સપનાં રાખું છું

નામ ‘સપના’ રાખું છું
આંખ સપનાં રાખું છું

કોઈ લૂટે ના એને
ધ્યાન સપનાં રાખું છું

ઉછળે ના આંખોથી
શાંત સપનાં રાખું છું

દુખ તો આવે ને જાય
સાથ સપનાં રાખું છું

હર સિતારામાં તું છે
લાખ સપનાં રાખું છું

ઓળખો કોઈ નામે
જાત સપનાં રાખું છું

છો નથી કોઈ દોલત
હાથ સપનાં રાખું છું

આવવાનો છે તું જે
પાથ સપનાં રાખું છું

ડર નથી એકલતાનો
હાશ સપનાં રાખું છું

આંખ ખૂલી હો કે બંધ
પાસ ‘સપનાં’ રાખું છું

સપના વિજાપુરા
૯-૦૨-૨૦૧૧

17 thoughts on “સપનાં રાખું છું

 1. dilip

  ઓળખો કોઈ નામે
  જાત સપનાં રાખું છું
  આપના તખ્લ્લુસની સુંદર મુસલસલ ગઝલ…કવિના નામ સાથે એકરુપ હોય છે ઉપનામ સાથે વિષય સાથે, જગ સાથે અને જગત એજ નામથી ઓળખે છે..મત્લા અને મક્તા પણ એકરુપ..ધ્યાનાકર્ષક તસ્વીર..
  આવવાનો છે તું જે
  પાથ સપનાં રાખું છું

 2. DR. CHANDRAVADAN MISTRY

  આંખ ખૂલી હો કે બંધ
  પાસ ‘સપનાં’ રાખું છું

  સપના વિજાપુરા

  અરે, હું છું સપના !
  મારા મનમાં સપના,
  મારા તનમાં સપના,
  મારા આતમમાં પણ સપના,
  આ જગમાં સપના,
  અરે, ખુદાની એક જ સપના !
  જેને ચંદ્ર કહે બેન સપના,
  ……ચંદ્રવદન.
  સુંદર રચના..સાથે થોડા ચંદ્ર શબ્દો !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on Chandrapukar

 3. Narendra Jagtap

  દુખ તો આવે ને જાય
  સાથ સપનાં રાખું છું

  છો નથી કોઈ દોલત
  હાથ સપનાં રાખું છું…

  વાહ વાહ સપનાબેન સરસ ખુબ જ સરસ ….કાબીલે દાદ…

 4. Ramesh Patel

  દુખ તો આવે ને જાય
  સાથ સપનાં રાખું છું
  સપનાબેનની દાદ મળે એવી સુંદર કસબ ભરી ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Manhar Mody ('mann' palanpuri)

  સપનાબેન્,

  તખલ્લુસનો શરુઆત થી અંત સુધી માવજતભર્યો ઉપ્યોગ કરી એક સરસ રચના બની છે. બહુ સરસ શેર થયા છે. અભિનંદન.

 6. Lata Hirani

  સપનાઓ જ શ્વસતા સપનાબહેન્. અભિનન્દન.

  જેમને કવિતામા રસ છે એ સહુ માટે

  આજથી શરુ થયેલી મારી કોલમ ‘કાવ્ય સેતુ’ દર મઁગળવારે દિવ્ય ભાસ્કર ‘મધુરિમા’માઁ – સ્ત્રીની સમ્વેદનાને સ્પર્શતા કાવ્યોનો રસાસ્વાદ… વાઁચશો, વઁચાવશો અને એવી કવિતાઓ મને મોકલશો તો જરૂર ગમશે. આભાર.

  લતા જ હિરાણી

 7. Lata Hirani

  સપનાઓ જ શ્વસતા સપનાબહેન્. અભિનન્દન.

  જેમને કવિતામા રસ છે એ સહુ માટે

  આજથી શરુ થયેલી મારી કોલમ ‘કાવ્ય સેતુ’ દર મઁગળવારે દિવ્ય ભાસ્કર ‘મધુરિમા’માઁ – સ્ત્રીની સમ્વેદનાને સ્પર્શતા કાવ્યોનો રસાસ્વાદ… વાઁચશો, વઁચાવશો અને એવી કવિતાઓ મને મોકલશો તો જરૂર ગમશે. આભાર.

  લતા જ હિરાણી

 8. P U Thakkar

  very much caring..દરેક કવિતાની જેમ લાગણીનો વંટોળ જ !!
  અભિનંદન સપનાબેન…

  ‘‘કોઈ લૂટે ના એને
  ધ્યાન સપનાં રાખું છું

  હર સિતારામાં તું છે
  લાખ સપનાં રાખું છું

  આવવાનો છે તું જે
  પાથ સપનાં રાખું છું…’’
  ….. અને હા, દિલીપભાઇની કોમેન્ટ પણ ખૂબ ગમી… દિલીપભાઇ એ કોમેન્ટમાં છલકતા..વહેતા જાણે કે નજરે આવે…!!

 9. Rekha shukla(Chicago)

  દરેક કવિતાની જેમ લાગણીનો વંટોળ જ !! વાહ, ખુબ સુન્દર ગઝલ મજા પડી ગઈ સપનાબેન….રૂબરુ મળ્યા ત્યારે જ હ્ર્દય સ્પર્શી ગયું તમારી મુલાકાતથી.
  હ્રદય દ્રવી ગયુ કવિતાઓ તમારી વાંચીને…ફરિવાર અભિનંદન..!!

 10. shailesh jadwani

  ઉછળે ના આંખોથી
  શાંત સપનાં રાખું છું

  હર સિતારામાં તું છે
  લાખ સપનાં રાખું છું

  ડર નથી એકલતાનો
  હાશ સપનાં રાખું છું

  આંખ ખૂલી હો કે બંધ
  પાસ ‘સપનાં’ રાખું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.