31 Aug 2011

ઈદ છે

Posted by sapana

દુઆ માટે ઉઠાવો હાથ આવી ઈદ છે
ગળે લાગો રસમ છે જગની ને આ રીત છે

ના ઊઠું  દ્વારથી તારાં બક્ષી દે તું ગુનાહ
ખુદા છે તું તો હું  છું અબ્દ,  મારી જીદ છે

ક્ષમા આપી હ્ર્દયને સાફ કર તું આજ તો
હ્ર્દયને હાર તું ઈશ્વર કને મોટી જીત છે

હવા આદમ નથી દુનિયામાં પણ હા એમનું
હવાઓમાં લહેરાતું  હજું પણ ગીત છે

મહેંદી રંગ લાવી હાથની મારાં ઓ પ્રિય
મહેકી છે નયનથી જેનાં એ મનમીત છે

કરી લૌ બંધ આંખો ચાંદ જોઈ ઈદનો
છબી છે એમની આંખોમાં, મીઠી દીદ છે

ખુદા તારાં  અહેસાં કેટલાં ઈન્સાન પર
હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે

હું વારી જાઉં તારી નેઅમત ઉપર ખુદા
શરિરની પણ બનાવટમાં જગત વિસ્મીત છે

સિતારા થી ભરેલી રાત છે ને આ ગગન
ઉછળતાં દરિયા ને આ ચાંદની પણ ચકિત છે

છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
કરું સજદા કલાકાર  મને તુજથી પ્રીત છે

બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
ગયાં શ્રોતા તો કંટાળી આ કોઈ રીત છે?

સપના વિજાપુરા

૮-૨૯-૧૧

Subscribe to Comments

44 Responses to “ઈદ છે”

  1. છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
    કરું સજદા કલાકાર મને તુજથી પ્રીત છે

    પૂરી રચના સુંદર છે… અલ્લાહની ઈબાદત અને કવિયત્રીનો ભાવપૂર્ણ અંદાઝ… ઈદની શુભકામનાઓ…

     

    pankaj trivedi

  2. ખુશીઓથી ભરી દે ખુદા એવી ઈદ મુબારક.

    ગઝલમાં ઈદની ઈબાત સમી પાવન ખુશ્બુ અનુભવાય છે. એકએક શેર
    ભાવથી ઝૂમી ઈથ્યો છે. આપની આ ગઝલ ગઝલે શામ છે.
    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. ઇદ મુબારક

     

    Atul Jani (Agantuk)

  4. છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
    કરું સજદા કલાકાર મને તુજથી પ્રીત છે
    ઈદ મુબારક…સુંદર ગઝલ થઈ..આ શેર પણ ગમ્યો..

     

    dilip

  5. ઈદ મુબારક!

     

    Rekha Sindhal

  6. બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
    ગયાં લોકો તો કંટાળી આ કોઈ રીત છે?
    સપનાબેન,
    સુંદર ગઝલ થઈ, લાંબી થઈ તો એ ખુદા માટે જ છે,
    ના કરીશ પરવા કોઈની, ખુદા સ્વીકારશે જરૂર એને !
    બસ…
    આટલા મારા શબ્દો સાથે, દીલથી “ઈદ મુબારક” મારા !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to my Blog !

     

    DR. CHANDRAVADAN MISTRY

  7. ઇદ મુબારક,સપના.
    આતિશય ઋજુતાથી અભિવ્યક્ત થતી આ ગઝલ વાંચીને તો થયું કે,
    કરું સજદા તારી સપના…

     

    Devika Dhruva

  8. ઇદ મુબારક અને બંદગી તો થાય તેટલી ઓછી પડે આ ટૂંકા જીવવામાં એની લંબઈ સર આંખો પર..

     

    himanshu patel

  9. ઇદ મુબારક સપનાબેન..

