવી છે એ હેમંતભાઈના બા રુક્ષમણી બેન યાદ આવી ગયાં. આ ગઝલ દુનિયાની બધી બા માટે છે .
બા
વહાલનું મીઠું ઝરણ છે બા
સ્વર્ગ તારે તો ચરણ છે બા
દેવ દેવી થી વધું પાવન
એક તારું બસ સ્મરણ છે બા
ઢાલ મારી તું બની જાય છે
દુખની સામે આવરણ છે બા
જીવથી વ્હાલું છે હર બાળક
તુજ દુઆ હર એક ક્ષણ છે બા
તારું હું પ્રતિબિંબ મારી બા
હું નજર આવું દર્પણ છે બા
ફૂલની માફક તું રાખે છે
જિંદગી તો એક રંણ છે બા
તું લડી લે સર્વ મુશ્કેલીથી
આમ કોમળ પણ કઠણ છે બા
આશ જ્યારે ડૂબતી મારી
એક ‘સપના’નું કિરણ છે બા
સપના વિજાપુરા
૧૨-૦૩-૨૦૧૧
આશ જ્યારે ડૂબતી મારી
એક ‘સપના’નું કિરણ છે બા
બાની દિર્ઘાયુ માટે પ્રાર્થના..જન્મદિવસ મુબારક..
Daxesh Contractor
December 6th, 2011 at 6:37 ampermalink
આશ જ્યારે ડૂબતી મારી
એક ‘સપના’નું કિરણ છે બા
ખુબ સુન્દર રચના સપનાબેન..
બાની દિર્ઘાયુ માટે પ્રાર્થના..જન્મદિવસ મુબારક..
યાદ તો હંમેશા બા ની જ રેહશે,પંપાળતા હાથના સ્પર્શની ભ્રાંતિ રેહશે
યાદ તારી સ્મ્રુતિપટ પર છવાઈ, ચરણમાં તો બા ના અરે જન્નત જ મળશે..!!
Rekha shukla(Chicago)
December 6th, 2011 at 3:59 pmpermalink
Very nice ghazal on ‘Baa’ Banumaji. Janani nee jod sakhee nahin jade re lol…It brings back lot of memories of one’s baa and one or two tears.
Mahek Tankarvi
sapana
December 6th, 2011 at 6:08 pmpermalink
Many more years to come…
વિજય શાહ
sapana
December 6th, 2011 at 6:09 pmpermalink
ખુબ ઉંચો આદરભાવ અને એટલી જ ઉમદા અભિવ્યક્તિ. મધુમતીબેનના બાને મારા પ્રણામ.
Devika Dhruva
December 6th, 2011 at 11:58 pmpermalink
શબ્દ બોલું બા જ્યાં હું
સાકર ઘોળું મુખ મહીં
ભાગ્ય મોટા અમ સૌના
છાંય ભાળીસુખ સજી
…………….
આપે સૌને આ મીઠડા પ્રસંગના ભાગીદાર બનાવ્યા તે માટે
ખાસ અભિનંદન અને જન્મદિન મુબારક.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
December 7th, 2011 at 6:44 ampermalink
ડો.મધુમતીબેન મહેતા તથા ડો.અશરફ ડબાવાલાના નિવાસ સ્થાને મધુબેનના માતૃશ્રીનો ૮૫ મો જન્મદિવસ ડીસેમ્બરની ચાર તારીખ બે હજાર અગ્યારના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવાયો….
………………………………………………………………………………..
આ પ્રમાણે પોસ્ટની શરૂઆત્….આનંદનો દિવસ,,,,સાથે તમોએ મઝા કરી …. ખાવાની આઈટમો વાંચી, મોમાં પાણી આવ્યું !
અને, અંતે, રચના પણ ગમી !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog !
DR. CHANDRAVADAN MISTRY
December 9th, 2011 at 1:44 ampermalink
વહાલનું મીઠું ઝરણ છે બા
સ્વર્ગ તારે તો ચરણ છે બા
દેવ દેવી થી વધું પાવન
એક તારું બસ સ્મરણ છે બા
બા વિષે અદ્ભૂ રચના અને ભાવ્.આવો ભાવ કવિ મન જ સાધી શકે…સંસારમે સબસે જિયાદા મા તુમ હો મહાન્…અશરફભાઈ ના બા ને જન્મ્ દીન ના અભિનંદન્
dilip
December 13th, 2011 at 7:11 ampermalink
મધુબહેનના માત્રુશ્રી ને જન્મદીને અભિનંદન..આપે ખુબ જ ઉમદાભાવે સુંદર રચના બા ને અર્પી..જાને પ્રભુ ની પ્રભુતાને જ અર્પી…
dilip
December 13th, 2011 at 7:13 ampermalink
બા ને અર્પિત સુન્દર રચના..
અશોક જાની 'આનંદ'
December 19th, 2011 at 6:24 ampermalink