Next Post Previous Post
26
Oct
2011
એ દિવાળી ક્યાં?
Posted by sapana
બાનું એ મોટું ફળીયું
એ ફળીયામાં લંગડી રમતી
પકડા પકડી રમતી
આંધળીયો પોતલીયો રમતી
રાગણાં તાણીને અન્તકડી રમતી
બહાર ગરબીની આજુ બાજુ રાસ રમતી
અને દિવાળી આવતાં લારીવાળા પાસે થી
રંગ બે રંગી ચિરોડીના રંગ ખરીદતી
અને સવારે વહેલી ઊઠીને
રંગોળીની બુકમાં જોઈ રંગોળી બનાવતી
નવાં નવાં કપડાં પહેરીને મહાલતી
રાતે બાપાજીના અપાવેલા ફટાકડાં ફોડતી
પપ્પાની સાયકલ પર બેસી ચોપડા પુજનમાં જતી
એ સપના ક્યાં ગઈ હશે????
એ નિર્દોષ બાળાનાં મનમાં
ફક્ત આનંદ અને ઉત્સાહ ભર્યા હતા
એને પોતાને ખબર ના હતી કે
એ ક્યાં ધર્મની છે?
ને કૉઈ વેર ઝેર મનમાં ના હતું
તો આ બીજ કોણે રોપ્યાં હશે ????
આ પાપકર્મ ક્યાં પંડિતે કે ક્યા મૌલવીએ કરેલું છે…
એની નિર્દોષતા છીનવવાનું દુષ્કાર્ય કોણે કર્યુ???
એની આંખોમાં હજું એ જ ભાતૃભાવનાનાં ‘સપનાં’ છે
એ જ સપનું કરોડો લોકોની આંખોમાં છે
સપના વિજાપુરા
૧૦.૨૩.૨૦૧૧
14 Responses to “એ દિવાળી ક્યાં?”
Leave a Reply
હેપ્પી દિવાલી,,,,,,,,,,,,,
તમારુ જીવન હંમેશા સૂખમય અને આનંદય બની રહે…
…
આવનાર નવુ વર્ષ પણ અદ્દભૂત ખૂશીયો લઇને આવે…
… દિપક્ની જેમ સદાય ઝ્ળહ્ળતા રહો અને ફૂલોની જેમ મંહેકતા રહો
હાસ્ય તમારા ચહેરા પર સદાય હસતુ રહે,,,,
નૂતન વર્ષાભિનંદન
bhavesh
October 26th, 2011 at 4:45 ampermalink
એ સપના ક્યાં ગઈ હશે????
એને પોતાને ખબર ના હતી કે /એ ક્યાં ધર્મની છે?
હેપ્પી દિવાળી અને ન્યુ યર તમને, તમારા કુટુંબને તથા તમારા બ્લોગના
પાઠકોને પણ.
હિમાન્શુ અને પરિવાર તરફથી.
himanshu patel
October 26th, 2011 at 5:40 ampermalink
કેટલી દૈવી એ ક્ષણો હતી. સાચી પાવન જીંદગી હતી, એટલા જ
પાવન હૈયાના એ લોકો હતા.હ્ર્દય સ્પર્શી કવિતા આપના ભાવુક
ઉરમાંથી વહેતી પાક સરિતા.
આપને પ્રભુ સર્વ રીતે સુખી કરે એવી પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
October 26th, 2011 at 6:01 ampermalink
શ્રી બાનુમા
દિપાવલી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Atul Jani (Agantuk)
October 26th, 2011 at 6:47 ampermalink
સરસ, ભાવુક અભિવ્યક્તિ સપનાબેન….
આપને સ-પરિવાર નૂત્તન વર્ષાભિનંદન અને દિપાવલી પર્વ નિમિત્તે અઢળક શુભકામનાઓ
ડૉ.મહેશ રાવલ
October 26th, 2011 at 7:39 ampermalink
હૃદયના ભાવોને કોઈ ધર્મ કે જાતિ નથી હોતાં.
—
આપ સૌને નવા વર્ષ માટે અંતરથી આશિષ અને શુભેચ્છાઓ .
સુરેશ
October 26th, 2011 at 8:18 ampermalink
દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
Preeti
October 26th, 2011 at 8:34 ampermalink
એ સપના ક્યાં ગઈ હશે????
એ નિર્દોષ બાળાનાં મનમાં
ફક્ત આનંદ અને ઉત્સાહ ભર્યા હતા
એને પોતાને ખબર ના હતી કે
એ ક્યાં ધર્મની છે?
ને કૉઈ વેર ઝેર મનમાં ના હતું
તો આ બીજ કોણે રોપ્યાં હશે ??? વાહ ખુબ સરસ..
chandralekha rao
October 26th, 2011 at 9:20 ampermalink
એને પોતાને ખબર ના હતી કે
એ ક્યાં ધર્મની છે?
ને કૉઈ વેર ઝેર મનમાં ના હતું
તો આ બીજ કોણે રોપ્યાં હશે ????
આ પાપકર્મ ક્યાં પંડિતે કે ક્યા મૌલવીએ કરેલું છે…
એની નિર્દોષતા છીનવવાનું દુષ્કાર્ય કોણે કર્યુ???
એની આંખોમાં હજું એ જ ભાતૃભાવનાનાં ‘સપનાં’ છે
એ જ સપનું કરોડો લોકોની આંખોમાં છે
સપના વિજાપુરા
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
સપનાબેન,
આજની પોસ્ટમાં ફક્ત સપનાના દીલની “પૂકાર” છે !
અહી ગઝલ્..કાવ્ય કે વાર્તા નથી ..ફક્ત સપના હ્રદયમાંથી વહેતા ઝરણાના નીરના શબ્દો છે !
સપના જેમ નાની હતી તેવી જ સપના આજે પણ “ચંદ્ર નજરે” દેખાય છે. સપનાને નયનોથી નિહાળી નથી પણ મનથી જાણી છે. દિવાળીની મારી આશાઓ કે સપના એવી જ રહે…એ “માનવતા” ભરી રહે !
….ચંદ્રવદન (ભાઈ)
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see all on Chandrapukar for the Varta Posts !
DR. CHANDRAVADAN MISTRY
October 26th, 2011 at 3:04 pmpermalink
આપને, પરિવારજનોને તથા સૌ વાચક મિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અન્દ અભિનંદન!
સુધીર પટેલ.
sudhir patel
October 26th, 2011 at 7:09 pmpermalink
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. ઉમદા ભાવો પદ્યસ્થ થયા છે.
Pancham Shukla
October 30th, 2011 at 10:19 pmpermalink
એક નિર્દોષ બાળક મોટું થતાં થતાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી બની જાય એ આપણી સમાજ વ્યવસ્થાની દેણગી છે, બહેતર છે કે આપણે આજીવન બાળક બની રહીએ..
સુન્દર અભિવ્યક્તિ ભર્યું કાવ્ય…!!!
અશોક જાની 'આનંદ'
October 31st, 2011 at 12:55 pmpermalink
સુંદર ભાવ અને અભિવ્યક્તિ …
તમારી વાત વાંચી મારી ગઝલનો એક શેર યાદ આવી ગયો ..
એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી,
કોઈ પંડીત મૌલવી દીઠા નહીં ‘એના ઘરે’.
મોડી મોડી પણ દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ ..
Daxesh Contractor
November 4th, 2011 at 8:27 ampermalink
ખુબ જ સુન્દર અછાન્દસ્.આપને શુભ દિપાવલિ..
dilip
November 4th, 2011 at 8:45 ampermalink