    આપને અને આપના કુટુંબને
    પી.યુ.ઠક્કર

     

    sapana

  10. આભાર અને આપને તથા આપના પરિવારને પણ ઈદ મુબારક!!
    જ્યરાજ દેસાઈ

     

    sapana

  11. આપને ઈદમુબારક સપનાબેન
    પંચમ શુકલ

     

    sapana

  12. સપનાબેન , ઈદ મુબારક..ખરા દિલથી..!!!!

    અશોક જાની

     

    sapana

  13. in a poetic manner.Good eid poem

     

    zohair mawji

  14. આપને અમારા પરિવાર તરફથી ઇદમુબારક…… મિચ્છામિદુકડમ…..

    ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
    હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે ….. ખુબ જ સરસ વિચાર

     

    Narendra Jagtap

  15. સપના….. સરસ રીતે શબ્દો ઉતાર્યા છે… ઇદ મુબારક સાથે અભિનંદન…….

    જ્યાં ઇબાદત છે ત્યાં સદા ઇદ મુબારક છે.
    હોય જો બીજા માટે દુવાતો ખુદા મુબારક છે.

     

    Raj PRajapati

  16. Eid Mubarak To you and to all A very good Eid poem I always appreciate your work .

     

    Shenny Mawji

  17. શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે…
    અતિ સુંદર !
    ભલે ગઝલ લાંબી છે પરંતુ એ પહોંચી છે મંચથી શ્રોતા સુધી ને શ્રોતાથી ખુદા સધી !
    ઇદ મુબારક !

     

    Pravin Shah

  18. સપનાબેન,
    સપરિવાર ઈદ મુબારક..!! ગઝલ પણ એકંદરે સરસ થઇ છે.

     

    અશોક જાની 'આનંદ'

  19. પ્રીય સપનાબેન,
    ઈદ મુબારક,આપને અને આપના કુટુંબ ને..
    સરસ રચના છે.

     

    urvashi parekh

  20. same to you, too, friend..

    Madhuray Thakkar

     

    sapana

  21. ઈદ મુબારક
    ————–
    બનાવી છે ગઝલ ‘સપના’ તે લાંબી એટલી
    ગયાં શ્રોતા તો કંટાળી આ કોઈ રીત છે?

    બે ચાર કડીઓ કાપી નાંખો! પણ એકેય કાપવા લાયક નથી.

    જો ‘ગઝલ’ શબ્દનો ગર્ભિત અર્થ જિંદગીની કથા હોય તો, કદાચ એ શ્રોતા આપણે પોતે જ હોઈએ- જેનાથી મ્હાંયલો જણ કંટાળી ગયો હોઈ શકે. એની સાથે જીવવાનું શરૂ કરીએ, એટલે આનંદ જ આનંદ.

     

    સુરેશ જાની

  22. “ઈદ મિબારક” તમને….પરિવારને…અને સૌને !
    ઈદ આજે કે કાલે, દીલમા એ હોય હંમેશા,
    જેના દીલમાં ભાવ એવો, તે રહે “ઈનસાન” હંમેશા !
    જે છે અજાણ તે ઈદને કેમ પહેચાણે ?
    એ તો ખરેખર ખુદાને પણ ના જાણે !
    ચંદ્ર હ્રદયે, રમે છે વિચારો એવા,
    એ તો છે “સપના” પહેચાણે એવા !
    …..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  23. આપને,આપના કુટુંબીજનો સૌને ઈદ-મુબારક..બસ સૌ વિશ્વકુટુંબ બની ભાઈ-ચારા,સ્નેહથી પ્રેમની ભાવનાથી રહે એજ શુભેચ્છા સહ વિરમું છું
    વિશ્વદીપ

     

    sapana

  24. Dear Sapanaben,

    niche ni pankti khubaj gami. Congratulations !!! With best wishes and regards,

    ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
    હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે

    Dinesh O. Shah

     

    sapana

  25. આપને અને આપના પરિવારજનોને ઈદ મુબારક.

