7 Jun 2009

સંતા કૂકડી

Posted by sapana

સંતા કૂકડી

સંતા કૂકડીની

આ રમતમાં

આપણે એ વા

સંતાય ગયાં

કે એકબીજાને

મળતા  નથી.

વરસોથી સંતાતા

ફરતા આપણે,

સાથે જીવીયે,

પણ એકબીજાને

અડતા નથી.

સંતા કૂકડી,

શોધવાની રમત

કે  ખો વાવાની?

એકબીજાથી દૂર,

આપણે એકબીજાને,

ન શોધવાની રમત રમીયે.

સપના

Subscribe to Comments

5 Responses to “સંતા કૂકડી”

  1. એકબીજાથી દૂર, આપણે એકબીજાને,
    ન શોધવાની રમત રમીયે.

    સાચી જ વાત કહી.

     

    P Shah

  2. બહુ સરસ

     

    bharat suchak

  3. વરસોથી સંતાતા

    ફરતા આપણે,

    સાથે જીવીયે,

    પણ એકબીજાને

    અડતા નથી.

    ખુબ જ સરસ !

    http://www.aagaman.wordpress.com
    Mayur

     

    Mayur Prajapati

  4. ખોવાવાની અને ફરી ફરી મળવાની…રમત..જીવનભર ચાલતી જ રહે છે.

    સપનાબહેન..આપ અમેરિકામાં કયાં છો ? જણાવી શકશો ? હું મે માં શિકાગો આવું છું..તેથી પૂછયું છે.

     

    nilam doshi

  5. વરસોથી સંતાતા, ફરતા આપણે, સાથે જીવીયે, પણ એકબીજાને, અડતા નથી. ખુબજ સુન્દર અને મન મોહ છ્હે

     

    sandeep patel

Leave a Reply

Message: