પડકાર છે

ભીતર મહી અવકાશનો સુનકાર છે
છે ઘોર કાળી રાત ને અંધાર છે

તૂટ્યું છે ભીતર એક વાસણ કાચનું
કરચો છે ચારે બાજુ દિલ થડકાર છે

વીતે છે જીવન એમ જાણે ભાર છે
સો છે સમસ્યા નિત નવાં પડકાર છે

કોઈ નિભાવે પ્રેમનો સંબંધ શું?
સાથે રહેવું એક બસ વ્હેવાર છે

આકાશ વરસે છે કદી ક્યારેક પણ
આંખોનું તો ચોમાસું અનરાધાર છે

દિલનું તડપવું રોજનું થ્યું છે અહીં
દિલ ના સમજ છે દુખ એ પાનાર છે

દિવસો રહે છે એક જેવાં ક્યાં બધાં?
સુખ દુખ જીવનનો ચડાવ ઉતાર છે

તારું રિસાવું કેટલું મોંઘું પડે
આવું શે ?દરિયાની તું પેલે પાર છે

માંગી તને દુનિયા મળી પૂરી મને
લો આપણાં સપનાં બધાં સાકાર છે

સપના વિજાપુરા

૧૧-૧૦-૧૧

18 thoughts on “પડકાર છે

 1. Wafa

  માંગી તને દુનિયા મળી પૂરી મને
  લો આપણાં સપનાં બધાં સાકાર છે

  ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા મહદ અઁશે નિભાવાયો છે.
  સુઁદર

 2. himanshu patel

  તારું રિસાવું કેટલું મોંઘું પડે
  આવું શે ?દરિયાની તું પેલે પાર છે
  આટલી ઉત્કટતા પ્રેમની,વાહવાહ,બહુ જ ગમી,,,

 3. Ramesh Patel

  આકાશ વરસે છે કદી ક્યારેક પણ
  આંખોનું તો ચોમાસું અનરાધાર છે
  ………………………………….
  તડપનની ચરમ સીમા દરેક શેરમાં ગુમ્જે છે.
  સુશ્રી સપનાબેન..સુંદર ભાવવાહી ગઝલ..

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. વિવેક ટેલર

  આકાશ વરસે છે કદી ક્યારેક પણ
  આંખોનું તો ચોમાસું અનરાધાર છે…

  – આ શેર ખૂબ ગમ્યો… પણ ‘કદી’ અને ‘ક્યારેક’ બંને એકસાથે? કોઈ એક શબ્દ કાઢી નંખાય તો શેર વધુ જાનદાર બને એમ નથી લાગતું?

 5. Rekha shukla(Chicago)

  કોઈ નિભાવે પ્રેમનો સંબંધ શું?
  સાથે રહેવું એક બસ વ્હેવાર છે

  આકાશ વરસે છે કદી ક્યારેક પણ
  આંખોનું તો ચોમાસું અનરાધાર છે

  ખુબ સુન્દર રચના સપનાબેન્… આટલી બધી કરુણતા?
  સીમા પાર કરી ગઈ છે આપની ગઝલ…!!

 6. DR. CHANDRAVADAN MISTRY

  માંગી તને દુનિયા મળી પૂરી મને
  લો આપણાં સપનાં બધાં સાકાર છે

  સપના વિજાપુરા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  સપનાબેન..સરસ ગઝલ છે !
  ગમી !
  ચંદ્વવદન
  DR. CHANDRVADAN MISTRY (Chandrapukar)
  Hope to see you on Chandrapukar

 7. Jagadish Christian

  આકાશ વરસે છે કદી ક્યારેક પણ
  આંખોનું તો ચોમાસું અનરાધાર છે
  આખી ગઝલ સરસ છે પણ આ શેર વધારે ગમ્યો.

 8. urvashi parekh

  સરસ ગઝલ,
  આકાશ વર્સે છે કદી લક્યરેક પણ્,
  આંખોનુ તો ચોમાસુ અનરાધાર છે.
  અને,કોઇ નીભાવે પ્રેમ નો સમ્બન્ધ શું?
  સાથે રહેવુ એક બસ વેહ્વવાર છે,
  એકદમ સાચ્ચી વાત્.
  સરસ.

 9. dilip

  આપની આખી ગઝ્લ માણી ને શેરિયત ઘુન્તાટીજાય છે

 10. prashant

  દિવસો રહે છે એક જેવાં ક્યાં બધાં?
  સુખ દુખ જીવનનો ચડાવ ઉતાર છે

  ખુબ જ સરસ શેર……

 11. પ્રકાશ સોની

  સપનાજી,
  ખુબજ સુન્દર ગઝલ્.. એક્દમ ભાવ સભર્…..આભાર્…

 12. Mayur

  કોઈ નિભાવે પ્રેમનો સંબંધ શું?
  સાથે રહેવું એક બસ વ્હેવાર છે

  ખુબ જ સરસ્

 13. Mayur

  મિત્રો,
  ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
  છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
  મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
  આપના આગમનની પ્રતિક્ષાએ
  — કુમાર મયુર —

 14. અશોક જાની 'આનંદ'

  સુંદર ગઝલ..

  આકાશ વરસે છે કદી ક્યારેક પણ
  આંખોનું તો ચોમાસું અનરાધાર છે

 15. shailesh jadwani

  ભીતર મહી અવકાશનો સુનકાર છે
  છે ઘોર કાળી રાત ને અંધાર છે
  તૂટ્યું છે ભીતર એક વાસણ કાચનું
  કરચો છે ચારે બાજુ દિલ થડકાર છે
  વીતે છે જીવન એમ જાણે ભાર છે
  સો છે સમસ્યા નિત નવાં પડકાર છે
  કોઈ નિભાવે પ્રેમનો સંબંધ શું?
  સાથે રહેવું એક બસ વ્હેવાર છે

  આકાશ વરસે છે કદી ક્યારેક પણ
  આંખોનું તો ચોમાસું અનરાધાર છે

  દિલનું તડપવું રોજનું થ્યું છે અહીં
  દિલ ના સમજ છે દુખ એ પાનાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.