    હિના

     

    sapana

  26. ઈદ મુબારક સપનાજી, સુંદર ગઝલ સાથે સ્ંદેશ ગમ્યો..
    ખુદા તારાં અહેસાં કેટલાં ઈન્સાન પર
    હા શ્વાસેશ્વાસમાં તારું જ તો સંગીત છે
    હું વારી જાઉં તારી નેઅમત ઉપર ખુદા
    શરિરની પણ બનાવટમાં જગત વિસ્મીત છે

     

    dilip

  27. happy eidul-fitr

    Rehaman Saaz

     

    sapana

  28. કરી લૌ બંધ આંખો ચાંદ જોઈ ઈદનો
    છબી છે એમની આંખોમાં, મીઠી દીદ છે

    ઈદ મુબારક…આપ તથા સહપરિવાર અને મિત્રોને ઈદની સર્વ ખુશાલીઓ મળે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  29. આ ૨૦૧૩ની સાલ રહી,

    આજ ઈદ છે ફરી,

    ઈદના ચાંદને જોઈ,

    ખુદાને યાદ કરતી રહી,

    હ્રદયની સફાઈ થઈ ગઈ,

    શ્વાસે શ્વાસે “ખુદાઈ”મહસુસ થઈ,

    ચંદ્ર આજે સપનાને કહેઃ

    “ઈદ મુબારક છેતને !”

    ….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you at Chandrapukar soon !

     

    DR. CHANDRAVADAN MISTRY

  30. ઈદમુબારક,ઈશ્વરની જેટલી બંદગી કરીએ તેટલી ઓછી પડે.

     

    kishore modi

  31. સિતારા થી ભરેલી રાત છે ને આ ગગન
    ઉછળતાં દરિયા ને આ ચાંદની પણ ચકિત છે

    છે ફૂલોની સજાવટમાં ખુદા તારી કલા
    કરું સજદા કલાકાર મને તુજથી પ્રીત છે

    ………………………….
    ઈદની ખુશાલી જેવી જ ,આપની ભાવથી ભરપૂર છે ગઝલ.

    આપને તથા પરિવારમાં ખુદા સદા ખુશહાલિની મહેક ભરે એવી દુઆ.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  32. Eid Mubarak to vijapura family
    Manoj Gandhi

     

    sapana

  33. aap sau ne pan amaara tarafthi EID ni khub khub mubarakbad.

    Manhar M.Mody

     

    sapana

  34. Aapne ane aapna parivar janone pan amaara dili Eid Mubaraq..

    With warm regards

    Ashok Jani

     

    sapana

  35. ASSLAMOALIKUM ”SAPNA” BANUBEN AND FAMILY.

    ”EID MUBARAK TO YOU TOO”

    VERY NICE GAZAL.

    HOPE YOU ALL THE BEST.
    DR. MOHMEDALI.

     

    sapana

  36. Tamne ane tamari family ne eid mubarak
    Dilipbhai and Minaben

     

    sapana

  37. ઇદમુબારક,

    ખુદાતાલા આપને અને પરિવારને ખુશી બખ્શે.

     

    Dinkar Bhatt

  38. ઈદ મુબારક !

     

    વિવેક ટેલર

  39. ख़ॆर मुबारक
    आप को भी दिली ईद मुबरक

     

    Kalimullah

  40. આપ સર્વને ઈદની શુભ કામના..
    પ્રદિપ રાવલ (જન ફરિયાદ)
    http://www.janfariyad.com

     

    sapana

  41. IDD MUBARAK

    Mehboob Desai

     

    sapana

  42. ઈદમુબારક ફરી…..તમો સૌ તંદુરસ્તરહો એવી પ્રાર્થના
    ..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar to read NEW Posts.

     

    DR. CHANDRAVADAN MISTRY

  43. આ વર્ષના તાજા ઇદ મુબારક.. તમને સપરિવાર ..!!

     

    અશોક જાની 'આનંદ'

  44. અશોકભાઈ ચનંદ્રવદન્ભાઈ આભાર આપનો
    સપના

     

    sapana

Leave a Reply

Message: